નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આજે કેજરીવાલની CBI કસ્ટડી પૂરી થઈ રહી છે.
આપને જણાવી દઈએ કે 26 જૂને કોર્ટે કેજરીવાલને આજ સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા હતા. દરમિયાન સીબીઆઈના વકીલ ડીપી સિંહે કોર્ટને કહ્યું હતું કે ઘણા સાક્ષીઓના નિવેદન છે કે એક વ્યક્તિ કેજરીવાલને દિલ્હી એક્સાઈઝ પોલિસીને લઈને મળે છે. આ પોલિસી બને તે પહેલા પણ આવું થયું હતું. ડીપી સિંહે મગુંતા રેડ્ડીના નિવેદનોનો ઉલ્લેખ કર્યો.
ડીપી સિંહે કહ્યું કે સીબીઆઈ પાસે પુરાવા છે કે સાઉથ ગ્રુપે એક્સાઈઝ પોલિસી કેવી રીતે તૈયાર કરવી તે જણાવ્યું હતું. સાઉથ ગ્રુપ દિલ્હી આવ્યું તે સમયે કોરોના ચરમસીમાએ હતો અને લોકો મરી રહ્યા હતા. તેણે રિપોર્ટ બનાવી અભિષેક બોઈનપલ્લીને આપ્યો. આ રિપોર્ટ વિજય નાયર દ્વારા મનીષ સિસોદિયાને આપવામાં આવ્યો હતો. ડીપી સિંહે કહ્યું કે કોરોના દરમિયાન ઉતાવળમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. તેની પાછળ અરવિંદ કેજરીવાલનો હાથ હતો.
આપને જણાવી દઈએ કે 21 માર્ચે અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી ધરપકડથી રક્ષણ ન મળતાં 21 માર્ચે મોડી સાંજે ઈડીએ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરી હતી. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા અને 2 જૂને તેમને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કર્યું હતું. 21મી જૂને રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને નિયમિત જામીન આપ્યા હતા, જેના પર દિલ્હી હાઈકોર્ટે રોક લગાવી દીધી છે.