જમ્મુ: રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવારના રોજ પાકિસ્તાનના કબજાવાળા કશ્મીર(POK) ના લોકોને ભારત આવવા અને તેનો હિસ્સો બનવાનું કહ્યું હતું. તેઓએ પીઓકે નિવાસીઓને કહ્યું કે, અમે તમને પોતાના માનીએ છીએ જ્યારે પાકિસ્તાન તમને વિદેશી માને છે.
રેલી સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યું: રક્ષામંત્રીએ આ વાતો ભાજપના ઉમેદવાર રાકેશ સિંહ ઠાકુર માટે રામબન વિધાનસભા ક્ષેત્રમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહી હતી. તેઓએ અનુચ્છેદ 370 ને પુનઃસ્થાપિત કરવાના ચૂંટણી વચનને લઇને નેશનલ કોન્ફરેન્સ- કોંગ્રેસ ગઠબંધન પર નિશાનો સાધીને કહ્યું કે, જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી આ અસંભવ છે.
#WATCH | Ramban, Jammu & Kashmir | Defence Minister Rajnath Singh says, " we have never discriminated with anyone. our army is here, i want to ask you, do they discriminate? you people are fortunate, we have abrogated article 370 - we have done that for the prosperity and… pic.twitter.com/Tu4GgX1XcG
— ANI (@ANI) September 8, 2024
રક્ષામંત્રીની ભાજપને સમર્થન આપવા અપીલ: તેઓએ ઓગસ્ટ 2019માં અનુચ્છેદ 370 નાબૂદ કરવા પર જમ્મુ કશ્મીરની સુરક્ષા સ્થિતિમાં બદલાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હવે અહીના યુવાનો પાસે પિસ્તોલ અને ગનની જગ્યાએ લેપટોપ અને કંપ્યૂટર છે. રક્ષામંત્રીએ કહ્યું કે, રાજ્યમાં આગામી સરકાર બનાવવા માટે ભાજપને સમર્થન આપો. જેથી અમે મોટા પ્રમાણમાં વિકાસ લાવી શકીએ.
પાકિસ્તાન POKના લોકોને વિદેશી માને છે: તેઓએ કહ્યું કે, એટલો બધો વિકાસ થશે કે પાકિસ્તાનના કબ્જા વાળા કશ્મીરના લોકો પણ કહેશે કે, અમારે પાકિસ્તાનમાં નથી રહેવું પણ અમે ભારત જાશું. રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાનના એડિશનલ સોલિસિટર જનરલનું એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે, પીઓકે એક વિદેશી જમીન છે. સિંહે કહ્યું કે, પીઓકેના લોકોને અમે કહેવા માંગીએ છીએ કે, પાકિસ્તાન તમને વિદેશી માને છે પરંતુ ભારતના લોકો તમને એવા નથી માનતું અમે તમને પોતાના માનીએ છીએ એટલે આવો અને ભારતનો ભાગ બનો.
આ પણ વાંચો: