ઉત્તરપ્રદેશ : રશિયાની રાજધાની મોસ્કોની ઈકતરીના નામની મહિલા પોતાના મિત્રો સાથે ટુરિસ્ટ વિઝા પર ભારતના વિવિધ શહેરની મુલાકાત કરી રહી છે. આ મહિલા મેરઠ ફરવા આવી હતી. થોડા સમય પછી તેના સાથીઓ દહેરાદૂન જવા રવાના થયા અને મહિલા મેરઠમાં એકલી ફરતી હતી. આ દરમિયાન તેના પૈસા ખતમ થઈ ગયા. હવે શું કરવું તે સમજાતું નહોતું, ત્યારે મહિલાની વ્હારે મેરઠ પોલીસ આવી.
મોસ્કોની મહિલા મેરઠમાં ફસાણી : મોસ્કો દેશની મહિલા ઈકતરીના તેના મિત્રો સાથે 6 માર્ચથી ટુરિસ્ટ વિઝા પર ભારતમાં પ્રવાસ કરી રહી છે. તે તેના મિત્રો સાથે ભારતના વિવિધ શહેરોની મુલાકાત કરી રહી છે. શુક્રવારે આ મહિલા મેરઠમાં ફરતી હતી અને તેના મિત્રો દહેરાદૂન જવા રવાના થયા હતા. મેરઠમાં ફરતા ફરતા ઈકતરીના પાસે પૈસા ખતમ થઈ ગયા. જેના કારણે તે પરેશાન થઈ ગઈ હતી. જોકે થોડા સમય પછી તે પોલીસ પાસે પહોંચી હતી.
મદદે આવી યુપી પોલીસ : પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રદીપ કર્ણવાલે ઈકતરીનાને અબુલેનમાં આવેલી હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. શનિવારે સવારે મહિલાને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવી હતી. લેડી ઇન્સ્પેક્ટર સાથે મહિલાને નાસ્તો કરાવવામાં આવ્યો. ત્યારબાદ તેને 307 રૂપિયાની ટિકિટ સાથે રોડવેઝની બસમાં દહેરાદૂન મોકલવામાં આવી હતી.
મહિલાએ માન્યો આભાર : ત્યારબાદ રવિવારે સાંજે 4 વાગ્યે દહેરાદૂન પહોંચીને મહિલાએ પોલીસને આભારનો સંદેશ મોકલતા લખ્યું કે, યુપી પોલીસ પ્રત્યે તેની ધારણા બદલાઈ ગઈ છે. યુપી પોલીસ ઘણી સારી છે. મને હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરી, જમાડી અને રોડવેઝ બસ દ્વારા દહેરાદૂન મોકલી. ચોકીના ઈન્ચાર્જનું કહેવું છે કે, પોલીસે ઈકટરીનાના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કરી છે.