ફતેહપુરઃ યુપીમાં ઘણા દિવસોથી એક વિચિત્ર કિસ્સો ચર્ચામાં છે. ફતેહપુર જિલ્લામાં રહેતા એક યુવકને સાપ વારંવાર કરડી રહ્યો છે. યુવકને 34 દિવસમાં 6 વખત એક નાગણીએ ડંખ માર્યા છે. જેના એક અઠવાડિયા બાદ, શુક્રવારે ફરીથી નાગણીએ તને ડંખ માર્યો. 7મી વખત નાગણીના કરડવાથી યુવકની હાલત નાજુક બની છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
UP man bitten by snake for seventh time in 40 days; team formed to investigate matter
— ANI Digital (@ani_digital) July 13, 2024
Read @ANI Story | https://t.co/yhQ6sQlSuB#UP #SnakeBite #ChiefMedicalOfficer pic.twitter.com/NlEqnyNBsC
યુવકનું નામ વિકાસ દ્વિવેદી છે, જે ફતેહપુર જિલ્લાના મલવા પોલીસ સ્ટેશન વિસ્તારના નજીકના સૌરા ગામનો રહેવાસી છે. દર વખતે જ્યારે તેને સાપ કરડે છે ત્યારે વિકાસને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને સારવાર બાદ તે સ્વસ્થ થઈને ઘરે જાય છે. જ્યારે વિકાસને છઠ્ઠી વખત નાગણીએ માર્યો ત્યારે તેણે પોતાના સ્વપ્ન વિશે જણાવ્યું. તેનો દાવો છે કે તેણે તેના સપનામાં આ જ નાગણીને જોઈ હતી. નાગણી તેને 9 વખત કરડશે અને 9મી વખત તેને કોઈ બચાવી શકશે નહીં.
આપને જણાવી દઈએ કે જ્યારે પણ વિકાસને જ્યારે પણ સાપ કરડે છે ત્યારે તેનો પરિવાર તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરે છે. વિકાસનો દાવો છે કે જ્યારે પણ તેને નાગણીએ ડંખ માર્યો છે ત્યારે શનિવાર કે રવિવાર આવ્યો છે. નાગણી કરડે તે પહેલા તેને ખ્યાલ આવે છે કે તેની સાથે કંઈક થવાનું છે.