બેંગલુરુઃ કર્ણાટકના બેંગલુરુમાં રામેશ્વર કેફેમાં વિસ્ફોટ થયો હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 5 લોકો ઘાયલ થયા છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાય ગયો છે. પોલીસ અને ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યાં છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
![બેંગલુરુના કુંડલાહલ્લી પાસે રામેશ્વર કેફેમાં વિસ્ફોટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-03-2024/20879702_.jpg)
દુર્ઘટનામાં 5 લોકોને ઈજા: વિસ્ફોટમાં પાંચ લોકો ઘાયલ થયાના અહેવાલ છે અને તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ACP રીના સુવર્ણા અને મરાઠ હલ્લી પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘટનાસ્થળે તપાસ કરી હતી. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.