બેંગલુરુ: કર્ણાટક હાઈકોર્ટે સપ્ટેમ્બર 2023 માં જારી કરાયેલા સરકારી આદેશની માન્યતા પર સવાલ ઉઠાવતા લગ્ન પ્રમાણપત્રો જારી કરવાની વક્ફ બોર્ડની સત્તાને રદ કરી હતી. આ સસ્પેન્શન વકફ એક્ટ 1995 હેઠળ વકફ બોર્ડની સત્તાના અવકાશ અંગેની ચર્ચા વચ્ચે આપવામાં આવ્યું છે.
'ધ હેલ્પિંગ સિટીઝન' NGOના સ્થાપક એ આલમ પાશા દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL)ની સુનાવણી બાદ કોર્ટે આ વચગાળાનો આદેશ આપ્યો હતો. પાશાએ દલીલ કરી હતી કે, મુસ્લિમ યુગલોને લગ્નનું પ્રમાણપત્ર આપવા અંગે વક્ફ બોર્ડની કાર્યવાહી તેના કાયદાકીય અધિકારક્ષેત્રની બહાર છે.
આ અરજી ખાસ કરીને 30 સપ્ટેમ્બર, 2023 ના રોજના સરકારી આદેશને પડકારે છે, જેમાં મુસ્લિમ લગ્નો માટે લગ્ન પ્રમાણપત્ર આપવા માટે જિલ્લા વક્ફ બોર્ડને અધિકૃત કરવામાં આવ્યા હતા. પાશાએ દલીલ કરી હતી કે વકફ અધિનિયમ 1995, જે વક્ફ બોર્ડ માટે વૈધાનિક માળખાની રૂપરેખા આપે છે, તે બોર્ડને આવા કાર્યો કરવા માટે સત્તા આપતું નથી.
સરકારી હુકમ રદ કરવા અપીલ: તેમણે દાવો કર્યો હતો કે આ પગલું 'અલ્ટ્રા વાયર્સ' (કાનૂની સત્તાની બહાર) હતું અને કોર્ટને સરકારના આદેશને રદ કરવા વિનંતી કરી હતી. આ દરમિયાન તેમણે વક્ફ બોર્ડની કાનૂની જવાબદારીઓ અંગે પણ સ્પષ્ટતા માંગી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેની પ્રાથમિક ભૂમિકા વક્ફ મિલકતોનું સંચાલન કરવાની છે, લગ્નોને પ્રમાણિત કરવાની નથી.
હાઈકોર્ટનું નિવેદન: હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સરકારી આદેશમાં સંભવિત ઓવરરીચની નોંધ લીધી અને વક્ફ બોર્ડને લગ્ન પ્રમાણપત્રની સત્તા સોંપવાના કાયદાકીય આધાર પર પ્રશ્ન ઉઠાવ્યો. કોર્ટે કર્ણાટક સરકારને અરજીનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, આ અંગે વક્ફ બોર્ડની સત્તાને આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે લગ્નનું પ્રમાણપત્ર આપવાની પ્રથા સામાન્ય રીતે કાયદેસર રીતે અધિકૃત સંસ્થાઓ જેવી કે સ્થાનિક મ્યુનિસિપલ ઑફિસો અથવા સંબંધિત મેરેજ એક્ટ હેઠળ નિયુક્ત કરાયેલા રજિસ્ટ્રારની છે.
આ મામલાએ વક્ફ બોર્ડની ભૂમિકા અને તેના પર્સનલ લો અને સિવિલ રેગ્યુલેશન્સ સાથેના તેના પ્રભાવ પર ચર્ચાને જન્મ આપ્યો છે. વચગાળાના સસ્પેન્શનથી કર્ણાટકમાં મુસ્લિમ સમુદાયમાં લગ્નના દસ્તાવેજીકરણની રીત પર અસર થઈ શકે છે, જેના કારણે સંભવિતપણે યુગલોને અન્ય અધિકૃત સંસ્થાઓ પાસેથી પ્રમાણપત્ર મેળવવાની જરૂર પડી શકે છે.
અરજદારનો દૃષ્ટિકોણ: તેમની અરજીમાં પાશાએ કહ્યું હતું કે,'સરકારી આદેશ કાયદા હેઠળ નિર્ધારિત ન હોય તેવા કાર્યોને સોંપીને વક્ફ કાયદાના વૈધાનિક માળખાને નબળો પાડે છે. આ લગ્ન પ્રમાણપત્રની સમાંતર પ્રણાલી બનાવે છે, જે ભારતમાં લગ્નોને સંચાલિત કરતા હાલના કાયદાઓ સાથે અસંગતતા પેદા કરી શકે છે. પાશાએ વૈધાનિક સંસ્થાઓની નિર્ધારિત ભૂમિકાઓનું પાલન કરવા અને પારદર્શિતા વધારવા માટે પણ હાકલ કરી હતી. તેમણે રાજ્ય સરકારને અયોગ્ય જવાબદારીઓ આપવાનું ટાળવા પણ વિનંતી કરી હતી.
આ સંદર્ભે અરજદાર એ. આલમ પાશાએ જણાવ્યું હતું કે, "વક્ફ બોર્ડ પાસે લગ્નનું પ્રમાણપત્ર જારી કરવાની કોઈ વૈધાનિક સત્તા નથી. આ આદેશ કાયદાકીય માળખાનું ઉલ્લંઘન કરે છે અને તેને સુધારવો જોઈએ."
આ પણ વાંચો: