નવી દિલ્હી: PM મોદી સાથે વાત કરવા તૈયાર થઈ જાઓ, આજે વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ યોજી રહ્યાં છે. આ ઈવેન્ટ માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 11 ડિસેમ્બર 2024થી શરૂ થઈ અને 12 જાન્યુઆરી 2024 સુધી ચાલુ રહી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને શિક્ષકોએ આ મેગા ઈવેન્ટમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. અરજીની પ્રક્રિયા પૂરી થયા બાદ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાયેલા આંકડા અનુસાર, 205.62 લાખ અને 14.93 લાખ શિક્ષકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
-
Looking forward to seeing you all tomorrow at 11 AM for ‘Pariksha Pe Charcha’! pic.twitter.com/hu6R0TZZU5
— Narendra Modi (@narendramodi) January 28, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Looking forward to seeing you all tomorrow at 11 AM for ‘Pariksha Pe Charcha’! pic.twitter.com/hu6R0TZZU5
— Narendra Modi (@narendramodi) January 28, 2024Looking forward to seeing you all tomorrow at 11 AM for ‘Pariksha Pe Charcha’! pic.twitter.com/hu6R0TZZU5
— Narendra Modi (@narendramodi) January 28, 2024
- આ કાર્યક્રમ પ્રગતિ મેદાનના ભારત મંડપમમાં યોજાશે
- 29 જાન્યુઆરી 2024ના રોજ સવારે 11 વાગ્યે આ કાર્યક્રમ શરૂ થશે
- વિદ્યાર્થીઓને પીએમ મોદી સાથે વાત કરવાની મળશે તક
દિલ્હીમાં આજે એટલે કે સોમવાર, 29 જાન્યુઆરી, 2024ના રોજ પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આ પ્રોગ્રામ માટે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને પીએમ મોદી સાથે વાત કરવાની તક મળશે. તેથી, વિદ્યાર્થીઓને તેમની તૈયારી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આ કાર્યક્રમમાં વધુ સમય બાકી નથી. વિદ્યાર્થીઓની સાથે વાલીઓ અને શિક્ષકોને પણ આ મેગા ઈવેન્ટમાં ભાગ લેવાની તક મળતી હોય છે.
આપને જણાવી દઈએ કે શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષે પરીક્ષા પે ચર્ચા (PPC) કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવમાંથી મુક્તિ મેળવવા માટે ટિપ્સ આપે છે. આ સાથે તેઓ પસંદગીના વિદ્યાર્થીઓ સાથે સીધી વાત પણ કરે છે. આ ક્રમમાં, આ વર્ષે આ કાર્યક્રમ આજથી એક દિવસ આયોજિત થવા જઈ રહ્યો છે, જેનું આયોજન પ્રગતિ મેદાન, ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થશે.
આ કાર્યક્રમનું ડીડી નેશનલ, ડીડી ન્યૂઝ, ડીડી ઈન્ડિયા અને મુખ્ય ખાનગી ચેનલો પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સાથે તાજેતરમાં UGC એ પણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પોતપોતાની સંસ્થાઓમાં કાર્યક્રમ પ્રદર્શિત કરવા જણાવ્યું છે. કમિશને આ સંદર્ભે પત્ર અને માહિતી પણ જાહેર કરી છે.