ETV Bharat / bharat

નવા ભારતના નવા 'નવ સ્ટેશનો': આશરે 168 ગામોની વસ્તીને મળશે કનેક્ટિવિટી, કેબિનેટે રેલવેના બે પ્રોજેક્ટને આપી મંજૂરી - CABINET APPROVE RAILWAY PROJECTS

કેબિનેટે અંદાજિત રૂપિયા 6,798 કરોડના ખર્ચ સાથેના રેલવે મંત્રાલયની બે પરિયોજનાઓને મંજૂરી આપી છે. જાણો...

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2024, 10:58 PM IST

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ રેલવે મંત્રાલયની બે પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ રૂપિયા 6,798 કરોડ છે. આ પ્રોજેક્ટ લોકોને કનેક્ટિવિટી પ્રદાન કરવા, મુસાફરીમાં સરળતા લાવવા, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, ઓઇલ આયાત ઘટાડવા અને કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે પાંચ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

બે મંજૂર થયેલા પ્રોજેક્ટ્સ

  1. નરકટિયાગંજ-રક્સૌલ-સીતામઢી-દરભંગા અને સીતામઢી-મુઝફ્ફરપુર સેક્શનનું 256 કિલોમીટરને આંબીકરણ કરશે
  2. એરુપલેમ અને નામ્બુરુ વચ્ચે અમરાવતી થઈને 57 કિલોમીટરને આવરી લેતી નવી લાઇનનું નિર્માણ કરવામાં આવશે.

નરકટિયાગંજ-રક્સૌલ-સીતામઢી-દરભંગા અને સીતામઢી-મુઝફ્ફરપુર સેક્શનને બમણું કરવાથી નેપાળ, ઉત્તર-પૂર્વ ભારત અને સરહદી વિસ્તારો સાથેનું જોડાણ મજબૂત થશે તથા માલગાડીની સાથે પેસેન્જર ટ્રેનોની અવરજવરની સુવિધા મળશે, જેના પરિણામે આ વિસ્તારનો સામાજિક-આર્થિક વિકાસ થશે. નવી રેલ લાઇન પ્રોજેક્ટ એરુપલેમ-અમરાવતી-નામબુરુ આંધ્રપ્રદેશના એનટીઆર વિજયવાડા અને ગુંટુર જિલ્લાઓ અને તેલંગાણાના ખમ્મમ જિલ્લામાંથી પસાર થાય છે.

રેલવે નેટવર્કમાં આશરે 313 કિ.મી.નો વધારો: આંધ્રપ્રદેશ, તેલંગાણા અને બિહાર એમ ત્રણ રાજ્યોના 8 જિલ્લાઓને આવરી લેતી આ બંને યોજનાઓથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 313 કિલોમીટરનો વધારો થશે. નવી લાઇન પ્રોજેક્ટથી 9 નવા સ્ટેશનો સાથે આશરે 168 ગામો અને આશરે 12 લાખની વસ્તીને કનેક્ટિવિટી મળશે. મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટથી બે મહત્વાકાંક્ષી જિલ્લાઓ (સીતામઢી અને મુઝફ્ફરપુર) સાથે જોડાણો વધશે, જે અંદાજે 388 ગામડાઓ અને આશરે 9 લાખની વસ્તીને સેવા આપે છે.

રેલવે પર્યાવરણને અનુકૂળ અને પરિવહનનું ઊર્જાદક્ષ માધ્યમ: કૃષિ પેદાશો, ખાતર, કોલસો, લોખંડની કાચી ધાતુ, સ્ટીલ, સિમેન્ટ વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટેના આ આવશ્યક માર્ગો છે. ક્ષમતા વધારવાના કાર્યોને પરિણામે 31 એમટીપીએ (મિલિયન ટન પ્રતિ વર્ષ)ની તીવ્રતાનો વધારાનો નૂર પરિવહન થશે. રેલવે પર્યાવરણને અનુકૂળ અને પરિવહનનું ઊર્જાદક્ષ માધ્યમ છે, જે આબોહવાના લક્ષ્યાંકો હાંસલ કરવામાં અને દેશના પરિવહન ખર્ચને લઘુતમ કરવામાં, કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઓછું કરવા (168 કરોડ કિ.ગ્રા.) એમ બંનેમાં મદદરૂપ થશે, જે 7 કરોડ વૃક્ષોનાં વાવેતરને સમકક્ષ છે.

નવી લાઇનની દરખાસ્ત આંધ્રપ્રદેશની પ્રસ્તાવિત રાજધાની "અમરાવતી"ને સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે તથા ઉદ્યોગો અને લોકોના અવરજવરમાં સુધારો કરશે. જે ભારતીય રેલવે માટે કાર્યદક્ષતા અને સેવાની વિશ્વસનીયતામાં વધારો કરશે. આ મલ્ટિ-ટ્રેકિંગ દરખાસ્તથી કામગીરી સરળ બનશે અને ગીચતામાં ઘટાડો થશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે.

સાતત્યપૂર્ણ કનેક્ટિવિટી મળશે: આ વિવિધ પ્રોજેક્ટ પ્રધાનમંત્રીના નવા ભારતના વિઝનને અનુરૂપ છે, જે આ વિસ્તારના લોકોને વિસ્તૃત વિકાસનાં માધ્યમથી 'સ્વચ્છ' બનાવશે, જે તેમની રોજગારી/સ્વરોજગારીની તકો વધારશે. આ પ્રોજેક્ટ્સ મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું પરિણામ છે, જે સંકલિત આયોજન મારફતે શક્ય બન્યું છે અને લોકો, ચીજવસ્તુઓ અને સેવાઓની અવરજવર માટે સાતત્યપૂર્ણ કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેમજ આ પ્રોજેક્ટ્સ સંપર્ક વિહોણા વિસ્તારોને જોડતી લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો કરશે, હાલની લાઇન ક્ષમતામાં વધારો કરશે અને પરિવહન નેટવર્કમાં વધારો કરશે, જેના પરિણામે સપ્લાય ચેઇન સુવ્યવસ્થિત થશે અને આર્થિક વૃદ્ધિને વેગ મળશે. આ પ્રોજેક્ટ્સ આશરે 106 લાખ માનવ-દિવસો માટે સીધી રોજગારીનું સર્જન કરશે.

આ પણ વાંચો:

  1. અમરેલી ભાજપના દિગ્ગજ નેતા ડો. ભરત કાનાબાર ફરી એકવાર ચર્ચામાં, 'X' દ્વારા કર્યો ચોંકાવનારો દાવો
  2. 10-15 વર્ષમાં આવાસ જર્જરિત થઈ જાય તો તપાસ થવી જોઈએઃ ગુજરાત હાઈકોર્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.