રાજસ્થાન : દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામના (JEE MAIN 2024) પ્રથમ સત્રનું સ્કોર કાર્ડ આજે મંગળવારની સવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષાના ઉમેદવારો નેશનલ ટેસ્ટિંગ એજન્સીની ઓફિશિયલ વેબસાઈટ https://jeemain.nta.ac.in/ પર જઈને તેમનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ માટે ઉમેદવારે તેમનો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તેમની વેબસાઈટ પર આ લિંક જાહેર કરી છે.
ફાઇનલ આન્સર કી : એજ્યુકેશન એક્સપર્ટ દેવ શર્માએ જણાવ્યું હતું કે, 12 ફેબ્રુઆરી, સોમવારે બપોરે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ફાઇનલ આન્સર કી બહાર પાડી હતી. જેમાં 6 સવાલ છોડી દેવામાં આવ્યા છે. ગણિત અને ભૌતિકશાસ્ત્રના ત્રણ-ત્રણ પ્રશ્નો છે. તેના આધારે વિદ્યાર્થીઓના સ્કોર કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા.
કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી ? દેવ શર્માએ જણાવ્યું કે NTA દ્વારા 10 શિફ્ટમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી 12,21,615 વિદ્યાર્થીઓએ BE અને B.Tech પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 95.8 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, એટલે કે 11,70,036 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી BE અને B.Tech ની પરીક્ષા લેવામાં આવી છે. આ પરીક્ષામાં સૌથી વધુ હાજરીનો રેકોર્ડ બન્યો છે. આ પરીક્ષા 291 શહેરોમાં લેવામાં આવી હતી, જેમાં 21 વિદેશી શહેર પણ સામેલ હતા. આ શહેરોમાં 544 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા સંપૂર્ણ પણે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડ પર લેવામાં આવી હતી.
લેટલતીફ NTA : નેશનલ ટેસ્ટિંગ એજન્સીની જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ મેઈન્સના રજીસ્ટ્રેશન દરમિયાન જ પ્રથમ સત્રના સ્કોરકાર્ડ બહાર પાડવા માટે 12 ફેબ્રુઆરીની તારીખ જાહેર કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં ઉમેદવારો 12 ફેબ્રુઆરીની સવારથી તેમના સ્કોર કાર્ડની રાહ જોતા હતા. પરંતુ NTA દ્વારા 12 ફેબ્રુઆરીની બપોરે ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી.
12 ફેબ્રુઆરીએ ફાઈનલ આન્સર કી આવ્યા બાદ જ સ્કોરકાર્ડ જાહેર કરવાના હતા. પરંતુ આખી રાત પસાર કર્યા બાદ આ સ્કોરકાર્ડ 13 ફેબ્રુઆરી, મંગળવારની સવારે 5:50 વાગ્યે બહાર પાડવામાં આવ્યા. આ પરીક્ષા આપનાર મોટાભાગના ઉમેદવારોની બોર્ડની પણ પરીક્ષા હોય છે. ઘણા વાલીઓ સોશિયલ મીડિયા પર માંગ કરી રહ્યા છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને JEE એડવાન્સ્ડ જેમ સ્કોરકાર્ડ અને પરિણામ જાહેર કરવા માટે સમય નક્કી કરવો જોઈએ. જેથી ઉમેદવારો વારંવાર વેબસાઇટની મુલાકાત લેવામાં તેમનો સમય બગાડે નહીં.
આ લિંક પરથી ડાઉનલોડ કરો તમારું સ્કોરકાર્ડ
https://jeemain.ntaonline.in/frontend/web/scorecard/index
https://jeemain.ntaonline.in/frontend/web/site/login