ETV Bharat / bharat

કેન્દ્ર સરકારને ચૂંટણી પંચનો નિર્દેશ, 'વિકસિત ભારત' સંદેશ મોકલવાનું બંધ કરો - Viksit Bharat Messages - VIKSIT BHARAT MESSAGES

ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને વોટ્સએપ પર મોકલવામાં આવતા વિકસિત ભારત મેસેજને તાત્કાલિક રોકવાનો નિર્દેશ આપ્યો છે. વિપક્ષે પીએમ મોદીના વિકસિત ભારત સંપર્ક પત્રને આદર્શ આચાર સંહિતાનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર...

કેન્દ્ર સરકારને ચૂંટણી પંચનો નિર્દેશ
કેન્દ્ર સરકારને ચૂંટણી પંચનો નિર્દેશ
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 21, 2024, 5:46 PM IST

નવી દિલ્હી : 21 માર્ચ, ગુરુવારે ચૂંટણી પંચે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયને (MeitY) વ્હોટ્સએપ પર વિકસિત ભારત મેસેજની ડિલિવરી તાત્કાલિક બંધ કરવા નિર્દેશ આપ્યો હતો. ચૂંટણી પંચે આ મામલે MeitY પાસેથી તાત્કાલિક અનુપાલન રિપોર્ટ માંગ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે, પંચને એવી ઘણી ફરિયાદો મળી છે કે સામાન્ય ચૂંટણી 2024 ની જાહેરાત અને MCC લાગુ થવા છતાં નાગરિકોના ફોન પર આવા સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે. આ મામલે આજે એક્શન લેવામાં આવી છે.

કેન્દ્ર સરકારનો ખુલાસો : ચૂંટણી પંચ તરફથી સૂચના મળ્યા પછી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે કહ્યું કે, આ સંદેશાઓ અને પત્રો આદર્શ આચાર સંહિતા લાગુ થયા પહેલા મોકલવામાં આવ્યા હતા. જોકે, તેમાંથી કેટલાક સંદેશા સિસ્ટમ અને નેટવર્કની સમસ્યાને કારણે લોકોને મોડા પહોંચ્યા છે.

શું છે મામલો ? તમને જણાવી દઈએ કે, લાખો ભારતીયોને પીએમ મોદીના પત્રની સાથે 'વિકસિત ભારત સંપર્ક' નો વોટ્સએપ મેસેજ મળ્યો છે. વોટ્સએપ મેસેજમાં સરકારી યોજનાઓ અને નીતિઓને લગતા નાગરિકો પાસેથી ફીડબેક અને સૂચનો માંગવામાં આવ્યા હતા. મેસેજમાં જોડાયેલ પીડીએફ ફાઇલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત, માતૃ વંદના યોજના વગેરે જેવી સરકારી યોજનાઓનો ઉલ્લેખ છે. આ સરકારી પહેલ અને યોજનાઓ અંગે નાગરિકો પાસેથી સુચનો માંગવામાં આવ્યા છે.

વિપક્ષની માંગ : વિપક્ષે પીએમ મોદીના વિકસિત ભારત સંપર્ક પત્રને આદર્શ આચાર સંહિતાનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે. કોંગ્રેસે વડાપ્રધાનના સંદેશ સાથે જોડાયેલ પીડીએફ ફાઇલને 'રાજકીય પ્રચાર' ગણાવી છે. ઉપરાંત ટીએમસી અને કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

  1. ચૂંટણી કમિશનરોની નિમણૂક પર સ્ટે આપવાનો સુપ્રીમનો ઇન્કાર, કહ્યું અરાજકતા તરફ દોરી જશે - SC EC Commissioner Appointment
  2. Lok Sabha Election 2024: ચૂંટણી પંચની કડક સૂચના - રાજકીય પક્ષોના ગેરકાયદેસર પોસ્ટર-બેનરો તાત્કાલિક દૂર કરો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.