સતના: મધ્યપ્રદેશના મૈહરની રહેવાસી MBBS સ્ટુડન્ટ સૃષ્ટિ શર્માનું રશિયામાં રોડ અકસ્માતમાં મોત થયું છે. પોતાની વ્હાલી દીકરીને ગુમાવવાના આઘાત જનક સમાચાર મળતા પરિવારજનો રડી પડ્યા છે. મૃત્યુ બાદ પરિવારે સૃષ્ટિના મૃતદેહને અંતિમ દર્શન માટે ભારત લાવવા સરકાર પાસે મદદ માંગી છે. આ અંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સૂચના પર ગૃહ વિભાગે ભારત સરકારના વિદેશ મંત્રાલયને પત્ર લખીને પ્રયાસો શરૂ કર્યા છે.
કારનું ટાયર નીકળી જતા અકસ્માત
પરિવારના સભ્યો અને રશિયન મીડિયા અનુસાર આ ઘટના શુક્રવારે બપોરે બની હતી. એમબીબીએસની વિદ્યાર્થિની સૃષ્ટિ શર્મા તેના અન્ય 6 મિત્રો સાથે કારમાં પ્રવાસે જઈ રહી હતી. રસ્તામાં અચાનક ટાયર ફાટવાથી કારનો દરવાજો ખૂલી ગયો હતો અને વિદ્યાર્થિની રોડ પર પડી જતા દૂર સુધી ફંગોળાઈ ગઈ હતી. માથામાં ગંભીર ઈજાને કારણે તેનું ત્યાં જ મોત થઈ ગયું. વિગતો મુજબ વિદ્યાર્થિનીએ સીટ બેલ્ટ બાંધ્યો ન હતો. આ ઘટનામાં કારના ડ્રાઈવર અને અન્ય વિદ્યાર્થીઓને કોઈ ઈજા થઈ નથી.
रूस में अध्ययनरत कुमारी सृष्टि शर्मा के पार्थिव शरीर को भारत लाने के लिए मध्यप्रदेश सरकार ने शुरू किए प्रयास
— Chief Minister, MP (@CMMadhyaPradesh) October 11, 2024
मुख्यमंत्री डॉ. मोहन यादव के निर्देश पर गृह विभाग ने भारत सरकार के विदेश मंत्रालय से अनुरोध किया है कि, रूस में एक सड़क दुर्घटना में मृत कुमारी सृष्टि शर्मा पुत्री डॉ.…
સૃષ્ટિના પિતા પણ ડોક્ટર છે
22 વર્ષની MBBS સ્ટુડન્ટ સૃષ્ટિ શર્માના પિતા ડૉ. રામકુમાર શર્મા મૈહરના જૂના વિસ્તારમાં રહે છે. તેમના જણાવ્યા અનુસાર, સૃષ્ટિ રશિયાના ઉફા સ્થિત બશ્કિર યુનિવર્સિટીમાંથી MBBSનો અભ્યાસ કરી રહી હતી. તે ત્રીજા વર્ષની વિદ્યાર્થીની હતી. સૌ પ્રથમ, સૃષ્ટિની જુનિયર ઝોયાએ પોતાના પિતા કાલિમને ફોન પર આ ઘટનાની જાણ કરી હતી, જેમની પાસેથી ઘટના વિશે માહિતી મેળવી હતી. દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને માતા-પિતાની હાલત ખરાબ છે.
સૃષ્ટિ શર્મા એકમાત્ર પુત્રી હતી
સૃષ્ટિ તેના માતા-પિતાની એકમાત્ર પુત્રી હતી. પિતા મૈહરમાં તેમનું ક્લિનિક ચલાવે છે અને વર્ષોથી લોકોની સારવાર કરે છે. સૃષ્ટિનું પણ ડૉક્ટર બનવાનું સપનું હતું. તે મેડિકલનો અભ્યાસ કરીને તેના પિતાની જેમ મૈહરના લોકોની સેવા કરવા માંગતી હતી. તેનો અભ્યાસ આ વર્ષે પૂરો થવાનો હતો.
રાજ્ય સરકારે મૃતદેહ લાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા
મધ્યપ્રદેશ સરકારના ગૃહ વિભાગે વિદેશ મંત્રાલય, ભારત સરકારને વિનંતી કરી છે કે, રશિયામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલી સૃષ્ટિના શર્માના પાર્થિવ દેહને ભારત લાવવા માટે મદદ કરવામાં આવે.
મુખ્યમંત્રીએ કહ્યું, તમામ શક્ય પ્રયાસો કરવામાં આવશે
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. યાદવે જણાવ્યું હતું કે, "રાજ્ય સરકાર આ દુ:ખદ ઘટનામાં પરિવારને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે તૈયાર છે અને કુમારી સૃષ્ટિ શર્માના નશ્વર અવશેષોને ઝડપથી અને સુરક્ષિત રીતે તેમના વતન મૈહાર, મધ્યપ્રદેશમાં લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે."
આ પણ વાંચો: