નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP) લોકસભામાં બહુમતીનો આંકડો પાર નહીં કરી શકે તેવી સંભાવના અંગે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, આવું થવાની શક્યતા નથી લાગી રહી. ભાજપને પ્લાન બીની જરૂર નથી. જો ભાજપ લોકસભા ચૂંટણીમાં 272 થી ઓછી બેઠકો જીતશે તો તેમની રણનીતિ શું હશે ? તો અમિત શાહે કહ્યું કે, મને આવી કોઈ શક્યતા દેખાતી નથી. PM મોદીની સાથે 60 કરોડ લાભાર્થીઓની ફોજ ઉભી છે. તેમની કોઈ જાતિ કે વય જૂથ નથી. જેમને આ તમામ લાભ મળ્યા છે તેઓ જાણે છે કે નરેન્દ્ર મોદી શું છે અને તેમને શા માટે 400 બેઠકો આપવી જોઈએ.
- પ્રચંડ બહુમતી મળશે, પ્લાન B ની જરૂર નથી : અમિત શાહ
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ગૃહમંત્રીએ કહ્યું કે, પ્લાન B ત્યારે જ બનાવવો જોઈએ જ્યારે પ્લાન A સફળ થવાની સંભાવના 60 ટકાથી ઓછી હોય. મને ખાતરી છે કે પીએમ મોદી જંગી બહુમતી સાથે સત્તામાં આવશે.
-
#WATCH | 'Does BJP have a plan B in case it doesn't reach the majority mark?' Union Home Minister Amit Shah answers.
— ANI (@ANI) May 17, 2024
"Plan B needs to be made only when there is less than a 60% chance for Plan A (to succeed). I am certain that PM Modi will come to power with a thumping… pic.twitter.com/beX5Msk2Cf
- બંધારણમાં સુધારો કરવા માંગતા નથી : અમિત શાહ
અમિત શાહે કહ્યું કે, દેશની રાજનીતિમાં સ્થિરતા લાવવા માટે ભાજપને 400થી વધુ સીટોની જરૂર છે. અમે બંધારણમાં સુધારો કરવા માંગતા નથી. ભાજપને બંધારણ બદલવાનો જનાદેશ પહેલા જ મળી ગયો હતો, પરંતુ અમે ક્યારેય એવું કર્યું નથી.
- 400 બેઠકોની જરૂર શા માટે ?
અમિત શાહે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં 400 બેઠક જીતીને ભાજપ સરહદોની રક્ષા કરવા, ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા અને ગરીબોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માંગે છે. અમને 400 બેઠકોની જરૂર છે કારણ કે હજુ પણ દરેક ઘરમાં સ્વચ્છ પાણી પહોંચ્યું નથી. અમે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વરિષ્ઠ નાગરિકને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવા માંગીએ છીએ.