પાણીપતઃ ETV ભારતની એક ખબરની મોટી અસર હરિયાણાના પાણીપતમાં જોવા મળી છે. ગરીબીથી ઝઝૂમી રહેલા પાણીપતના બુઆના લાખુ ગામના બોક્સર મોનૂ ઉર્ફે ટાયસનનું જીવન સંપૂર્ણ પણે બદલવામાં ETV ભારત મહત્વનું માધ્યમ બન્યું છે.
ગરીબી સાથે સંઘર્ષ કરી રહ્યો હતો મોનૂ: પાણીપતના બુઆના લાખુ ગામનો રહેવાસી બોક્સર મોનૂ ઉર્ફે ટાયસન પોતાની ગરીબી ઓછાયા હેઠળ ભૂખ્યા પેટે ઓલિમ્પિક વિજેતા બનવાના જુસ્સા સાથે દિવસ-રાત પોતાની રમતની પ્રેક્ટિસ કરતો હતો. ગરીબીને કારણે સ્થાનિક ગ્રામજનો તેની ડાઈટની વ્યવસ્થા કરતા હતા. આ ખેલાડીની પ્રતિભા અને જુસ્સો જોઈને તેના કોચ સહિત સૌ કોઈ પોતાના ખિસ્સામાંથી મોનૂની દરેક સંભવ મદદ કરતા હતા. ગરીબી સાથે સંઘર્ષ કરી રહેલા ખેલાડીના સમાચાર ETV ભારત દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેને મદદ મળી અને હવે તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.
ETV ભારતના સમાચારની અસર: ETV ભારતે બતાવ્યું હતું કે પાણીપતનો આ પ્રતિભાશાળી બોક્સર કેવી રીતે ગરીબી સામે ઝઝૂમી રહ્યો હતો. સપ્ટેમ્બર 2021 માં, આ સમાચાર હરિયાણાના ફૌજી ભાઈચારા ગ્રુપે જોયા જે નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા ખેલાડીઓ અને વિદ્યાર્થીઓની મદદ કરે છે. ત્યાર બાદ ફૌજી ભાઈચારા ગ્રુપના સભ્યો ખેલાડી મોનૂ ઉર્ફે ટાયસન પાસે પહોંચ્યા અને તેની દરેક સંભવ મદદ કરી. ફૌજી ભાઈચરા ગ્રુપે સતત 3 વર્ષ સુધી મોનૂ ઉર્ફે ટાયસનની મદદ કરી. તેઓએ તેની ડાઈટ, કીટનો ખર્ચો ઉઠાવ્યો, જો તેને સ્પર્ધામાં ભાગ લેવા માટે મદદની જરૂર હોય, તો ફૌજી ભાઈચારા ગ્રુપે તે કર્યું. આ સિવાય તેણે સતત 3 વર્ષ સુધી મોનૂને દરેક રીતે મદદ કરી, જેનું પરિણામ એ આવ્યું કે ગરીબીમાં જીવતો મોનૂ હવે પોતાના પગ પર ઉભો થયો છે અને હવે તેને મદદની જરૂર નથી.
ETV ભારતનો આભાર: મોનૂ હવે ભારતીય રેલ્વેમાં પસંદગી પામ્યા છે. ફૌજી ભાઈચારાના ગ્રૂપના સભ્ય સચિને પોતાના ભાઈચારા ગ્રૂપને આભાર પાઠવતા ઈટીવી ભારતનો પણ આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે તેને મોનુની હાલત વિશે ETV ભારતનાં સમાચાર જોયા પછી જ ખબર પડી, નહીંતર કદાચ તે આજે મોનુ સુધી પહોંચી શક્યા ન હોત અને મોનુ પ્રતિભાશાળી હોવા છતાં તેને સારું જીવન મેળવવા માટે લાંબો સમય સંઘર્ષ કરવો પડ્યો હોત. સચિન સ્પષ્ટપણે કહે છે કે જો ETV ભારત ન હોત તો મોનુ સુધી પહોંચવું શક્ય ન હતું. સચિને વધુમાં જણાવ્યું કે રેલ્વેમાં નોકરી મળ્યા બાદ મોનુએ હવે તેને વચન આપ્યું છે કે અન્ય ફૌજીઓની જેમ તે પણ તેના પગારનો એક ભાગ ફૌજી ભાઈચરા ગ્રુપના ખાતામાં ટ્રાન્સફર કરશે, જેથી તેના જેવા ગરીબી સાથે સંઘર્ષ કરી રહેલા લોકોની વધુ મદદ થઈ શકશે.
ભારતીય રેલ્વેમાં મોનુનું સિલેક્શનઃ આપની જાણકારી જણાવી દઈએ કે મોનુની બહેન પણ નેશનલ બોક્સર હતી જેણે આર્થિક તંગીના કારણે પોતાની રમત છોડી દીધી છે અને તેના લગ્ન પણ થઈ ગયાં છે. સપ્ટેમ્બર 2021 માં, ETV ભારતે જોયુ હતું કે બોક્સર મોનૂ ઉર્ફે ટાયસન પ્રતિભાશાળી હોવા છતાં ગરીબી સાથે સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારબાદ ETV ભારતે તેના સમાચારને પ્રાથમિક્તા આપીને અગ્રીમતાથી દર્શાવ્યા. મોનૂના સંજોગો એવા હતા કે કોચ અને ગામના લોકો તેની ડાઈટની વ્યવસ્થા કરતા હતા. મોનૂના પિતા શેરીએ શેરીએ પોપકોર્ન વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મોનૂની માતા કારખાનામાં મજૂરી કામ કરતા હતા. આવી સ્થિતિમાં, ETV ભારતના સમાચાર જોયા બાદ ફૌજી ભાઈચારા ગ્રૂપે મોનૂને મદદ કરી અને આજે મોનુની રેલ્વેમાં પસંદગી થઈ છે, અને તે તેનો શ્રેય ફૌજી ભાઈચારા ગ્રૂપને આપી રહ્યો છે. કારણ કે જો ફૌજી ભાઈચારા ગ્રુપે ETV ભારતના સમાચાર જોયા બાદ મોનૂની મદદ ન કરી હોત કોણ જાણે મોનૂને પોતાના સપના પૂરા કરવા માટે ક્યાં સુધી સંઘર્ષ કરવો પડ્યો હોત.