ETV Bharat / bharat

જાણો.. સંઘપ્રદેશ દમણ-દીવ લોકસભા બેઠકમાં કોની થશે જીત? કેટલી શક્યતા ? - Lok Sabha Elections 2024

લોકસભા સામાન્ય ચૂંટણી 2024નું 7મી મે એ ત્રીજા તબક્કાનું મતદાન હતું. જેમાં સંઘપ્રદેશ દમણ દીવની 1 લોકસભા બેઠક પર મતદાન થયું હતું. સવારના 7 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી કુલ 68.77 ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠક પર અપક્ષ-ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો જંગ હતો. જેનું 4જૂને પરિણામ આવવાનું છે.

દમણ-દીવ લોકસભા બેઠક પર વર્ષ 2024ની સામાન્ય લોકસભા ચૂંટણીમાં કુલ 7 ઉમેદવારો મેદાનમાં
દમણ-દીવ લોકસભા બેઠક પર વર્ષ 2024ની સામાન્ય લોકસભા ચૂંટણીમાં કુલ 7 ઉમેદવારો મેદાનમાં (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 3, 2024, 5:32 PM IST

દમણ: સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠકનું મંગળવારે 4જૂન 2024 ના પરિણામ જાહેર થશે. દમણની TTI ખાતે મતગણતરી કરવામાં આવશે. આ લોકસભા ચૂંટણીમાં કુલ 5 ઉમેદવારો મેદાનમાં છે. દમણ દીવ લોકસભા બેઠક પર કુલ 1,34,201 મતદારો પૈકી 92279 મતદારોએ મતદાન કરતા કુલ 68.77 ટકા મતદાન નોંધાયું છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024નું 7મી મેં એ ત્રીજા તબક્કાનું મતદાન હતું. જેમાં સંઘપ્રદેશ દમણ દિવ 1 લોકસભા બેઠક પર પણ મતદાન થયું હતું. જેની મંગળવારે 4 જૂન 2024ના મતગણતરી યોજાવાની છે. દમણમાં આવેલ TTI કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે EVM ખોલી મતગણતરી હાથ ધરાશે. આ બેઠક પર નોંધાયેલ મતદાનની ટકાવારી જોઈએ તો, દિવમાં 69.93 ટકા અને દમણ માં 68.33 ટકા મળી કુલ 68.77 ટકા મતદાન નોંધાયું છે.

