હૈદરાબાદ: જ્યારે કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે લોકો ભાવનાત્મક તકલીફમાંથી પસાર થવા લાગે છે. તેઓ પોતાનું દુઃખ કેવી રીતે વ્યક્ત કરે તે વ્યક્તિએ વ્યક્તિ અને દરેક સંસ્કૃતિમાં ઘણું અલગ-અલગ હોય છે. કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુબાદની પરિસ્થિતિ સરળ નથી હોતી. આવા સમયમાં દુ:ખ અને શોકમાં ગરકાવ થવું સામાન્ય છે. આવા દુઃખનો સામનો કરવા માટે લોકો ઘણી જુદી-જુદી રીતો શોધે છે, જેમાં ધાર્મિક વિધિઓ અને ધાર્મિક પ્રથાઓ દ્વારા તેને બાહ્ય રીતે વ્યક્ત કરવાનો સમાવેશ થાય છે.
કેટલાક હિમાલય પંથકના વિસ્તારો આ બાબતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે, કેવી રીતે વીસ વર્ષના એક યુવકના મૃત્યુ પર તેઓ દુખ અને શોક વ્યક્ત કરે છે. લોકો મૃતકને વરરાજા તરીકે સંબોધીને જોર-જોરથી બૂમો પાડે છે. એ જ રીતે, તેઓ મૃત સ્ત્રીને તેના મૃત્યુ પછી દુલ્હન તરીકે સંબોધે છે. તેના માતા-પિતાની અધૂરી ઈચ્છાઓ કે પોતાના સંતાનના લગ્ન ન કરી શકવાની ભાવનાની પીડા તેમને જીવનભર સતાવતી રહે છે.
જો કે, કર્ણાટક અને કેરળના દરિયાઈ વિસ્તારોમાં વસેલા કેટલાક સમુદાયો તેમના જીવનકાળ દરમિયાન પોતાને આ જવાબદારીમાંથી મુક્ત કરવા માંગે છે. પોતાના સંતાનના મૃત્યુ પછી પણ તેઓ તેમના સંતાનોના લગ્ન કરાવવા માંગે છે. એવો વિચાર કે 'વિવાહ સ્વર્ગમાં થાય છે અને પૃથ્વી પર સંપન્ન થાય છે'કેરળ અને કર્ણાટકના દરિયાઈ વિસ્તારોમાં સ્થાયી સમુદાયો સાથે આ પરંપરા સંપૂર્ણ રીતે બંધ બેસે છે, જ્યાં મૃત પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે લગ્ન કરવામાં આવે છે જેથી તેઓ પરલોક (મૃત્યુ બાદનું જીવન)માં દંપતી તરીકે સાથે રહી શકે.
આ જોડિયા રાજ્યોના દરિયાઈ વિસ્તારના રહેવાસીઓની માન્યતા છે કે, લગ્નને તેઓ જે ફળ આપે છે તે ચાખ્યા વિના કોઈએ મરવું જોઈએ નહીં. તેથી, તેઓ તેમના મૃત્યુ પછી પણ તેમના બાળકોના લગ્ન કરવા ઈચ્છે છે. આ વિસ્તારોમાં, લગ્નની સંસ્થા એટલી શક્તિશાળી અને સંસ્કારી છે કે મૃત લોકો પણ વૈવાહિક પ્રણાલીનો ભાગ બને છે.
મૃતકોના લગ્ન એક પરંપરા બની ગઈ છે. જે પરિવારોએ નાની ઉંમરમાં કોઈ પ્રિયજન ગુમાવ્યું હોય તેઓએ દરેક ધાર્મિક વિધિઓનું પાલન કરવું પડે છે, જેનું પાલન મૃતકના જીવીત રહેતા કરવું જરૂરી હોય. તેઓ એવા વ્યક્તિના લગ્નની ઉજવણી કરે છે જે હવે તેમની સાથે નથી. તેઓ 'પ્રેથા મદુવે' (ભૂત વિવાહ) નામનો સંબંધ સ્થાપિત કરે છે. આત્માઓને શાંત કરવાના હેતુથી મૃતકોના એક વિચિત્ર લગ્ન, એ એક સામાન્ય માન્યતા છે કે, લગ્નની ઝંખના વર્ષોથી અવિવાહિત આત્માઓને પરેશાન કરે છે. મૃતકો વારંવાર તેમના પરિવારજનોને તેમના સપનામાં આ વાતને યાદ કરાવે છે.
પોતાના પ્રિય દિકરા અથવા દિકરી માટે એક યોગ્ય પાત્ર શોધવા માટે, મેચમેકિંગની સુવિધા માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવે છે. તેઓ અપેક્ષાઓની યાદી બનાવે છે અને યોગ્ય પાત્ર શોધવાની આશા રાખે છે. આવી જ એક તાજેતરની વિજ્ઞાપને કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં દરિયાકાંઠે વસેલાર મેંગલુરુ શહેરના વાચકોને આશ્ચર્યચકિત કર્યા.જેમાં, માત-પિતાએ લાંબા સમય પહેલાં મૃત્યુ પામેલી પોતાની દિકરી માટે એક ભૂત વરની શોધ કરી.
