નવી દિલ્હી: ઈઝરાયેલ અને લેબનાન ઉગ્રવાદી સમૂહ હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઇઝરાયેલના હુમલાના જવાબમાં, હિઝબુલ્લાએ પણ રવિવારે એક સાથે અનેક રોકેટ હુમલાઓ કર્યા. જે બાદ સમગ્ર ઉત્તર ઇઝરાયેલમાં સાયરન વગાડવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લેબનોનથી ઉત્તરી ઈઝરાયેલના હાઈફા બંદર વિસ્તારમાં સેંકડો વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા.
હાઈફા પોર્ટ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ બંદર ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સાત કંપનીઓ સાથે સ્થાનિક કંપની દ્વારા સંચાલિત છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં હાજર 6 બંદરોમાં હાઈફા સૌથી મોટું બંદર છે.
તે ઇઝરાયેલના મુખ્ય વેપારી શહેર તેલ અવીવથી લગભગ 90 કિમી દૂર છે. હાઈફા પોર્ટ પર હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં બે કન્ટેનર ટર્મિનલ અને બે મલ્ટી-કાર્ગો ટર્મિનલનો સમાવેશ થાય છે. વિકસિત ઘાટની કુલ લંબાઈ 2,900 મીટરથી વધુ છે. વધુમાં હાઇફા પોર્ટમાં રોલ-ઓન રોલ-ઓફ (RORO), વિવિધ પેસેન્જર સુવિધાઓ સાથેનું ક્રૂઝ ટર્મિનલ અને વિકાસ માટે 2 કિમીની વોટરફ્રન્ટ લંબાઈ છે.
આ સોદો ગયા વર્ષે થયો હતો: અદાણીએ ગયા વર્ષે જાન્યુઆરીમાં આ બંદર 4 બિલિયન શેકેલ ($1.18 બિલિયન)માં ખરીદ્યું હતું. કંપનીએ યહૂદી રાજ્યમાં વધુ રોકાણ કરવા અને આ ભૂમધ્ય શહેરની સ્કાયલાઇનને બદલવા માટે એક સોદો કર્યો છે. આ ડીલમાં તેલ અવીવમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લેબોરેટરી ખોલવાનો પણ સમાવેશ થાય છે.
100થી વધુ રોકેટ છોડ્યા: તમને જણાવી દઈએ કે, હિઝબુલ્લાહે હૈફા પર 100થી વધુ રોકેટ છોડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા વર્ષે ઓક્ટોબરમાં યુદ્ધની શરૂઆત પછી ઇઝરાયેલ પર આ સૌથી ખરાબ રોકેટ હુમલો છે. ઈઝરાયેલના મીડિયા અનુસાર, હિઝબુલ્લાએ પહેલીવાર હૈફા નજીક રમત ડેવિડ એરબેઝને નિશાન બનાવ્યું. 'ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ'ના અહેવાલ મુજબ, હિઝબુલ્લાના રોકેટ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા છે.
હજારો લોકોને આશ્રય લેવાની ફરજ પડી: ઇઝરાયેલની સેનાએ કહ્યું કે, રવિવારે લેબનોનમાંથી 100 થી વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા, જેના કારણે લાખો લોકોએ આશ્રય લેવો પડ્યો હતો અને ઉત્તર ઇઝરાયેલમાં પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ કરવી પડી હતી. . બીજી તરફ, હિઝબુલ્લાએ કહ્યું કે ઇઝરાયેલના હુમલાના જવાબમાં, તેઓએ હાઇફામાં રાફેલ સંરક્ષણ કંપનીની સુવિધાને રોકેટ વડે નિશાન બનાવ્યું અને ઇઝરાયેલના રામત ડેવિડ એરબેઝ પર ડઝનેક રોકેટ છોડ્યા.
આ પણ વાંચો: