નવી દિલ્હીઃ રાઉઝ એવેન્યૂ કોર્ટે દિલ્હી શરાબ નીતિ કથિત કૌભાંડ મામલે ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનું શુગરની નિયમિત તપાસની માંગને લઈને દાખલ કરાયેલી સુનાવણી કરતા તિહાડ જેલ પાસેથી કેજરીવાલનો ડાયટ ચાર્ટ માંગ્યો છે. આ મામલે આગામી સુનાવણી 19 એપ્રિલ એટલે કે આવતીકાલે થવાની છે.
વાસ્તવમાં, સુનાવણી દરમિયાન, ED તરફથી હાજર રહેલા વકીલ જોહેબ હુસૈને કહ્યું કે મુખ્યમંત્રી કેજરીવાલના શુગરમાં વધારો થવાનું કારણ તેમના ઘરે બનાવેલું ભોજન છે. તેમને ઘરેથી ખાવા માટે બટાકા, પુરી, કેરી, મીઠાઈ અને અન્ય મીઠી વસ્તુઓ આપવામાં આવી રહી છે. EDએ કહ્યું કે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન મેળવવાનો આધાર બનાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. જે બાદ કોર્ટે તિહાર જેલમાંથી કેજરીવાલનો ડાયટ ચાર્ટ મંગાવ્યો હતો.
કેજરીવાલની અરજી પર કોર્ટે 16 એપ્રિલે EDને નોટિસ પાઠવી હતી. સુનાવણી દરમિયાન કેજરીવાલ તરફથી હાજર રહેલા વકીલે કહ્યું હતું કે તેમનું શુગર લેવલ સતત ઉપર અને નીચે જઈ રહ્યું છે. EDની કસ્ટડી દરમિયાન કેજરીવાલનું બ્લડ શુગર લેવલ 46 પર આવી ગયું હતું. આને ધ્યાનમાં રાખીને, તેમને અઠવાડિયામાં ત્રણ દિવસ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડૉક્ટરની સલાહ લેવાની મંજૂરી આપવી જોઈએ જેવી રીતે તેમની ધરપકડ પહેલા તપાસ થતી હતી.
સુનાવણી દરમિયાન EDએ કહ્યું કે જેલમાં ડોક્ટરો છે અને તેમની તપાસ ત્યાં પણ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, 15 માર્ચે કોર્ટે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી હતી. કેજરીવાલને 21 માર્ચે દિલ્હી હાઈકોર્ટ દ્વારા ધરપકડથી રક્ષણ ન અપાયા બાદ EDએ 21 માર્ચે મોડી સાંજે પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરી હતી. કેજરીવાલ હાલ આ કેસમાં તિહાર જેલમાં બંધ છે.