મુંબઈ: રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ મહાયુતિ સરકારની રચનાના થોડા દિવસો વિત્યા બાદ મહારાષ્ટ્રમાં પ્રથમ કેબિનેટ વિસ્તરણ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહાયુતિ ગઠબંધનમાં સામેલ ભારતીય જનતા પાર્ટી (BJP), અજિત પવારની NCP અને એકનાથ શિંદેની શિવસેનાના ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા.
સૌથી પહેલા મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ નાગપુરના રાજભવનમાં રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. ત્યાર બાદ રાધાકૃષ્ણ વિખે અને એનસીપીના ધારાસભ્ય હસન મુશ્રીફે પણ મંત્રી તરીકે શપથ લીધા અને ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલે પણ મંત્રી તરીકે શપથ લીધા.
Maharashtra BJP chief Chandrashekhar Bawankule takes oath as Cabinet Minister in the state government, at Raj Bhavan in Nagpur. pic.twitter.com/FDva1TjdqO
— ANI (@ANI) December 15, 2024
આ ઉપરાંત જે લોકોને ફડણવીસ કેબિનેટમાં સ્થાન મળ્યું છે તેમાં ગિરીશ મહાજન, ગુલાબરાવ પાટીલ, ગણેશ નાઈક, ધનંજય મુંડે, મંગલ પ્રભાત લોઢા, ઉદય સામંત, શિવસેનાના ધારાસભ્ય દાદા ભુસે અને સંજય રાઠોડનો સમાવેશ થાય છે. એટલું જ નહીં ફડણવીસની કેબિનેટમાં જયકુમાર રાવલ, પંકજા મુંડે અને અશોક ઉઇકેને સ્થાન મળ્યું છે.
નાગપુરમાં શપથ સમારોહ
આ શપથગ્રહણ સમારોહ નાગપુરમાં યોજાયો હતો. 1991 પછી આવું બીજી વખત બન્યું છે જ્યારે મહારાષ્ટ્રના મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ નાગપુરમાં યોજાયો હતો. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રાજભવનમાં નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. તે સમયે નાગપુરના રાજભવનમાં 5 મંત્રીઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા.
NCP leader Hasan Mushrif, BJP leader Girish Mahajan, Shiv Sena leader Gulabrao Patil take oath as Cabinet Minister in the state government, at Raj Bhavan in Nagpur. pic.twitter.com/lZz1cQhoGk
— ANI (@ANI) December 15, 2024
નીતિન ગડકરીએ ફડણવીસનું સ્વાગત કર્યું
આ પહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુરમાં સ્વાગત કર્યું હતું. રાજ્ય કેબિનેટના વિસ્તરણ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે નાગપુરમાં બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 2024ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનની જીત બાદ તેમણે શહેરમાં પ્રથમ વખત રોડ શો કર્યો હતો.