ETV Bharat / bharat

Jharkhand CM: EDની કાર્યવાહીથી સંકટમાં CM, સત્તાધારી પક્ષના ધારાસભ્યોને બેગ અને સામાન સાથે તૈયાર રહેવા સૂચના!

દિલ્હી સ્થિત ઝારખંડના મુખ્યમંત્રી હેંમત સોરેનના નિવાસસ્થાન પર EDની કાર્યવાહીથી ઝારખંડમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. 30 અને 31 જાન્યુઆરી આ બે દિવસ ઝારખંડ માટે મહત્વના દિવસ બની રહેશે. શાસક પક્ષના ધારાસભ્યો અને મંત્રીઓને રાંચીમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 30, 2024, 7:57 AM IST

રાંચી: મુખ્યપ્રધાન હેમંત સોરેનના દિલ્હી સ્થિત આવાસ પર EDના દરોડા બાદ ઝારખંડના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે, શાસક પક્ષના ધારાસભ્યો અને મંત્રીઓની દિવસભર મુખ્યમંત્રી આવાસ પર અવર-જવર રહી. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે તમામ ધારાસભ્યોને બેગ અને સામાન સાથે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શાસક પક્ષના તમામ ધારાસભ્યોને સલામત સ્થળે ખસેડવામાં આવી શકે છે, જેના કારણે ઘણા ધારાસભ્યો મૂંઝવણમાં છે. તેથી મંગળવાર અને બુધવાર ઝારખંડ માટે ખૂબ જ ખાસ રહેશે.

અગાઉ પણ થઈ ચૂકી છે કવાયતઃ આ પ્રકારની કવાયત ભૂતકાળમાં પણ થઈ ચૂકી છે, જ્યારે ઓફિસ ઑફ પ્રોફિટ કેસમાં ચૂંટણી પંચનો પત્ર રાજભવન પહોંચ્યો ત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાને અનેક બસો મંગાવવામાં આવી હતી. એક દિવસ તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ખુંટીના લતરાતુ ડેમના પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ તમામને કડક સુરક્ષા હેઠળ છત્તીસગઢની રાજધાની રાયપુરના એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. એવી આશંકા છે કે વર્તમાન સ્થિતિમાં આ જ કવાયતનું પુનરાવર્તન કરવાની તૈયારી કરવામાં આવી રહી છે, પરંતુ ધારાસભ્યોને ક્યાં લઈ જવામાં આવશે તે સ્પષ્ટ નથી કારણ કે પડોશી રાજ્ય છત્તીસગઢમાં હવે કોંગ્રેસની સરકાર નથી. આવી સ્થિતિમાં, માત્ર પશ્ચિમ બંગાળને જ મોટા વિકલ્પ તરીકે જોવામાં આવે છે, એવી પણ સંભાવના છે કે ધારાસભ્યોને પણ તેલંગાણામાં ખસેડવામાં આવે છે.

સીએમ હાઉસમાં ગરમાવો: EDની કાર્યવાહીની તેજ થતી જોઈને શાસક પક્ષ ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને આરજેડીના તમામ ધારાસભ્યોને 31 જાન્યુઆરી સુધી રાંચીમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રીના નિવાસસ્થાને સોમવારે મોડી સાંજ સુધી ચાલેલી બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો હતો. મુખ્યમંત્રી હેમંત સોરેનની ગેરહાજરીમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીને લઈને મીડિયામાં આવી રહેલા સમાચારો પર ચર્ચા કરવામાં આવી હતી.

ધારાસભ્યોની બેઠક: મળતી માહિતી મુજબ, શાસક પક્ષના કેટલાક ધારાસભ્યોએ પણ બેઠકમાં સૂચન કર્યું હતું કે જટિલ પરિસ્થિતિનો સામનો કરતા પહેલા પ્લાન B તૈયાર રાખવો જોઈએ. મુખ્યમંત્રી આવાસ પર લગભગ ત્રણ કલાક ચાલેલી આ બેઠક બાદ બહાર આવતા ધારાસભ્યો અને મંત્રીઓ મીડિયાથી અંતર રાખતા જોવા મળ્યા હતા. ભાજપ દ્વારા મુખ્યમંત્રી અંગે ઉઠાવવામાં આવતા સવાલનો જવાબ આપતા ધારાસભ્ય ઈરફાન અન્સારીએ કહ્યું કે, ભાજપ જે રીતે આદિવાસી મુખ્યમંત્રી વિશે ખોટો પ્રચાર કરી રહી છે તે યોગ્ય નથી. વિધાનસભ્ય અંબા પ્રસાદે કહ્યું કે આપણે સૌ કોઈ આ પ્રકારના સંજોગોથી વાકેફ છીએ, તેથી અમે બધા એકજૂટ છે અને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. સીએમ આવાસ પર યોજાયેલી આ બેઠકમાં મંત્રી આલમગીર આલમ, મંત્રી બન્ના ગુપ્તા, મિથિલેશ ઠાકુર, બેબી દેવી, ધારાસભ્ય સરફરાઝ અહેમદ, ઈરફાન અંસારી, મથુરા મહતો સહિત 30 થી વધુ ધારાસભ્યો અને મંત્રીઓ હાજર રહ્યા હતા

  1. Tejashwi Yadav: તેજસ્વીને ગુજરાતીઓ વિષયક ટિપ્પણી પરત લેવા અને યોગ્ય નિવેદન દાખલ કરવા સુપ્રીમનો આદેશ
  2. NewsClick case : પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીની ન્યાયિક કસ્ટડી 17 ફેબ્રુઆરી સુધી લંબાવાઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.