જમ્મુ-કાશ્મીરઃ લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કાના મતદાન પહેલા આ આતંકવાદી હુમલા બાદ લોકોમાં નારાજગી વ્યાપી ગઈ છે. લોકો આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પરિસ્થિતિને જોતા વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે શોપિયાં જિલ્લાના હીરપોરામાં આતંકીઓએ એજાઝ અહેમદ શેખ પર ગોળીબાર કર્યો હતો.
-
#WATCH | Anantnag, J&K: Terrorists fired upon and injured a lady Farha, resident of Jaipur and spouse of Tabrez at Yannar. Injured evacuated to hospital for treatment.
— ANI (@ANI) May 18, 2024
(Video source: Local) https://t.co/7UUq9YXR8Y pic.twitter.com/im1NZ2hSEm
તેમણે જણાવ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. હુમલા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું. કાશ્મીર ઝોનના આઈજીપીએ કહ્યું, 'દક્ષિણ કાશ્મીરના શોપિયાંના હીરપોરામાં આતંકવાદીઓના ગોળીબારમાં ઘાયલ થયેલા બીજેપી નેતા અને પૂર્વ સરપંચ એજાઝ અહેમદ શેખનું મોત થયું છે.' બીજી ઘટનામાં દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના યન્નાર વિસ્તારમાં રાજસ્થાનના જયપુરના એક દંપતીને ઈજા થઈ હતી.