ETV Bharat / bharat

કર્મચારીઓને અસર કરતો મહત્વનો મુદ્દો પેન્શન યોજના માટે હવે કમિટી બેસશે, નાણાં મંત્રીનું આશ્વાસન - PENSION IN UNION BUDGET 2024

આજ રોજ કેન્દ્રીય બજેટ-2024 રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સરકારના અલગ અલગ વિભાગો તેમજ કેન્દ્રો માટે શું બજેટ ફાળવવામાં આવ્યું છે તેની વાત કરવામાં આવી હતી, ઉપરાંત ભારતના વિકાસ માટે કયા કયા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે તેની વાત કરવામાં આવી હતી, જેમાં લાંબા સમયથી ચર્ચિત પેન્શન યોજના વિષે પણ વાત કરવામાં આવી હતી. શું કહેવામાં આવ્યું જાણવા માટે વાંચો આ અહેવાલ. PENSION IN UNION BUDGET 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 23, 2024, 8:34 PM IST

Updated : Jul 23, 2024, 8:58 PM IST

કર્મચારીઓને અસર કરતો મહત્વનો મુદ્દો પેન્શન યોજના માટે હવે કમિટી બેસશે
કર્મચારીઓને અસર કરતો મહત્વનો મુદ્દો પેન્શન યોજના માટે હવે કમિટી બેસશે (Etv Bharat)

હૈદરાબાદ: પેન્શન યોજના આ શબ્દોથી ભારતના મોટાભાગના વ્યક્તિઓ પરિચિત હશે. ભારતમાં પેન્શન યોજના શરૂઆતમાં સરકારી નોકરી ધરાવતા કારમચારીઓને આપવામાં આવતી હતી. જોકે હાલ આ યોજના બંધ કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2004 નિમણૂક કરાયેલ તમામ સરકારી કર્મચારીઓને આ યોજના લાગુ પડતી હતી, પરંતુ અમુક રાજ્યોમાં હજુ પણ પેન્શન યોજના લાગુ છે.

પેન્શન યોજના માટે થયા આંદોલનો: આ મુદ્દે સરકારી કર્મચારીઓ દ્વારા યોજના ફરી લાગુ કરવા માટે ઘણી વાર આંદોલનો થયા છે. આંદોલન દરમિયાન તમામ કર્મચારીઓની એક જ માંગ હોય છે કે, જૂની પેન્શન યોજનાને ફરી લાગુ કરવામાં આવે. સમજવા જેવી વાત એ છે કે, હાલમાં સરકારી નોકરી મળવી એ ખુબ અઘરૂ કામ બની ગયુ છે. તેવામાં અથાગ મહેનત કરી, રાત દિવસ એક કરી વ્યક્તિ સરકારી નોકરી મેળવતો હોય છે. પોતાના જીવનનો મોટાભાગનો સમય તે સરકારને આપે છે. પરંતુ નિવૃત્ત થયા બાદ સરકાર જ તેની જવાબદારી લેવા માટે સક્ષમ ન હોય તેમ આ સરકારે કર્મચારીઓનુ પેન્શન બંધ કરી પોતાની નિષ્ફળતા દર્શાવી છે. મહત્વનુ છે, કે આ અંગે ઘણીવાર સરકાર દ્વારા કર્મચારીઓને આશ્વાસન આપવામાં આવ્યું છે પરંતુ હંમેશાની જેમ કોઈ ચોક્કસ નિષ્કર્ષ નીકળ્યો નથી.

નવી યોજના અમલમાં લાવવાનો પ્રસ્તાવ: ઉગ્ર બનતા આ મામલે, વર્ષ 2023 માં સોમનાથન કમિટી ગોઠવવામાં આવી હતી. જો કે નાણા સચિવ સોમનાથને જૂની પેન્શન યોજનાને ફરી લાગુ કરવાની દલીલને નકારી કાઢી હતી. પરંતુ તેમાં થોડાક સુધારા વધારા કરી નવી યોજના અમલમાં લાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

