ETV Bharat / bharat

દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં કે. કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવી, જુઓ કોર્ટે શું કહ્યું... - K KAVITHA Judicial Custody

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે BRS નેતા કે. કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી 20 મે સુધી લંબાવી છે. દિલ્હી એક્સાઇઝ સ્કેમ કેસમાં કવિતાની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થઈ રહી હતી, જેના માટે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જાણો સમગ્ર ઘટનાક્રમ

કે. કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવી
કે. કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવી (ETV Bharat Desk)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 14, 2024, 6:40 PM IST

નવી દિલ્હી : રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં BRS નેતા કે. કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી 20 મે સુધી લંબાવી છે. દિલ્હી એક્સાઇઝ સ્કેમ કેસમાં આજે કવિતાની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થઈ રહી હતી, જેના માટે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન ED દ્વારા તપાસ સંબંધિત એક પત્ર રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ કોર્ટે તેને ધ્યાનમાં લીધા વિના સુનાવણી મોકૂફ રાખી અને વિશેષ જજ કાવેરી બાવેજાએ ન્યાયિક કસ્ટડી લંબાવવાનો આદેશ આપ્યો હતો.

સમગ્ર ઘટનાક્રમ : આ પહેલા કોર્ટે કે. કવિતાને 6 મેના રોજ કોર્ટમાં હાજર રહેવાની પરવાનગી આપી હતી. આ દરમિયાન કોર્ટે કવિતાની જામીન અરજી ફગાવી દીધી હતી. બાદમાં 7 મેના રોજ કોર્ટે કવિતાને 14 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી હતી. કવિતાની 11 એપ્રિલના રોજ CBI દ્વારા પણ ધરપકડ કરવામાં આવી હતી. CBI ના જણાવ્યા અનુસાર, કે. કવિતા પણ દિલ્હી એક્સાઈઝ કૌભાંડના કાવતરામાં સામેલ હતી. અગાઉ કવિતા એક્સાઇઝ કૌભાંડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતી.

કે. કવિતાની ધરપકડ : આ કેસમાં 6 એપ્રિલના રોજ CBI દ્વારા કે. કવિતાની ન્યાયિક કસ્ટડીમાં પૂછપરછ પણ કરવામાં આવી હતી. જેના માટે 5 એપ્રિલના રોજ કોર્ટે કે. કવિતાની ન્યાયિક કસ્ટડીમાં પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી. તમને જણાવી દઈએ કે 15 માર્ચે હૈદરાબાદમાં રેડ બાદ ED દ્વારા કવિતાની ધરપકડ કરવામાં આવી હતી. ED અનુસાર ઈન્ડો સ્પિરિટ દ્વારા થયેલા નફાનો 33 ટકા હિસ્સો કવિતા સુધી પહોંચ્યો હતો. કવિતા દારૂના વેપારીઓની લોબી સાઉથ ગ્રુપ સાથે સંકળાયેલી હતી.પૂછપરછ માટે ED દ્વારા મોકલવામાં આવેલા બે સમન્સની કે. કવિતાએ અવગણના કરી હતી. કે. કવિતા હાજર ન થતા બાદમાં રેડ પાડી તેની ધરપકડ કરવામાં આવી હતી.

  1. અરવિંદ કેજરીવાલને 15 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલતી દિલ્હી કોર્ટ, ઈડીના કેસમાં કાર્યવાહી
  2. Excise Policy Scam Case: CM અરવિંદ કેજરીવાલે નીચલી કોર્ટના સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.