નવી દિલ્હી: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ આજે દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને મની લોન્ડરિંગ કેસના આરોપી સત્યેન્દ્ર જૈનની નિયમિત જામીન અરજી પર સુનાવણી કરશે. વિશેષ ન્યાયાધીશ રાકેશ સ્યાલ પૂર્વ મંત્રી જૈનની અરજી પર સુનાવણી કરશે. તમને જણાવી દઈએ કે 19 સપ્ટેમ્બરના રોજ તેમની હાજરી દરમિયાન સત્યેન્દ્ર જૈને મીડિયાને કહ્યું હતું કે સત્યની જીત થશે. સત્યેન્દ્ર જૈને ટ્રાયલ કોર્ટના સમન્સ જારી કરવાના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે, 25 જુલાઈએ હાઈકોર્ટે સત્યેન્દ્ર જૈનની અરજી પર EDને નોટિસ પાઠવી હતી.
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન, ED તરફથી હાજર રહેલા વકીલ વિવેક ગુરનાનીએ આ કેસમાં EDને નોટિસ આપવાનો વિરોધ કરતા કહ્યું હતું કે, સત્યેન્દ્ર જૈનને જુલાઈ 2022માં જ સમન્સ જારી કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે EDએ તેમના ડિફોલ્ટ જામીનનો વિરોધ કર્યો હતો. ત્યારે તેણે આ અરજી દાખલ કરી છે. EDની દલીલોને અવગણીને હાઈકોર્ટે નોટિસ જારી કરવાનો આદેશ કર્યો હતો. સુનાવણી દરમિયાન સત્યેન્દ્ર જૈન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એન હરિહરને કહ્યું હતું કે તેઓ દલીલો દરમિયાન તમામ પ્રશ્નોના જવાબ આપશે.
આ છે સત્યેન્દ્ર જૈન પર આરોપ: જૈન પર 2009-10 અને 2010-11માં નકલી કંપનીઓ બનાવવાનો આરોપ છે. આ કંપનીઓમાં અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, ઈન્ડો મેટલ ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ, પ્રયાસ ઈન્ફો સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ, મંગલાયતન પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. ED દ્વારા આ કેસમાં સત્યેન્દ્ર જૈન ઉપરાંત તેમની પત્ની પૂનમ જૈન, અજીત પ્રસાદ જૈન, સુનીલ કુમાર જૈન, વૈભવ જૈન, અંકુશ જૈન, મેસર્સ અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, મેસર્સ પ્રયાસ ઈન્ફો સોલ્યુશન્સ પ્રા. લિ., મંગલાયતન પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને જેજે આઈડીયલ એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડને આરોપી બનાવવામાં આવ્યા છે. EDએ 30 મે 2022ના રોજ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: