મુંબઈ: મેગાસ્ટાર અમિતાભ બચ્ચને લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં મતદારોને બહાર આવી તેમની જવાબદારીઓ નિભાવવા વિનંતી કરી છે. આ માટે તેcણે સોશિયલ મીડિયા પર એક અનોખો વીડિયો પણ શેર કર્યો છે.
અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ: લોકસભા ચૂંટણી 2024નો પાંચમો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. જેમાં મુંબઈની લોકસભા સીટોનો પણ સમાવેશ થાય છે. અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર એક એનિમેટેડ વિડિયો શેર કર્યો છે, જેમાં ફિલ્મ સોનમ કપૂરની ફિલ્મ 'ખૂબસૂરત'નું લોકપ્રિય ગીત 'અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ'ની રિમેક પર જંગલના પ્રાણીઓ નૃત્ય કરતા જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે બિગ બીએ કેપ્શનમાં લખ્યું, '20મી મે એ તમારો મુંબઈ/મહારાષ્ટ્રમાં મતદાન કરવાનો દિવસ છે. તેથી તમારા આ અધિકારોનો ઉપયોગ કરો.
શાહરુખ ખાને કરી વોટ માટેની અપીલ: આ પહેલા શાહરૂખ ખાને પણ લોકોને આગળ આવી વોટ આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના બે કેન્દ્રશાસિત પ્રદેશો સાથે પાંચમા તબક્કામાં બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે.
મહારાષ્ટ્ર બેઠકો પર આજે મતદાન: મહારાષ્ટ્રમાં આજે (20 મે) ધુલે, ડિંડોરી, નાસિક, પાલઘર, ભિવંડી, કલ્યાણ, થાણે, મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર-પશ્ચિમ, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ ઉત્તર-મધ્ય, મુંબઈ દક્ષિણ-મધ્ય અને મુંબઈ દક્ષિણ વિસ્તારોમાં મતદાન થઇ રહ્યું છે. એટલે મુંબઈના છ સહિત 13 મતવિસ્તારોનો સમાવેશ થાય છે. જેની મતગણતરી 4 જૂને થશે.
મહારાષ્ટ્રમાં પાંચ તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાંથી ચાર તબક્કામાં 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે અને 13 મેના રોજ મતદાન થઇ ગઈ છે, જ્યારે પાંચમા તબક્કાની ચૂંટણી આજે 20 મેના રોજ યોજાઈ રહી છે.