ઉત્તરાખંડ : દહેરાદુન સ્થિત ભારતીય મિલિટરી એકેડમી (IMA)માં આજે પાસિંગ આઉટ પરેડ યોજાઈ, આ સાથે દેશને નવા 456 આર્મી ઓફિસર મળ્યા. આજે એકેડેમીમાંથી 35 વિદેશી કેડેટ્સ પણ પાસ આઉટ થયા. આ વખતે નેપાળના આર્મી ચીફ અશોક રાજ પાસ આઉટ પરેડમાં સમીક્ષા અધિકારી તરીકે પરેડની સલામી લીધી. આર્મી ઓફિસર તરીકે નિમણૂક થતા પહેલા તમામ જેન્ટલમેન કેડેટ્સે ભારતીય સેનાની પરંપરાઓને જાળવી રાખવા અને ત્રિરંગા ધ્વજને હંમેશા ઉંચો રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.
IMA પાસિંગ આઉટ પરેડ: આજનો દિવસ ભારતીય સૈન્ય અકાદમીના ગૌરવશાળી ઈતિહાસમાં સામેલ થયો છે. આજે ઇન્ડિયન મિલિટરી એકેડમીના 456 કેડેટ્સ ભારતીય સેનામાં ઓફિસર તરીકે જોડાયા છે. ખાસ વાત એ છે કે એકેડેમીમાંથી 35 વિદેશી કેડેટ્સ પણ પાસ આઉટ થયા. પાસિંગ અને પરેડમાં સમીક્ષા અધિકારી તરીકે નેપાળના આર્મી ચીફ એકેડમીમાં પરેડની સલામી લીધી.
દેશને મળ્યા 456 રણબંકા : ભારતીય સૈન્ય એકેડેમીમાં ઘણા સમયથી પરેડની તૈયારીઓ ચાલી રહી હતી. હવે તમામ તૈયારીઓ પૂર્ણ કર્યા બાદ એકેડેમીમાં કેડેટ્સ આર્મી ઓફિસર બનવાથી એક પગલું દૂર છે. પરેડ બાદ યોજાનાર પીપિંગ અને શપથ સમારોહ બાદ પાસિંગ આઉટ બેચના 456 જેન્ટલમેન કેડેટ્સ ભારતીય સેનામાં ઓફિસર તરીકે જોડાયા.
35 વિદેશી કેડેટ પાસ આઉટ થયા : પ્રથમસિંહને ગોલ્ડ મેડલ, જતીન કુમારને સિલ્વર, સ્વોર્ડ ઓફ ઓનર અને મયંક ધ્યાનીને બ્રોન્ઝ અને પ્રવીણ કુમારને બાંગ્લાદેશ મેડલ એનાયત કરવામાં આવશે. 35 વિદેશી જેન્ટલમેન કેડેટ પણ પાસ આઉટ થયા. નોંધનીય છે કે, પાસિંગ આઉટ પરેડ માટે ચેટ વૂડ બિલ્ડિંગની સામે જ મહેમાનો માટે ખુરશીઓ મૂકવામાં આવી હતી. સૈન્ય અધિકારીઓ તેમના પરિવારજનો અને જેન્ટલમેન કેડેટ્સના સંબંધીઓ સવારે 6 વાગ્યાથી IMA પહોંચી ગયા હતા.