શું કહ્યું નિર્મલા સિતરામણે બજેટમાં: હાલમાં 22 જુલાઇથી કેન્દ્ર સરકાર દ્વાર બજેટ-2024 સત્ર શરૂ કરવામાં આવ્યું છે. આ સત્રના બીજા દિવસે એટલે કે, 23 જુલાઇ, મંગળવારે નાણાં મંત્રી નિર્મલા સીતારામણે બજેટ સંમેલન દરમિયાન આશ્વાસન આપતા જણાવ્યુ છે કે, પેન્શન માટે નવા ઠરાવ પસાર કરતી વખતે પેન્શનને લગતા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નવા ઠરાવ પસાર કરવામાં આવશે. જોકે, અહી નોંધનીય બાબત એ કે, છે આ નિવેદન બાદ એટલુ નિષ્કર્ષ નીકળે છે કે, જો પેન્શન યોજનામાં કોઈ ફેરફાર થશે તો જૂની પેન્શન યોજના (OPS)ની જગ્યાએ નવી પેન્શન યોજના (NPS) લાગુ કરવામાં આવશે. પણ આ યોજના લાગુ થશે કે નઈ તે તો હવે આ સરકાર જ જાણે.

શું છે OPS: જૂની પેન્શન યોજના (OPS) અનુસાર, નિવૃત સરકારી કર્મચારીને તેના પગારના 50% જેટલી રકમ નિવૃતિ બાદ દર મહિને મળતી રેહશે. આ પ્રકારની યોજના વ્યક્તિના મૃત્યુ સુધી લાગુ પડતી હોય છે.

જૂની પેન્શન યોજનાનો ઇતિહાસ: તમને જણાવી દઈએ કે, ભારતમાં પેન્શનનું ઇતિહાસ બ્રિટિશના સમયથી શરૂ થાય છે. જેમાં સિવિલ એસ્ટાબ્લિશમેન્ટ્સ 1881 માં, પ્રથમ વખત સરકારી કર્મચારીઓને પેન્શનનો લાભ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 1919 અને 1935માં ભારતના નિયમોમાં પેન્શન માટેની નવી જોગવાઈ થઈ. સ્વતંત્રતા બાદ ખાનગી ક્ષેત્રોએ પણ કામદારોને નિવૃતિ બાદ લાભ મળે તે માટે પેન્શનની શરૂઆત કરી હતી.

1 જાન્યુઆરી 2004 બાદ OPS બંધ કરવામાં આવ્યું: ઘણા વર્ષોથી ભારતના સરકારી કર્મચારીઓને પેન્શન સુવિધાઓ આપવામાં આવતી હતી. પરંતુ 1 જાન્યુઆરી 2004 બાદ તમામ સરકારી કર્મચારીઓ માટે પેન્શન સ્કીમ બંધ કરવામાં આવી હતી. એટલે કે, 1 જાન્યુઆરી 2004 બાદ જેટલા પણ સરકારી કર્મચારીઓની ભરતી થાય તેમને પેન્શન યોજનાનો લાભ મળશે નહીં. પરંતુ 1 જાન્યુઆરી 2004 પહેલા ભરતી કરાયેલ કર્મચારીઓ માટે આ સ્કીમ લાગુ રેહશે.

OPS યોજના કયા રાજ્યોમાં હજુ પણ છે: જો કે, અહી જાણવા જેવી બાબત છે કે, સમગ્ર ભારતમાં આ સ્કીમ બંધ કરવામાં આવી હતી, પરંતુ દરેક રાજ્યમાં જે તે સરકાર હોય તે પોતાની રીતે કાયદાઓ બનાવતી હોય છે. પરિણામે ભારતીય જનતા પાર્ટીની સરકાર ધરાવતા રાજ્યોમાં આ સ્કીમ બંધ છે, જ્યારે કોંગ્રેસ સત્તા ધરાવતા રાજ્યો જેવા કે રાજસ્થાન, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશમાં આ સ્કીમ ચાલુ કરવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસ આ રાજ્યોમાં સત્તા પર આવી.

  1. ટેક્સ સ્લેબને લઈને નાણામંત્રીની મોટી જાહેરાત, 3 લાખ રૂપિયા સુધીના પગાર પર ટેક્સ નહીં - UNION BUDGET 2024
  2. સંસદમાં રજુ થયું બજેટ, જાણો શું થયું સસ્તું, શેના માટે પૈસા ખર્ચવા પડશે - UNION BUDGET 2024

Last Updated : Jul 23, 2024, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.