ETV Bharat / bharat

પાણીમાં નાહવાની મોજ માણી રહ્યાં હતા બે મિત્રો, અને પાછળથી આવ્યો મગર, પછી જે થયું.... - crocodile prank video viral - CROCODILE PRANK VIDEO VIRAL

બે મિત્રો એક સાથે પાણીમાં નાહવાનો આનંદ માણી રહ્યાં હતા અને અચાનક પાછળથી મગર આવી ગયો અને પછી જે થયું તેના માટે બંને મિત્રો તૈયાર ન હતાં. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોને અત્યાર સુધીમાં 18 કરોડથી વધુ વ્યૂ મળી ચુક્યા છે. જાણો વિસ્તારથી...crocodile prank video viral

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો (વાયરલ વીડિયોનો સ્ક્રિન શોટ)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 20, 2024, 10:41 AM IST

Updated : Jul 20, 2024, 3:05 PM IST

હૈદરાબાદ: વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે, અનેક નદી નાળાઓ અને જળાશયો છલકાઈ ગયા છે. ઘણા લોકોને આવા પાણીમાં નાહવાનું ખુબ જ ગમતુ હોય છે. પરંતુ એવો વિચાર ક્યારેય કર્યો છે કે, ક્યારેક પાણીમાં નાહવાની મોજ માણતા હોય અને અચાનક મગર આવી જાય ? આવું જ કંઈક થયું બે મિત્રો સાથે જેઓ પાણીમાં નાહવાનો આનંદ માણી રહ્યાં હતા અને અચાનક પાછળથી મગર આવી ગયો અને પછી જે થયું તેના માટે બંને મિત્રો તૈયાર ન હતાં.

ઈન્ટરનેટની દુનિયામાં હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નદીમાં નહાતી વખતે અચાનક મગરને જોવું ખૂબ જ ડરામણું લાગે છે. પરંતુ આ ડર સાથે જોડાયેલી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમને હસવું આવી જશે.

વાસ્તવમાં, જ્યારે બે મિત્રો પાણીમાં નાહવાની મોજ માણી રહ્યાં હતા ત્યારે એક મગર તેમની સામે આવી ગયો. આ જોતાં જ તેમની મજા ગાયબ થઈ જાય છે. પાણીમાં નહાતી વખતે મગર તેમની પાસે પહોંચતા બંને લોકો સ્તબ્ધ થઈ ગયા. પહેલા તો તેઓ પોતાની જગ્યાએ ડરીને ઉભા રહે છે, પરંતુ જ્યારે પ્રૅન્કસ્ટર મિત્ર રિમોટ કંટ્રોલ વડે મગરને અન્ય વ્યક્તિ પર ફેંક્યો ત્યારે તે ડરીને પાણીમાં પડી જાય છે. બીજી વ્યક્તિ ઝડપથી દોડીને કિનારે આવે છે. પરંતુ નકલી મગરથી ડરી ગયેલો વ્યક્તિ પાણીમાં પડ્યા પછી બચવા માટે રીતસરના ધમપછાડા કરે છે.

ડિઝાઇનર ટી-શર્ટ અને બોક્સર પહેરેલો એક વ્યક્તિ પાણીમાંથી બહાર આવે છે અને રેતીમાં સૂઈ જાય છે. જ્યારે ટીખળ કરનાર વ્યક્તિ તેની પાસે આવે છે અને તેને નકલી મગર બતાવે છે, ત્યારે તે રાહતનો શ્વાસ લે છે. આ વીડિયોને @m1yd હેન્ડલથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

લોકો આ રીલ પર ઘણી ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- હું કદાચ આખી જીંદગીમાં ક્યારેય આટલું હસ્યો નથી. અન્ય એક યુઝરે લખ્યું કે, મને ખબર નહોતી કે મને આટલું બધુ હાસ્ય અને હાંસ્યના આંસુ એક સાથે મળશે. ઓહ ભગવાન. આ ઈન્સ્ટાગ્રામ રીલને અત્યાર સુધીમાં 18 કરોડથી વધુ વ્યૂઝ અને 90 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

  1. બાળકોએ ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલાનો સીન રિક્રિએટ કર્યો, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ - donald trump assassination

Last Updated : Jul 20, 2024, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.