ETV Bharat / bharat

ભારતીય હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી, અરુણાચલમાં હિમવર્ષા તો દેશના પૂર્વીય ભાગમાં હિટવેવની સંભાવના - heat wave forecast - HEAT WAVE FORECAST

ભારતીય હવામાન વિભાગે (IMD) મહત્વપૂર્ણ આગાહી કરી છે. જે અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ભારતના વિવિધ વિસ્તારમાં હિટવેવ, વરસાદ અને હિમવર્ષા સુધીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જુઓ સમગ્ર વિગત

ભારતીય હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી
ભારતીય હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 23, 2024, 4:30 PM IST

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગે (IMD) મંગળવારે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસમાં મુખ્યત્વે પૂર્વી ભારત સહિત દેશના કેટલાક ભાગોમાં હીટવેવ અને તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.

તાપમાનમાં વધારો : આ અઠવાડિયાની શરૂઆતમાં ઓડિશા અને રાયલસીમાના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42-45 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં વધી ગયું હતું. બીજી તરફ પશ્ચિમ બંગાળ, ઝારખંડ, વિદર્ભ, છત્તીસગઢ, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ, તેલંગાણા, તટીય આંધ્રપ્રદેશ અને યનમના કેટલાક ભાગોમાં પણ આવી સ્થિતિ જોવા મળી હતી, જ્યાં તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હતું.

હીટવેવની આગાહી : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળના અલગ-અલગ વિસ્તારમાં ગંભીર હીટ વેવની સ્થિતિ પ્રવર્તે તેવી સંભાવના છે. ઉપરાંત આગામી 5 દિવસ દરમિયાન કર્ણાટકના આંતરિક ભાગના અલગ-અલગ વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિની આગાહી કરે છે. જેમાં 25 અને 26 એપ્રિલના રોજ ઓડિશા અને ઝારખંડ, 23 થી 26 એપ્રિલ દરમિયાન પૂર્વ ઉત્તરપ્રદેશ, 24 થી 26 એપ્રિલ દરમિયાન પશ્ચિમ ઉત્તરપ્રદેશ, બિહાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળમાં પણ આવી સ્થિતિ રહેશે.

ભારે વરસાદની સંભાવના : 23 એપ્રિલના રોજ ઓડિશા, ગંગાના પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તથા 23-24 એપ્રિલના રોજ પેટા-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વાવાઝોડા, વીજળી અને 30-40 કિમી પ્રતિ કલાક તેજ પવન સાથે છૂટાછવાયા હળવા/મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગના અનુસાર અરુણાચલ પ્રદેશમાં 23-24 એપ્રિલ દરમિયાન ફક્ત ભારે વરસાદ અને 23 એપ્રિલના રોજ ભારે વરસાદની આગાહી છે.

વરસાદ અને વાવાઝોડાની આગાહી : તેનાથી વિપરીત ઉત્તર-પૂર્વ ભારતમાં અલગ-અલગ સ્થળોએ વાવાઝોડાં, વીજળી અને તેજ પવન સાથે ભારે વરસાદ અપેક્ષિત છે. દરમિયાન આગામી બે દિવસ પૂર્વ અને મધ્ય ભારતમાં વીજળી અને તેજ પવન સાથે મધ્યમ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.

હિમવર્ષાની આગાહી : IMD આગાહી કરી છે કે, એક ચક્રવાત પરિભ્રમણને કારણે જે ઉત્તર-પૂર્વ આસામ અને અન્ય ઉત્તર-પૂર્વ બાંગ્લાદેશમાં નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરોમાં સ્થિત છે. જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં એકદમ વ્યાપકથી વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ/હિમવર્ષા સાથે અલગ-અલગ વાવાઝોડા, વીજળી અને 30-40 કિમી પ્રતિ કલાકના તોફાની પવન ફૂંકાય તેવી સંભાવના છે. ઉપરાંત 23-28 એપ્રિલ દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયો વરસાદ થવાની સંભાવના છે.

પશ્ચિમી વિક્ષેપ : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પર પશ્ચિમી વિક્ષેપ 26 એપ્રિલથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરે તેવી શક્યતા છે. જેના પરિણામે ચોક્કસ વિસ્તારમાં છૂટાછવાયાથી એકદમ વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ/હિમવર્ષા સાથે વાવાઝોડા, વીજળી અને કરા પડવાની શક્યતા છે.

  1. હવામાન વિભાગ દ્વારા 5 રાજ્યોમાં લૂની આગાહી તો આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ
  2. કર્ણાટક, ઝારખંડ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં હીટવેવની આગાહી, ઉત્તર-પૂર્વમાં વરસાદ - IMD

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.