ETV Bharat / bharat

10 કાંવડિયાના મોતથી ધ્રુજી ઉઠ્યું બિહારનું વૈશાલી, હાઈટેન્શન તારના સંપર્કમાં આવતા બની કરૂણાતીકા - Kanwariyas Died In Vaishali - KANWARIYAS DIED IN VAISHALI

બિહારના વૈશાલીમાં કાંવડ યાત્રામાં મોટી કરૂણાતીકા સામે આવી છે. એક સાથે 10 કાંવડીયાઓના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે, જ્યારે બેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જાણો સંપૂર્ણ સમાચાર વિસ્તારથી. Kanwariyas Died In Vaishali:

10 કાંવડિયાના મોતથી ધ્રુજી ઉઠ્યું બિહારનું વૈશાલી
10 કાંવડિયાના મોતથી ધ્રુજી ઉઠ્યું બિહારનું વૈશાલી (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 5, 2024, 7:43 AM IST

વૈશાલી: બિહારના વૈશાલીમાં કાંવડ યાત્રા દરમિયાન મોટી કરૂણાતીકા સામે આવી છે. કાંવડ યાત્રા દરમિયાન ડીજે વાહન હાઈ ટેન્શન વાયરની સંપર્કમા આવી જતાં 10 કાંવડીયાઓના કમકમાટીભર્યા મોત થયા છે જ્યારે અડધા ડઝનથી વધુ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના વૈશાલીના હાજીપુર ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. સુલતાનપુર ગામમાં રહેતા એક ડઝનથી વધુ યુવાનો ડીજે ટ્રોલી લઈને સારણના પહેલજા ઘાટ અને બોલબમ જઈ રહ્યાં હતા. સોનપુર બાબા હરિહરનાથ ખાતે ગંગા જળથી જલાભિષેકની યોજના હતી. આ દરમિયાન આ કરૂણ અકસ્માત સર્જાયો હતો.

ડીજે વાહન હાઈ ટેન્શન વાયરની સંપર્કમા આવી જતાં બની દૂર્ઘટના
ડીજે વાહન હાઈ ટેન્શન વાયરની સંપર્કમા આવી જતાં બની દૂર્ઘટના (Etv Bharat)

એક સગીર સહિત તમામ મૃતકો યુવકો હોવાનું કહેવાય છે. ડીજે ટ્રોલી સાથે ગીતો વગાડતા વગાડતા તમામ કાંવડિયા ઉત્સાહભેર સુલતાનપુર ગામમાંથી નીકળ્યા હતા. રોડ પર થોડે દૂર ગયા બાદ ડીજે ટ્રોલીનો ઉપરનો ભાગ રોડની કિનારે 11000 વોલ્ટના ઈલેક્ટ્રીક વાયરમાં ફસાઈ ગયો હતો. જેમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બેના સારવાર દરમિયાન મોત થયા હતા. જોકે 8 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે ગ્રામજનો 10 લોકોના મોતની વાત કહી રહ્યા છે.

"ઇન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન હેઠળના સુલતાનપુર ગામમાં કાંવડિયા ડીજે લઈને જઈ રહ્યાં હતાં, ડીજે વાહનનું લાઉડ સ્પીકર ખૂબ ઉંચું હતું. જેથી તે 11 હજાર વોલ્ટના વીજ વાયરના સંપર્કમાં આવી ગયું હતું. આ દૂર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે અન્ય કેટલાક ઘાયલ થયા છે તેમની સારવાર ચાલી રહી છે." -ઓમપ્રકાશ, સદર એસડીપીઓ

  1. લાતેહારમાં મોટી કરૂણાતીકા, બાબાધામથી પરત ફરી રહેલા 5 કાંવડિયાના દર્દનાક મોત - road accident in Latehar

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.