ETV Bharat / bharat

Gaganyaan mission Pilot : પીએમ મોદીએ કરી મિશન ગગનયાન માટે ચાર અવકાશયાત્રીની જાહેરાત - ISRO

કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ગગનયાન મિશન માટે ચાર ટેસ્ટ પાઇલટ્સના નામની જાહેરાત કરી છે. જેમાં પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને શુભાંશુ શુક્લા ભારતના પ્રથમ સમાનવ અવકાશ મિશનમાં સામેલ થશે.

પીએમ મોદીએ કરી મિશન ગગનયાન માટે ચાર અવકાશયાત્રીની જાહેરાત

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 27, 2024, 3:30 PM IST

તિરુવનંતપુરમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની (VSSC) મુલાકાત લીધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ગગનયાન મિશન માટે તાલીમ લઈ રહેલા ચાર ટેસ્ટ પાઈલટ્સના નામ જાહેર કર્યા છે.

ગગનયાન મિશનના પાયલોટ જાહેર : કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ચાર અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરી છે. તેમાં ફાઈટર પાઈલટ પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે. આ ગગનયાન મિશનમાં સામેલ થનાર પાયલટ છે.

પ્રથમ સમાનવ અવકાશ મિશન : આ અવકાશયાત્રીઓ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના (ISRO) પ્રથમ સમાનવ ભારતીય અવકાશ મિશન ગગનયાનના ભાગરૂપે લો-અર્થ ઓર્બિટમાં ઉડાન ભરશે. પ્રશાંત કેરળના પલક્કડના નેનમરાના રહેવાસી છે અને એરફોર્સમાં ગ્રુપ કેપ્ટન તરીકે સેવા આપી રહ્યા છે.

અવકાશયાત્રીઓની તાલીમ : ચારેય અવકાશયાત્રીઓ ફાઈટર જેટ ઉડાવવામાં નિષ્ણાત છે. તેઓ અવકાશયાનની ખામી અને વિશેષતાઓથી સંપૂર્ણપણે વાકેફ છે. આ તમામને રશિયાના જિયોજની શહેરમાં સ્થિત રશિયન સ્પેસ ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ આપવામાં આવી છે. હાલમાં તેઓ બેંગલુરુમાં અવકાશયાત્રી તાલીમ સુવિધામાં તાલીમ લઈ રહ્યા છે. ચાર ટેસ્ટ પાઇલટ્સે રશિયામાં તાલીમ પૂર્ણ કરી અને હવે તેઓ ISRO ના એક એકમમાં મિશનની જટિલતાઓથી પરિચિત થઈ રહ્યા છે.

ઈસરોને નવી ભેટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના (ISRO) ત્રણ મોટા ટેકનિકલ એકમોનું ઉદ્ઘાટન કર્યું અને ગગનયાન માનવ અવકાશ ઉડાન કાર્યક્રમની સમીક્ષા કરી હતી. VSSC ખાતે 'ટ્રિસોનિક વિન્ડ ટનલ', તમિલનાડુના મહેન્દ્રગિરીમાં ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં સેમી-ક્રાયોજેનિક ઇન્ટિગ્રેટેડ એન્જિન યુનિટ અને સતીશ ધવન સ્પેસ સેન્ટર (SHAR) શ્રીહરિકોટા ખાતે PSLV ઇન્ટિગ્રેશન યુનિટનું ઉદ્ઘાટન કરાયું હતું.

  1. Mission Gaganyaan: મિશન ગગનયાનનું સફળ લોન્ચિંગ, જાણો શું છે આ મિશનનો હેતુ
  2. Gaganyaan: શું છે ગગનયાન મિશન, શું ભારતનું પણ પોતાનું સ્પેસ સ્ટેશન હશે, જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.