નવી દિલ્હીઃ હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં પંજાબમાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પરના અવરોધોને તાત્કાલિક દૂર કરવાની સૂચના માંગવામાં આવી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં વિવિધ સ્થળોએ કથિત ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્યું છે અને જેને બ્લોક કરવામાં આવ્યા છે. આ અરજીમાં પંજાબ, હરિયાણા અને ભારતના રાજ્યોને ખેડૂતોના વિરોધ પરનો પ્રતિબંધ હટાવવા અને તે સુનિશ્ચિત કરવા માટે માંગ કરવામાં આવી છે કે, આંદોલનકારી ખેડૂતો દ્વારા તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રેલ્વે ટ્રેકને અવરોધિત કરવામાં ન આવે.
A PIL has been filed in the Supreme Court seeking direction to immediately clear the blockage of National as well as state Highways in Punjab, which it said are “encroached and blocked illegally by alleged farmers and farmer unions” at various locations in the state.
— ANI (@ANI) December 8, 2024
The PIL…
આ સાથે, રાજ્યો અને કેન્દ્ર સરકારને સામાન્ય જનતા માટે સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે રાજ્યો અને કેન્દ્ર સરકારને સૂચના આપવાની પણ માંગ કરવામાં આવી છે, જેના પર સુપ્રીમ કોર્ટ 9 ડિસેમ્બરે સુનાવણી કરશે.
દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ
તમને જણાવી દઈએ કે, રવિવારે લગભગ 101 ખેડૂતોનું એક જૂથ દિલ્હી માટે રવાના થયું હતું, પરંતુ હરિયાણા પોલીસે તેમને અટકાવ્યા હતા, અગાઉ 6 ડિસેમ્બરે ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પછી પણ પોલીસે તેમને રોક્યા હતા.
પંજાબમાં ભાજપના નેતાઓનો વિરોધ
શંભુ બોર્ડર પર ખેડૂત નેતા સર્વન સિંહ પંધેરએ કહ્યું, "ખેડૂત મજૂર મોર્ચો અને સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય)નો વિરોધ 300માં દિવસમાં પ્રવેશી ગયો છે, પરંતુ કેન્દ્ર સરકાર હજુ પણ અડગ છે. અમે બીજી મોટી જાહેરાત કરી છે કે, અમે વિરોધ કરીશું. પંજાબમાં ભાજપના નેતાઓના પ્રવેશનો વિરોધ કરીશું.
#WATCH | At the Shambhu border, farmer leader Sarwan Singh Pandher says, " the protest of kisan mazdoor morcha and samyukta kisan morcha (non-political) have entered the 300th day. but the central government is still adamant...another big announcement we made was that we will… pic.twitter.com/VemXKoXzwv
— ANI (@ANI) December 8, 2024
તેમણે કહ્યું કે, અમને ખાતરી નથી, પરંતુ અમે સાંભળ્યું છે કે, સૈની (હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની) અને ગડકરી (કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી) અમૃતસર જઈ રહ્યા છે. અમે પંજાબના ખેડૂતોને રાજ્યમાં તેમના પ્રવેશનો વિરોધ કરવા આહ્વાન કરીએ છીએ."
આ પણ વાંચો: