નવી દિલ્લી: પેરિસ ઓલિંપિક 2024માં ભારતને બે બ્રોન્ઝ મેડલ શૂટર મનુ ભાકર ભારત પાછી આવી ચૂકી છે. મનુ ભાકરના દિલ્લીમાં પાછા આવ્યા બાદ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં તેના પરિવારના 100 લોકો તેના સ્વાગત માટે પહેલેથી તૈયાર હતા. તેની સાથે તેના કોચ જસપાલ રાણા પણ તેના સ્વાગત માટે એરપોર્ટ પર હાજર રહ્યા હતા.
તેઓ પરત ફર્યા બાદ ઢોલ-નગારાં અને હાર પહેરાવીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મનુ તેના મેડલથી ખૂબ જ ખુશ દેખાઈ હતી ફેન્સ મનુ ભાકર અને તેના કોચને કારમાં માળા પહેરાવતા જોવા મળ્યા હતા. ચાહકોએ ભાકર અને રાણાના ચિત્રો સાથેના બેનરો સાથે ઢોલ વગાડીને, નાચતા અને ગીતો વગાડીને ભાકરની સિદ્ધિની ઉજવણી કરી હતી.
#WATCH | Double Olympic medalist Manu Bhaker receives a grand welcome after she arrives at Delhi airport after her historic performance in #ParisOlympics2024
— ANI (@ANI) August 7, 2024
She won bronze medals in Women’s 10m Air Pistol & the 10m Air Pistol Mixed team event. pic.twitter.com/rcVgqkaxjP
મનુ ભાકરે આ વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર વ્યક્તિગત અને 10 મીટર મિશ્ર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તે એક જ ઈવેન્ટમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. ભાકર શનિવારે ફરી પેરિસ જશે અને રવિવારે પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં ભારતીય દળની મહિલા ધ્વજવાહક બનશે.
#WATCH | Double Olympic medalist Manu Bhaker shows her medal as she arrives in Delhi after her historic performance in #ParisOlympics2024
— ANI (@ANI) August 7, 2024
She won bronze medals in Women’s 10m Air Pistol & the 10m Air Pistol Mixed team event. pic.twitter.com/5dylr6Zimv
તમને જણાવી દઈએ કે, આ વર્ષે ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધી માત્ર 3 મેડલ જીત્યા છે, જેમાંથી મનુ ભાકરે 2 મેડલ જીત્યા છે. સરબજોતે મનુ ભાકર સાથે મિક્સ્ડ ઈવેન્ટમાં ત્રીજો મેડલ જીત્યો હતો. હાલમાં કુસ્તીમાં ભારત માટે સિલ્વર મેડલ પણ નિશ્ચિત થઈ ગયો છે. મંગળવારે વિનેશ ફોગાટ રેસલિંગ ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની હતી.