નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં પોતાના સમય દરમિયાન અવિશ્વસનીય છાપ છોડનાર સૌરવ ગાંગુલીનો આજે પોતાનો 52મો જન્મદિવસ છે. 8 જુલાઈ 1972ના રોજ કોલકાતામાં જન્મેલા સૌરવ ગાંગુલીએ ક્રિકેટમાં ઘણું નામ કમાવ્યું અને ભારતીય ક્રિકેટને એક નવો દરજ્જો આપ્યો. ભારતીય ક્રિકેટના સફળ કેપ્ટનોમાંના એક સૌરવ ગાંગુલીને ક્રિકેટ ચાહકો પ્રેમથી 'દાદા' અને 'કલકત્તાના રાજકુમાર' પણ કહે છે. દેશભરમાં 'દાદા'ના ચાહકોની કોઈ કમી નથી.
4️⃣2️⃣4️⃣ intl. matches
— BCCI (@BCCI) July 8, 2024
1️⃣8️⃣5️⃣7️⃣5️⃣ intl. runs 👌🏻
3️⃣8️⃣ intl. centuries 💯
Here's wishing former #TeamIndia Captain and former BCCI President @SGanguly99 a very Happy Birthday. 👏 🎂 pic.twitter.com/uxMdtS2fFA
BCCIએ અભિનંદન પાઠવ્યા: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીના જન્મદિવસ પર બીસીસીઆઈએ અભિનંદન પાઠવ્યા લખ્યું કે, ઠપૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને જન્મદિવસની શુભેચ્છા". આ સાથે BCCIએ ગાંગુલીના શાનદાર આંકડા પણ રજૂ કર્યા હતા.
સૌરવ ગાંગુલીના ક્રિકેટનાં આંકડાઃ સૌરવ ગાંગુલીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો તેમણે 424 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેમણે 18,575 રન બનાવ્યા છે, તેમાં 35 સદી સામેલ છે. ગાંગુલી માત્ર ODI અને ટેસ્ટ ક્રિકેટ જ રમ્યા છે. કારણ કે, T20 ક્રિકેટ અસ્તિત્વમાં આવ્યા પહેલા તેમણે નિવૃત્તિ લઈ લીધી હતી. ગાંગુલીએ 311 ODI મેચોની 300 ઇનિંગ્સમાં 11,363 રન બનાવ્યા છે. જેમાં તેમણે 22 સદી ફટકારી છે. આ સિવાય ટેસ્ટમાં તેમણે 188 ઇનિંગ્સમાં 7212 રન બનાવ્યા છે, જેમાં 16 સેન્ચ્યુરી સામેલ છે.
ટ્રોફી જીતવાનું સપનું અધૂરું રહી ગયું: તેમના સમયે વર્લ્ડ કપ જીતવાની પીડા તો રહી જ, પરંતુ દાદાએ ભારતીય ક્રિકેટ માટે ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા સાથે કેપ્ટનની ભૂમિકા પણ ખુબ સારી રીતે નિભાવી હતી. ગાંગુલીની ક્રિકેટ કારકિર્દીમાં એક દર્દ બાકી હતું. તેઓ તેમના સમય દરમિયાન ભારતીય ટીમ માટે વર્લ્ડ કપની ટ્રોફી જીતી શક્યા ન હતા, 2003ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી અને દાદાનું ટ્રોફી જીતવાનું સપનું અધૂરું રહી ગયું હતું. તેમ છતાં આજે પણ આપણા સૌના દાદા દરેકના દિલમાં એટલું જ મહત્વ ધરાવે છે. અને હવે BCCI ના બન્યા બાદ અધ્યક્ષ નવ યુવાનોને માટે એક પ્રેરણારૂપ છે.