ETV Bharat / bharat

JEE MAIN 2025 નવી પરીક્ષા પેટર્ન પર લેવામાં આવશે, NTA પરીક્ષાનું સંચાલન કરશે - JEE MAIN 2025

NTA એ JEE MAIN 2025 પરીક્ષાને લઈને મોટો ફેરફાર કર્યો છે. પ્રશ્નપત્રના પ્રશ્નોમાં હવેથી છૂટછાટ મળશે નહીં.

NTA પરીક્ષાનું સંચાલન કરશે
NTA પરીક્ષાનું સંચાલન કરશે (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2024, 11:57 AM IST

કોટા: દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જોઇન્ટ એન્ટ્રેસ એક્ઝામ મેઇન( JEE MAIN 2025)ના શેડ્યુલની રાહ લાખો વિદ્યાર્થીઓ રાહ જોઇ રહ્યા છે. ખાસ કરીને ગણિતનો અભ્યાસ કરતા 12 લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમાં ભાગ લે છે. લાંબા સમયથી તેનું શેડ્યુલ જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી હતી.એવામાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જો કે, શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ નોટિફિકેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, 2025 JEE મેઇન પરીક્ષા તેઓ જ કંડક્ટ કરાવશે સાથે જ તેની પેપર પેટર્ન બદલાઇ જશે.

એજ્યુકેશન નિષ્ણાંત દેવ શર્માએ જણાવ્યું કે, ગુરુવારના દિવસ અને રાત નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ બન્ને નોટીસ બહાર પાડી હતી. તેમણે જણાવ્યું કે, 2019માં JEE MAIN પરિક્ષાનું આયોજન કરી રહ્યા છે અને 2025માં કેન્દ્ર સરકારના ઉચ્ચ શિક્ષા મંત્રાલયને આ જવાબદારી સોંપી હતી. એવામાં જલ્દી જ તેના માટે રજિસ્ટ્રેશન શરુ થઇ જશે. પરંતુ બદલાતી પેટર્નની સંપૂર્ણ માહિતી ઇન્ફોર્મેશન બુલેટિન સાથે આપવામાં આવશે. પરિક્ષા આપવા માંગતા ઇચ્છતા ઉમેદવારોને સલાહ આપવમાં આવી છે કે, તેઓ વારંવાર નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઇટ જોતા રહે.

પેપર બીમાં નહીં હોય કોઇ વિકલ્પ: એજ્યુકેશન નિષ્ણાંત દેવ શર્માએ જણાવ્યું કે, JEE MAIN પ્રવેશ પરિક્ષામાં દરેક વિષયના પ્રશ્નપત્રમાં સેક્શન બીમાં 5 પ્રશ્નો હશે. બધા જ પ્રશ્નો ફરજિયાત છે. તેનાથી પહેલા સેક્શન બીમાં 10 પ્રશ્નો હતા. ઉમેદવારે એમાંથી 5 પ્રશ્નોનો ઉકેલ લાવવાનો હતો. NTA એ જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે કોવિડ-19 ના સમયગાળા દરમિયાન ઉમેદવારોના હિતમાં પરીક્ષા પેટર્નમાં કરાયેલા બદલાવને હટાવી દેવામાં આવ્યો છે. હવે ફરી વખત મૂળ પેટર્ન પર જ પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. JEE MAIN પ્રવેશ પરિક્ષાનું પ્રશ્ન પત્ર આ પ્રમાણે હશે, જે પ્રશ્નપત્રમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ જેવા વિષયોમાંથી 25 પ્રશ્નો પૂંછવામાં આવશે. દરેક વિષયના પ્રશ્નપત્રને 2 સેક્શનમાં વહેંચવામાં આવશે. સેક્શન એ માં 20 પ્રશ્નો હશે. આ પ્રશ્નો ઇટીજર પ્રકારના હશે. બંન્ને સેક્શનના બધા પ્રશ્નોને સોલ્વ કરવા પડશે.

આ પ્રકારની હશે પેટર્ન, કટઓફ જશે નીચે: દેવ શર્માએ જણાવ્યું કે, આ હિસાબે JEE MAIN 2025 ના પ્રશ્નપત્રોમાં કુલ 75 પ્રશ્નો હશે. જેના માર્કિંગ પેટર્ન અનુસાર સાચા પ્રશ્ન ઉપર 4 ગુણાંક આપવામાં આવશે અને ખોટા પર 1 ગુણાંક કાપવામાં આવશે. આ હિસાબથી કુલ 300 ગુણનું પ્રશ્નપત્ર હશે. JEE MAIN પ્રવેશ પરીક્ષાના પ્રશ્નપત્રોમાં હવે વિકલ્પ નહી હોવાને લીધે ઉમેદવારો માટે સ્કોર કરવો પહેલા કરતા મુશ્કેલ બનશે. દેવ શર્માંએ જણાવ્યું કે, JEE MAIN ની જેમ JEE એડવાન્સના ક્વોલિફાઇંગ કટઓફ નીચે જશે.

આ પણ વાંચો:

  1. મેટા આ રીતે યુઝર્સને ઓનલાઈન છેતરપિંડીથી બચાવશે, ભારત સરકાર સાથે મળીને કરશે આ કામ
  2. જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે થઈ અરજી, સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા સહમત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.