ETV Bharat / bharat

'નંદ ઘેર આનંદ ભયો' : મથુરામાં કૃષ્ણ જન્મોત્સવ, 1008 કમળના ફૂલ અને 5 કુંતલ પંચામૃતથી અભિષેક - Janmashtami 2024 - JANMASHTAMI 2024

રાત્રે 12 વાગ્યાની સાથે જ મથુરાના મંદિરોમાં કાન્હાના જન્મોત્સવના ગીત ગુંજવા લાગ્યા હતા. કાન્હાના જન્મસ્થળ પર તમામ ધાર્મિક વિધિ અને ફૂલોની વર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ધર્મનગરીના દરેક મંદિરમાં કાન્હાના જન્મનો આનંદ હતો. મંગળવારે વહેલી સવારે ફરી કાર્યક્રમો શરૂ થયા છે. Janmashtami 2024

મથુરામાં કૃષ્ણ જન્મોત્સવ
મથુરામાં કૃષ્ણ જન્મોત્સવ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2024, 12:34 PM IST

મથુરા : શ્રી કૃષ્ણના જન્મસ્થળ બહાર હજારો ભક્તોની ભીડ, અંદર આરાધ્યના ભવ્ય સ્વાગતની તૈયારી. બીજી તરફ એક પછી એક ધાર્મિક વિધિ ચાલી રહી હતી, લોકો શુભ મુહૂર્તની રાહ જોઈ રહ્યા હતા. સોમવારે રાત્રે 9 વાગ્યા બાદ ધર્મનગરી ભક્તિ અને સમર્પણનો નવો અધ્યાય લખવા જઈ રહ્યો હોય તેમ ભક્તોનો ઉત્સાહ વધ્યો હતો. વચ્ચે વચ્ચે ભક્તો ભાવુક થઈને જયજયકાર કરતાં હતા.

મથુરામાં કૃષ્ણ જન્મોત્સવ : બરાબર 11.55 વાગ્યે શ્રી કૃષ્ણ જન્મસ્થળના દરવાજા 5 મિનિટ માટે બંધ કરી દેવામાં આવ્યા. રાત્રે 12 કલાકે શ્રી ગણેશ નવગ્રહ પૂજાનો પ્રારંભ થયો હતો. આ પછી ગર્ભગૃહમાંથી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ લાવવામાં આવી અને ભગવાનને ચાંદીના કમળ પર બેસાડવામાં આવ્યા હતા.

'નંદ ઘેર આનંદ ભયો' : રાત્રે 12 વાગે કાન્હાના જન્મ સાથે 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી' ના નાદથી મંદિર ગૂંજી ઉઠ્યું. ખુશીની આ ક્ષણે ભક્તોને એટલો આનંદ આપ્યો કે તેમની આંખોમાંથી આંસુ વહી ગયા. હજારો મંદિરોમાં મોડી રાત સુધી આનંદના આ દ્રશ્યો જોવા મળ્યા.

5 કુંતલ પંચામૃતથી અભિષેક : આ પછી કામધેનુ ગાયના દૂધમાંથી બનાવેલ 5 કુંતલ પંચામૃતથી કાન્હાનો અભિષેક કરવામાં આવ્યો અને તેમના ચરણોમાં 1008 કમળના ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા. ઠાકુરજી સોમ ચંદ્રિકા પોશાકમાં સજ્જ હતા. રાત્રે 12:10 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી. 1000 કિલો ગુલાબના ફૂલ અને 10 લિટર ગુલાબજળની વર્ષા કરવામાં આવી, આ પછી કાન્હાને શણગાર કરવામાં આવ્યો.

આજની ઉજવણી શરૂ : શ્રૃંગાર આરતી બાદ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. આજે મંગળવારે સવારે 5 વાગ્યે મંગલ આરતી સાથે જન્માષ્ટમીની ઉજવણી ફરી શરૂ થઈ. જન્મભૂમિની જેલને ભવ્ય રીતે શણગારવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથે પણ પૂજા કરી હતી. આ સાથે દ્વારકાધીશ, બાંકે બિહાર દિર સહિતના હજારો મંદિરોમાં લડ્ડુ ગોપાલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આજે પણ મંદિરોમાં ભજન અને કીર્તન વગેરે ચાલુ રહેશે.

  1. કૃષ્ણ દેહોત્સર્ગ ભૂમિ ભાલકા તીર્થમાં ઉજવાયો "કૃષ્ણ જન્મોત્સવ"
  2. કચ્છના ચિત્રકારે "મોરપીંછ" પર કંડાર્યા "ભગવાન શ્રી કૃષ્ણ"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.