હા, તમે બરાબર વાંચ્યું છે! આ જાહેરાતમાં પરિવારે કહ્યું કે તેઓ તેમની પુત્રી માટે વર શોધી રહ્યા છે, જેનું મૃત્યુ 30 વર્ષ પહેલા થયું હશે, જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે વરરાજાનો પરિવાર એક જ બંગેરા જાતિનો હોવો જોઈએ અને ભૂત લગ્ન કરવા માટે તૈયાર હોવો જોઈએ. પરિવાર 'પ્રેથા મદુવે' (મૃતકોના લગ્ન) કરવા માંગે છે.
શું છે 'પ્રેથા મદુવે' ? કેવી રીતે કરવામાં આવે છે તેનું આયોજન ?
'ભૂત વિવાહ'નું આયોજન કરનાર પરિવારનું માનવું છે કે, આ તેમના મૃત સંતાનની આત્માઓને એક સાથે લાવે છે. તેનાથી તેમને મરણોપરાંત લગ્ન કરવાની તક મળે છે. આ ધાર્મિક વિધિ કરવાથી, લોકો માને છે કે તેમના મૃત સંતાનને તેના થકી શાંતિ પ્રદાન થશે.
લગ્ન માટે શુભ સમય અને તારીખ જાણવા માટે જ્યોતિષ પણ સામેલ હોય છે. એકવાર જ્યોતિષની મંજૂરી મેળવ્યા પછી, લગ્ન પૂજારી દ્વારા કરવામાં આવે છે, અને અગ્નિ સમક્ષ મંત્રોનો જાપ કરવામાં આવે છે. ધાર્મિક વિધિઓ તબક્કાવાર કરવામાં આવે છે. આમાં, બંને પરિવારોની ભાગીદારી એ જ છે કે જાણે વર અને વરરાજા હજી જીવતા હોય. વર અને વધુનું પ્રતિનિધિત્વ કરનાર બે વાસણને લગ્ન સમારોહમાંથી પસાર થવું પડે છે અને વાસ્તવિક લોકો નહીં પરંતુ ચિત્રોનું પ્રતિનિધિત્વ કરવું પડે છે. વધુનું પ્રતિનિધિત્વ કરતા વાસણોમાંથી એકને ઝવેરાતથી શણગારવામાં આવે છે. સુશોભિત પાત્રને તે તમામ ધાર્મિક વિધિઓ કરવાની હોય છે જેમાંથી દરેક દુલ્હનને પસાર થવું પડતું હોય છે.
દરેક પક્ષ તરફથી મૃતકના ભાઈ-બહેન દુલ્હા અને દુલ્હન તરફથી લગ્ન સમારોહનું સંચાલન કરવામાં આવે છે, જેને વિવાહ સ્થળ (મંડપ)માં એક સાથે રાખવામાં આવે છે. વરમાળાઓનું આદાન-પ્રદાન કરવામાં આવે છે અને દુલ્હનનું પ્રતિનિધિત્વ કરનાર વાસણ પર સિંદૂર લગાવાવમાં આવે છે. જે ખાસ કરીને તેના ભાઈઓ અને બહેનો દ્વારા કરવામાં આવે છે. સોળે શણગાર સજેલી દુલ્હનને સાડી, પાયલ અને વીંટીથી શણગારવામાં આવે છે, જે પરંપરાગત રીતે દક્ષિણ ભારતમાં પરિણીત મહિલાઓ પહેરે છે. દુલ્હનની બાજુમાં બીજું વાસણ હોય છે, જે સંપૂર્ણપણે રંગાયેલું હોય છે. આ વાસણ ઉપર એક પાઘડી હોય છે જે વરનું પ્રતીક છે. દુલ્હનના વાસણને કાળા મોતી અને ચમેલીના ફૂલોથી શણગારવામાં આવે છે.
આ મહત્વપૂર્ણ દિવસની ઉજવણી માટે, બંને પક્ષોના નજીકના પરિવારો લગ્નની મિજબાનીમાં હાજરી આપે છે. કેળાના પાંદડા પર સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવે છે, જે ધર્મનિષ્ઠા અને ઉજવણીના આ અનોખા મિશ્રણનો સુખદ અંત લાવે છે. લગ્ન વરરાજાના ઘરે થાય છે અને કન્યાને વરરાજાના ઘરે લઈ જવામાં આવે છે. બંને પક્ષોના પરિવારો સંબંધો જાળવી રાખે છે. તેઓ એકબીજાને મળવાનું પણ ચાલુ રાખે છે, જેટલો સમય તેઓ પોતાના સંતાનો જીવતા હોવા પર મળતા હોય છે.