નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાત્રે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં રક્ષા મંત્રી, ગૃહ મંત્રી ઉપરાંત CCS ના અન્ય સભ્યોએ ભાગ લીધો હતો. સાથે જ ઉચ્ચ સરકારી અધિકારીઓને બાંગ્લાદેશની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી.
#WATCH | The Cabinet Committee on Security (CCS) met today at 7, Lok Kalyan Marg. In the meeting, PM Modi was briefed about the situation in Bangladesh. pic.twitter.com/oTzFp9w6WX
— ANI (@ANI) August 5, 2024
કેબિનેટ સમિતિની બેઠક : આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સહિત અન્ય CCS સભ્યો પણ હાજર રહ્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, અધિકારીઓએ તેમને પાડોશી દેશ બાંગ્લાદેશની સ્થિતિ વિશે માહિતી આપી હતી.
સુરક્ષા મામલે ચર્ચા : આ બેઠકમાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને બાંગ્લાદેશમાં તણાવને કારણે સરહદ પર કોઈ ખતરાની શક્યતાને ધ્યાનમાં રાખીને રણનીતિ બનાવવામાં આવી રહી છે. અગાઉ વિદેશ મંત્રી એસ. જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને બાંગ્લાદેશની સ્થિતિ વિશે માહિતી આપી. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પીએમ પદ પરથી રાજીનામું આપી અને પોતાનો દેશ છોડીને લંડન જવા માટે ભારત આવ્યા છે.
ભારત પહોંચ્યા શેખ હસીના : તમને જણાવી દઈએ કે, આ પહેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પીએમ પદ પરથી રાજીનામું આપીને ભારત પહોંચ્યા હતા. તેઓ હિંડન એરબેઝ પર ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા થઈ હતી.