આ બેઠક પર અપક્ષ-ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો જંગ
આ બેઠક પર અપક્ષ-ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો જંગ (ETV bharat Gujarat)
દીવ- દમણ: સંઘપ્રદેશ દમણ દીવ પૈકી દરેક જિલ્લા મુજબ મતદારોની વિગતો જોઈએ તો દમણમાં 50,900 પુરુષ અને 46,262 સ્ત્રીઓ મળી કુલ 97,172 મતદારો છે. દિવ માં 16,748 પુરુષ અને 20,229 સ્ત્રી મતદારો મળી કુલ 37029 મતદારો છે. આ બન્ને જિલ્લા એક જ લોકસભા બેઠક પર આવતા હોય દમણ દીવ લોકસભા બેઠક પર કુલ 1,34,201 મતદારો પૈકી 68.77 ટકા એટલે કે, 92279 મતદારોએ મતદાન કર્યું છે.
સવારના 7 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી કુલ 68.77 ટકા મતદાન નોંધાયું હતું
સવારના 7 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી કુલ 68.77 ટકા મતદાન નોંધાયું હતું (ETV bharat Gujarat)
ઉમેદવારો અને તેમની જીત: દમણ-દીવ લોકસભા બેઠક પર વર્ષ 2024ની સામાન્ય લોકસભા ચૂંટણીમાં કુલ 7 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 1, કેતન ડાહ્યાભાઈ પટેલ જેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર છે. જેમનું નિશાન પંજો છે. 2, પટેલ લાલુભાઈ બાબુભાઇ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. જેમનું નિશાન કમળ છે. 3, પટેલ ઉમેશભાઈ બાબુભાઇ અપક્ષ ઉમેદવાર છે. જેમનું નિશાન પ્રેશર કુકર છે. 4, પટેલ ઉમેશકુમાર ઉત્તમભાઈ નવસર્જન પાર્ટીના ઉમેદવાર છે. જેમનું નિશાન વહાણ છે. 5, પટેલ ઉમેશભાઈ બાબુભાઇ અપક્ષ ઉમેદવાર છે. જેમનું નિશાન બેટરી ટોર્ચ છે. 6, મુલ્લા મોહમ્મદ ઈંદ્રિસ ગુલામ રસુલ અપક્ષ ઉમેદવાર છે. જેમનું નિશાન બેટ છે. 7, શકીલ લતીફ ખાન અપક્ષ ઉમેદવાર છે. જેમનું નિશાન ઓટો રીક્ષા છે. આ તમામનું ભાવિ હાલ EVM માં સીલ થયું છે.રાજકીય પંડિતોએ સેવેલી અપેક્ષા: દમણ દીવ લોકસભા બેઠક પર કોને જીત મળશે તે અંગે રાજકીય પંડિતોએ સેવેલી અપેક્ષા મુજબ જોઈએ તો, 2024માં અહીં ભાજપના ઉમેદવાર 4થી વખત જીતી શકે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલને મોટો ઝાટકો લાગી શકે છે. મતગણતરી માં ભાજપ ના ઉમેદવાર ને સૌથી વધુ મત મળશે. જ્યારે તે બાદ અપક્ષ ઉમેદવાર ઉમેશ બાબુભાઇ પટેલ ને પણ સારા મત મળશે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલને ખૂબ ઓછા મત મળી શકે છે. મતગણતરી બાદ લગાવેલ અંદાજ મુજબ ભાજપના લાલુ ભાઈ પટેલને અંદાજીત 31 હજાર આસપાસ મત મળી શકે છે. અપક્ષ ઉમેદવાર અને કુકરના નિશાન પર ચૂંટણી લડેલા ઉમેશ પટેલને 27 હજાર મત મળી શકે છે. જ્યારે, કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલને માત્ર 6 હજાર આસપાસ મત મળી શકે છે.
સંઘપ્રદેશ દમણ દીવની 1 લોકસભા બેઠક પર 7મી મેએ મતદાન થયું
સંઘપ્રદેશ દમણ દીવની 1 લોકસભા બેઠક પર 7મી મેએ મતદાન થયું (ETV bharat Gujarat)
દમણ દીવ બેઠક પર મતદારોની વિગતો: જોઈએ તો, આ બેઠક પર કોળી પટેલ મતદારો અને ખારવા મતદારોનું પ્રભુત્વ વધુ છે. તે ઉપરાંત પરપ્રાંતીય મતદારો પણ મહત્વના મતદારો ગણાય છે. દમણ માં ST સમાજના 17500 મતદારો છે. SC સમાજના 11000 મતદારો છે. મુસ્લિમ 9500 મતદારો છે. કોળી પટેલ 22000 મતદારો છે. ભંડારી પટેલ 3500 મતદારો છે. ટંડેલ 2500 મતદારો છે. એ ઉપરાંત બ્રાહ્મણ, સોની, પ્રજાપતિ, બારીયા સમાજના 5000 જ્યારે મીટના માંગેલા સમાજના 3000 મતદારો છે. દમણ ઔદ્યોગિક વિસ્તાર હોય અહીં ઉદ્યોગોમાં કામ અર્થે સ્થાઈ થયેલા કેરળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, UP, બિહાર, ઓરિસ્સા રાજ્યના મળી 23323 જેટલા પરપ્રાંતીય મતદારો છે.દીવ જિલ્લામાં કોળી સમાજના 15000 હજાર મતદારો: ખારવા સમાજના 14000 મતદારો છે. SC અને મુસ્લિમ સમાજના મળી ને 4500 મતદારો છે. અન્ય સમાજના 3366 મતદારો છે. મુખ્યત્વે આ ચૂંટણીમાં ભાજપ દ્વારા આ પ્રદેશમાં કરેલા વિકાસને પ્રચારનો મહત્વનો મુદ્દો ગણવામાં આવ્યો હતો. જ્યારે કોંગ્રેસ અને અપક્ષે બેરોજગારી, પ્રશાસનિક તાના શાહી, સ્થાનિક લોકોને સરકારી નોકરી નથી મળતી, વીજળી નું ખાનગીકરણ, વિકાસના નામે લોકોની કનડગત કરવી ઘર તોડવા જેવા મુદ્દાઓ પ્રચારના મુદ્દા રહ્યા હતાં. જો કે આ તમામ મુદ્દાઓની અસર મતદારો માં જોવા મળી છે. એટલે મતદારોએ ભાજપ ને અપક્ષ બન્ને ઉમેદવાર ને પોતાના મત આપ્યા છે. જો કે, તેમાં અપક્ષ ઉમેદવારની સામે ભાજપના ઉમેદવાર ને મતદારોએ વધુ પસંદ કરતાં આખરે ભાજપ ના લાલુ ભાઈ પટેલ સામાન્ય લીડ સાથે આ બેઠક પર ચોથી વખત સાંસદ બનવા જઈ રહ્યા છે. જો કે આ અનુમાન કેટલું સાચું છે. તે તો મતગણતરી ના પરિણામ બાદ જ જાણવા મળશે. પરંતુ હાલ તો અહીં ભાજપ વિજેતા બનતી હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે.
  1. ભાવનગર બેઠક પર મતગણતરીની તૈયારી: મીડિયાને નિશ્ચિત સ્થળ પર શુટીંગની પરવાનગી - lok sabha election result 2024
  2. સુરત શહેરમાંથી નશીલો પદાર્થ ઝડપાવાનો સિલસિલો યથાવત, વધુ એકવાર ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો ઝડપાયો - SURAT CRIME

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.