ETV Bharat / bharat

સલમાનના દોસ્ત, બિશ્નોઈના દુશ્મન ? શું સિદ્દીકીની હત્યા સલમાનના નામે સંકેત ? - BABA SIDDIQUE MURDER CASE

બાબા સિદ્દીકીની હત્યા કરીને બિશ્નોઈ ગેંગે સલમાન સહિત બોલીવુડમાં રહેલા તેમના દુશ્મનને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, તે ધારે તેને પતાવી શકે છે.

સલમાનના દોસ્ત, બિશ્નોઈના દુશ્મન ?
સલમાનના દોસ્ત, બિશ્નોઈના દુશ્મન ? (Etv Bharat Graphics)
author img

By ANI

Published : Oct 13, 2024, 5:12 PM IST

મુંબઈ: બોલીવુડ અભિનેતા સલમાન ખાનના જીવનો દુશ્મન બનેલ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈએ એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. હાલમાં જ મુંબઈ પોલીસે આ અંગેની પુષ્ટી કરી છે. 15 દિવસ પહેલાં જ બાબા સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યાર બાદ 12 ઓક્ટોબરની રાતે 2 હુમલાખોર આવ્યા અને સિદ્દીકીને ગોળી મારીને હત્યા નીપજાવી દીધી.

આ પહેલાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનના પિતા સલીમ ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહત્વપૂર્ણ છે કે, સિદ્દીકી 2004થી 2008 સુધી મહારાષ્ટ્રના કેબિનેટના મંત્રી પણ રહી ચુક્યા છે અને બોલીવુડ સહિત અનેક સેલેબ્રિટીઓ સાથે આત્મિયતા અને સંપર્ક ધરાવતા હતા.

શું સિદ્દીકીની હત્યા સલમાનના નામે સંકેત ? (વીડિયો સોર્સ ANI)

સિદ્દીકીના મોતથી બોલીવુડ જગત સહિત રાજકીય જગતમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. ચોતરફ આ હત્યાકાંડની ટીકા કરવામાં આવી રહી છે સાથે સાથે આ ઘટનાને લઈને મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યાં છે.

આ ઘટના સલમાન ખાનના ઘર પર થયેલા હુમલાના થોડાક મહિનાઓ બાદ થઈ છે. આ વર્ષે એપ્રિલમાં મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા સલમાન ખાનના નિવાસ સ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલા પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો જ હાથ હતો. ગેંગસ્ટરના ભાઈ અનિલ બિશ્નોઈએ ફેસબુક પોસ્ટના માધ્યમથી આ ઘટનાની જવાબદારી લીધી હતી.

આ પહેલા સપ્ટેમ્બરમાં સલમાન ખાનના પિતા પ્રખ્યાત લેખક સલીમ ખાનને મોર્નિંગ વોક દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મોર્નિંગ વોક દરમિયાન એક મહિલાએ લોરેન્સ બિશ્નોઈનું નામ લઈને સલીમ ખાનને ધમકી આપી હતી. સ્કૂટર પર સવાર એક વ્યક્તિ અને બુરખો પહેરેલી મહિલા સલીમ ખાન પાસે આવ્યા હતા અને તેમને ધમકી આપતા કહ્યું હતું કે, 'શું હું લોરેન્સ બિશ્નોઈને મોકલું?'

  1. મુંબઈઃ બાબા સિદ્દીકી હત્યા કેસ, લોરેન્સ ગેંગની સંડોવણીની શંકા, આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
  2. જુઓ: બાબા સિદ્દીકીના મૃત્યુથી પરેશાન સલમાન ખાન, 'બિગ બોસ 18'નું શૂટિંગ કેન્સલ કરીને લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.