ETV Bharat / bharat

આજે ઈન્દોરમાં રચાશે વૃક્ષારોપણનો વર્લ્ડ રેકોર્ડ, અમિત શાહની હાજરીમાં 12 કલાકમાં 11 લાખ છોડનું થશે વૃક્ષારોપણ - indor plantation world record

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 14, 2024, 9:29 AM IST

વૃક્ષો એ આપના મિત્રો હોય છે એવું આપણે શાળામાં ભણીને આવ્યા છીએ ને હવે ગૃહ મંત્રીના અમિત શાહના નવા અભિયાન પ્રમાણે 'એક વૃક્ષ માંના નામે'થી એક નવા વિચારની શરૂઆત થઈ રહી છે. જેના અંતર્ગત ઈન્દોરમાં રવિવારે એક સાથે 11 લાખ છોડવાઓ વાવવામાં આવશે. આ કાર્યક્રમની નોંધ ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં પણ લેવામાં આવશે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. જાણો. indor plantation world record

આજે ઈન્દોરમાં બનશે વૃક્ષારોપણનો વર્લ્ડ રેકોર્ડ
આજે ઈન્દોરમાં બનશે વૃક્ષારોપણનો વર્લ્ડ રેકોર્ડ (Etv Bharat Gujarat)

ઈન્દોર: દેશનું સૌથી સ્વચ્છ શહેર એટલે કે ઈન્દોર. અને આ શહેર એક સાથે 11 લાખ છોડ વાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રવિવારે સવારે મહા વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત શહેરની રેવતી રેન્જની ટેકરીઓ પર 50 હજારથી વધુ લોકો વૃક્ષારોપણ કરશે. 'વન ટ્રી ઇન નેમ ઓફ મધર' અભિયાન હેઠળ વૃક્ષારોપણ માટે ગૃહમંત્રી અમિત શાહની સાથે દેશભરમાંથી પર્યાવરણવાદીઓ અને અનેક પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહેશે. જેની નોંધ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ કરવામાં આવશે.

અમિત શાહની હાજરીમાં 12 કલાકમાં 11 લાખ છોડ વાવવામાં આવશે (Etv Bharat Gujarat)

51 લાખ વૃક્ષો વાવવાની તૈયારી: ઇન્દોરમાં વધતા પ્રદૂષણ અને તાપમાનને કાબુમાં લેવા માટે રાજ્યના શહેરી પ્રશાસન મંત્રી કૈલાશ વિજયવર્ગીયની પહેલ પર લાખો વૃક્ષો વાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 51 લાખ વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. આ અભિયાન 7મી જુલાઈથી ઔપચારિક રીતે શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં 23 થી 24 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ અભિયાન પાછળનું કારણ એ હતું કે સમાજના દરેક વર્ગ અને દરેક નાગરિક પર્યાવરણ પ્રત્યે પહેલ કરી પર્યાવરણ બચાવવામાં પોતાની ભાગીદારી આપે. તેથી ઈન્દોરમાં માત્ર શહેરી વહીવટ વિભાગ જ નહીં પરંતુ જિલ્લા વહીવટીતંત્ર, વન વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરના વિવિધ સામાજિક અને ઔદ્યોગિક વિભાગો સાથે સંકળાયેલી સંસ્થાઓ પણ આ અભિયાનમાં સક્રિય થઈ રહી છે.

20 કરોડના રોપા દાન કરાયા: વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવા મોટી સંખ્યામાં લોકોએ સામુહિક પ્રયાસો કરી રહ્યા છે. દેશના વિવિધ ભાગોમાંથી છોડ એકત્રિત કરવામાં આવ્યા છે અને 20 કરોડના રોપા દાનમાં આપવામાં આવ્યા છે. આ છોડને 300 ટ્રકમાં ભરીને પ્લાન્ટેશન સાઇટ પર લાવવામાં આવ્યા છે. આ અભિયાન વિશે કૈલાશ વિજયવર્ગીય જણાવતા કહ્યું કે, 'રેવતી રેન્જમાં જે જંગલ આકાર લેશે તે સમગ્ર શહેરની અમૂલ્ય સંપત્તિ હશે. આપણા બાળકોનું ભવિષ્ય આ વૃક્ષો સાથે જોડાયેલું છે. આવનારા સમયમાં આ સ્થળ ઈન્દોર શહેર અને આસપાસના વિસ્તારો માટે એક મોટું પિકનિક સ્પોટ બની જશે.

