તિરુવનંતપુરમ: કેરળના તિરુવનંતપુરમ પ્રાણી સંગ્રહાલયમાં ચામડીના રોગથી ગ્રસિત સિંહણ માટે અમેરિકાથી દવા મંગાવવામાં આવી છે. આ દવા 6 વર્ષની સિંહણ ગ્રેસી માટે અમેરિકાથી મંગાવવામાં આવ્યું હતું. ત્રિવેન્દ્રમ પ્રાણી સંગ્રહાલયના પશુ ડોક્ટર નિકેશ કિરણે જણાવ્યું કે, ગ્રેસી થોડા વર્ષોથી ક્રોનિક એટોપિક ડર્માટાઇટિસ બિમારીથી પીડિત છે.
તેમણે કહ્યું કે, અમેરિકામાં બની એંટીબાયોટિક 'સેફોવાસિન' (Cefovacin)ના 4 ડોઝ મંગાવવામાં આવ્યા છે. આ દવાની કિંમત 10.000 પ્રતિ ડોઝ છે. ડો. નિકેશ કિરણે જણાવ્યું કે, જોઇટિસ (Zoetis) નામની કંપની દ્વારા આ દવા મંગાવવામાં આવી છે.
સિંહણ ગ્રેસીનો જન્મ આ પ્રાણી સંગ્રહાલયમાં થયો હતો. પરંતુ તેના પાછળમા પગમાં સમસ્યા થઇ ગઇ હતી. જેનો ઇલાજ ચાલી રહ્યો છે. ઠીક થયા બાદ તેને ચેન્નઇના વેંડાલ્લૂર પ્રાણી સંગ્રહાલયમાં શિફ્ટ કરી દેવામાં આવશે, આ બાજુ બીજી સિંહણને તિરુવનંતપુરમ પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવશે. આ સ્થળાંતરણ આનુવંશિક રીતે શ્રેષ્ઠ બાળકોને જન્મ આપવાના ઉદ્દેશ્ય સાથે 'બ્લડ લાઇન એક્સચેન્જ' કાર્યક્રમનો એક ભાગ હશે.
તિરુવનંતપુરમ પ્રાણી સંગ્રહાલયમાં વર્તમાન સમયમાં 3 સિંહ છે, ગ્રેસી સિવાય પ્રાણી સંગ્રહાલયમાં નાયલા (7) નામની એક માદા સિંહ અને લિયો (5) નામનો સિંહ પણ છે. ગ્રેસીનો ઇલાજ પશુ ડોક્ટર નિકેશ કિરણના નેતૃત્વમાં જિલ્લા પશુ ચિકિત્સા કેન્દ્રના ડો. અશ્વથી વીજી, ડો. અજૂ એલેક્ઝેંડર અને ડો, હેરિસની એક ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: