ETV Bharat / bharat

કર્ણાટક હાઇકોર્ટનો નિર્ણય એક ફોટોગ્રાફના આધારે વૈવાહિક સુખ નક્કી કરી શકાતું નથી - Karnataka High Court - KARNATAKA HIGH COURT

એક મહિલાએ પોતાના છૂટાછેડાની અરજી કરી હતી, જેને પતિના વકીલની દલીલ બાદ ફેમિલી કોર્ટે ફગાવી દીધી હતી. જોકે ફેમિલી કોર્ટના આદેશના પડકારતા મહિલાએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી હતી. જાણો સમગ્ર મામલો...

કર્ણાટક હાઈકોર્ટનો આદેશ
કર્ણાટક હાઈકોર્ટનો આદેશ (ETV Bharat Desk)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 22, 2024, 1:22 PM IST

બેંગ્લોર : તુમકુરુની મહિલાએ પોતાના છૂટાછેડાની અરજી ફગાવી દેવાના ફેમિલી કોર્ટના આદેશને પડકારતી અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી કરતા કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ અનુ શિવરામન અને જસ્ટિસ અનંત રામનાથ હેગડેની ખંડપીઠે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, ફોટોગ્રાફના આધારે દંપતિ વચ્ચેની આત્મીયતા નક્કી કરી શકાય નહીં. હાઈકોર્ટે દંપતિ માટે છૂટાછેડાનો આદેશ પણ આપ્યો હતો.

કર્ણાટક હાઈકોર્ટનો આદેશ : ખંડપીઠે કહ્યું કે, આ દંપતિએ એક લગ્નમાં હાજરી આપી હતી અને ખુશીથી ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો હતો. આનો અર્થ એ નથી કે દંપતિ વચ્ચે બધું બરાબર છે. આ તેમના સંબંધોનું સ્પષ્ટ ચિત્ર આપતું નથી. પતિએ તેની પત્ની પર અવૈધ સંબંધ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પરંતુ તે આ અંગે પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યો છે. તેથી આવા આરોપો લગાવવા એ ક્રૂરતા સમાન છે.

ખંડપીઠે કહ્યું કે, લગ્નપ્રથા પતિપત્ની વચ્ચેના પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને આદર પર આધારિત છે. જો બંનેને એકબીજાના વર્તન અંગે શંકા હોય અને તે સાબિત ન થાય તો આવા આરોપ પાયાવિહોણા ગણાશે. આવા કિસ્સામાં પત્ની શાંતિપૂર્ણ દાંપત્ય જીવન જીવી શકશે નહીં.

શું છે મામલો ? મહિલાએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, અરજદાર (પત્ની) અને પ્રતિવાદી (પતિ) 2008થી એકબીજાને ઓળખે છે. આ પછી તેઓએ 2013 માં લગ્ન કર્યા અને બાદમાં પત્નીએ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી. તેઓ બે વર્ષ સાથે હતા. બાદમાં પતિને તેની પત્ની પર શંકા હતી અને પત્ની પર અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. પતિ તેના મોબાઈલ ફોન કોલ્સ ચેક કરતો અને તેને શારીરિક ત્રાસ આપતો હતો. આ ઉપરાંત તેણે તેની પત્નીને પણ ટોર્ચર કરવાનું શરૂ કર્યું અને તેને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો.

ટ્રાયલ દરમિયાન પતિ વતી દલીલ કરનાર વકીલે કહ્યું કે, 2017થી પત્ની બેંગલુરુમાં તેની દાદીના ઘરે રહેતી હતી. દરમિયાન તેણે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. પત્ની તેની માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા પછી ઉદ્ધત વર્તન કરી રહી હતી. મહિલાએ પતિને તેના માતાપિતા સાથે રહેવા વિનંતી કરી, પરંતુ પતિને તે ગમ્યું નહીં. ઉપરાંત દંપતિ વર્ષ 2018માં એક લગ્નમાં મળ્યા હતા. ત્યાં બંનેએ સાથે ફોટા પડાવ્યાં અને આ સમય દરમિયાન બંને ખુશ હતા. તેથી છૂટાછેડાની જરૂર નથી. તેમણે કોર્ટને અરજી ફગાવી દેવાની વિનંતી કરી હતી.

  1. હાઈકોર્ટે કહ્યું કે ઓછા દહેજ માટે ટોણો મારવો એ સજાપાત્ર ગુનો નથી. - Allahabad High Court
  2. નાગપુરનો 'ગૂગલ બોય': જીવંત વીકીપીડિયા છે 6 વર્ષીય અનીશ ખેડકર - 6 Years Old Google Boy

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.