અને આ રીતે બનશે વલ્ડ રેકોર્ડ: ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે 11 લાખ ખાડાઓ તૈયાર કરવા માટે શનિવારે સાંજે 6 વાગ્યાથી ખાડાઓ ખોદવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 11 લાખ વૃક્ષારોપણનો વર્લ્ડ રેકોર્ડ 100 કેમેરાથી મોનિટર કરવામાં આવશે. વૃક્ષારોપણના આ મહાઅભિયાનમાં દરેક સમાજના આરાધ્ય દેવતા અને દરેક સંસ્થાના આદર્શના નામે જંગલોનું નામકરણ કરવામાં આવશે. રેવતી રેન્જ વિસ્તારને વૃક્ષારોપણ માટે 9 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. 9 ઝોન જે 100 સબઝોનમાં વહેંચાયેલા છે. જેમાં 1 લાખ 21 હજાર મોટા વૃક્ષો અને 4 લાખ 50 હજાર નાના વૃક્ષો વાવવામાં આવશે. નાના વૃક્ષો 5 થી 6 ફૂટ ઊંચા હશે, જેનો અસ્તિત્વ દર 90 ટકાથી વધુ છે. વૃક્ષારોપણ બાદ તેની જાળવણી માટેનો પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે.

વૃક્ષારોપણ અભિયાન માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે: આ પ્રસંગે તબીબો, સંયોજકો, કાઉન્સિલરો, યુવા મોરચા, બીએસએફ, આર્મી, તાલીમ શાળાઓના સ્વયંસેવકોની ટીમ, એનએસએસ, એનસીસી કેડેટ્સ, કોલેજના વિદ્યાર્થીઓ, ધાર્મિક, સાંસ્કૃતિક અને એનજીઓના લોકો તૈનાત કરવામાં આવશે જેઓ વ્યવસ્થાનું સંચાલન કરશે. અને આ રીતે વૃક્ષારોપણમાં મદદ કરશે. વૃક્ષારોપણ માટે 10 હજારથી વધુ કટર, વોટરિંગ કેન, પાવડા, એસેસરીઝ, ટી-શર્ટ, કેપ વગેરેનું નાગરિકોને વિતરણ કરવામાં આવશે. આ સાથે દર બે કલાકે 5 થી 10 હજાર લોકોની ટીમ બદલવામાં આવશે. રેવતી રેન્જમાં 10,000ની પ્લાન્ટેશન ક્ષમતા ધરાવતા 100થી વધુ વ્યક્તિગત બ્લોકનું સંકલન કરવા માટે 1,000 લોકોની એક ટીમ બનાવવામાં આવી છે.

ગીતો, સંગીત અને મનોરંજન સાથે ભોજનની વ્યવસ્થા: રેવતી રેન્જ ખાતે વૃક્ષારોપણ માટે આવતા તમામ લોકો માટે સ્વાદિષ્ટ તાજું ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં 48 કલાક સુધી સતત તાજું ભોજન તૈયાર કરવામાં આવશે. વૃક્ષારોપણ અભિયાનમાં જોડાયેલા લોકોને પ્રોત્સાહિત કરવા ગીત-સંગીતની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠશે.

  1. પાટણમાં 22 હજાર વૃક્ષો વાવી "શ્રી રામ વન" નિર્માણનો પ્રારંભ, ગુજરાતનો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ બનશે
  2. રાજ્યમાં ગ્રીન કવર વધારવા મહત્વપૂર્ણ નિર્ણય, દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઇવે બનશે હરિયાળો - Gandhinagar Cabinet meeting

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.