- " class="align-text-top noRightClick twitterSection" data="">
નવી દિલ્હી : વર્તમાન બજેટ સત્રના છેલ્લા દિવસે અયોધ્યામાં રામ મંદિરના ઐતિહાસિક નિર્માણ અને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પર સંસદના બંને ગૃહોમાં ટૂંકા ગાળાની ચર્ચા શરૂ થઈ છે. આ તકે પીએમ મોદી અને ગૃહપ્રધાન સહિતના નેતાઓએ સભા સંબોધી હતી.
પીએમ મોદીનું સંબોધન : લોકસભામાં ચર્ચા દરમિયાન પીએમ મોદીએ લોકસભામાં કહ્યું કે, રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ થયું. G-20 એ દેશની પ્રતિષ્ઠા વધારી. 17 મી લોકસભાની ઉત્પાદકતા 97 ટકા હતી. 18 મી લોકસભાની શરૂઆત નવા ઠરાવ સાથે થશે. 17 મી લોકસભાએ ઘણા માપદંડો બનાવ્યા. આ લોકસભામાં પેઢીઓના ઈંતજારનો અંત આવ્યો. મહિલા શક્તિની દિશામાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓને ટ્રિપલ તલાકમાંથી મુક્તિ આપી. આવનારા 25 વર્ષ ઘણા મહત્વપૂર્ણ છે.
લોકસભા અધ્યક્ષના વખાણ કર્યા : પીએમ મોદીએ લોકસભામાં કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં દેશસેવામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને વિશ્વાસ છે કે દેશ 17 મી લોકસભાને આશીર્વાદ આપશે. પીએમ મોદીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાની પ્રશંસા કરતા કહ્યું કે, માનવજાતે સદીના સૌથી મોટા સંકટનો સામનો કર્યો છે. તમામ સાંસદોએ કોરોનાકાળમાં સાંસદ નિધિ છોડી દીધી હતી. સાંસદોના પગારમાં 30 ટકાનો ઘટાડો કર્યો. લોકસભા અધ્યક્ષના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે, તમે ગુસ્સાની ક્ષણમાં પણ ધીરજ રાખી.
અમિત શાહનું સંબોધન : લોકસભામાં ગૃહપ્રધાન અમિત શાહે રામ મંદિરને લઈને કહ્યું કે, આ દિવસ ઐતિહાસિક છે. તે આધ્યાત્મિક ચેતનાનો પણ દિવસ છે. ભગવાન રામ સામાન્ય લોકોના આત્મા છે. રામાયણને ઘણા દેશોએ સ્વીકાર્યું છે. રામ વિના દેશની કલ્પના કરવી શક્ય નથી. રામ મંદિરને ધર્મ સાથે ન જોડવું જોઈએ. રામ મંદિરના નિર્માણ માટે લાંબી લડાઈ લડવામાં આવી છે.
સાંસદ સત્યપાલ સિંહનું નિવેદન : લોકસભામાં ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ સત્યપાલ સિંહે કહ્યું કે, હું ભાગ્યશાળી છું કે મને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિશે બોલવાની તક મળી. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા અને પૂજાને જોવી એ ઐતિહાસિક છે. સાંસદ સત્યપાલ સિંહે વધુમાં કહ્યું કે, જ્યાં રામ છે ત્યાં ધર્મ છે. જેઓ ધર્મનો નાશ કરે છે તેઓ માર્યા જાય છે, અને જેઓ ધર્મની રક્ષા કરે છે તેઓ સંરક્ષિત છે. આજે દેશમાં કોંગ્રેસની આ સ્થિતિ છે કારણ કે, ભગવાન રામ સર્વત્ર છે એમ કહીને તેઓએ ભગવાન રામને નકાર્યા હતા.