ETV Bharat / bharat

Bullet Train: 'અર્લી અર્થક્વેક ડીટેક્શન સીસ્ટમ' માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 28 સિસ્મોમીટર્સ લગાડાશે - ગુજરાત

ભારત દેશમાં સૌ પ્રથમ વખત સિસ્ટોમીટર્સનો ઉપયોગ રેલવે તંત્રમાં કરવામાં આવશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 'અર્લી અર્થક્વેક ડીટેક્શન સીસ્ટમ' માટે 28 સિસ્મોમીટર્સ લગાડાશે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Bullet Train Early Earthquake Detection System 28 Seismometers First Time in India

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 28 સિસ્મોમીટર્સ લગાડાશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2024, 10:41 PM IST

નવી દિલ્હીઃ ભૂકંપ દરમિયાન મુસાફરોની સલામતી અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (મુંબઇ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર) માટે 28 સિસ્મોમીટર્સ લગાવવામાં આવશે. આ સુવિધા ભારત દેશમાં પ્રથમ વખત ઉપયોગમાં લેવામાં આવશે.

જાપાનીઝ ટેકનોલોજીઃ 'અર્લી અર્થક્વેક ડીટેક્શન સીસ્ટમ' જાપાની શિંકનસેન ટેકનોલોજી પર આધારિત છે. આ ટેકનોલોજી આંચકાઓને શોધી કાઢશે અને ઓટોમેટિક પાવર શટડાઉન કરશે. જ્યારે પાવર શટડાઉનનો મેસેજ મળશે ત્યારે બુલેટ ટ્રેનની ઈમરજન્સી બ્રેક્સ પોતાની જાતે જ લાગી જશે. તેથી ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારોમાં દોડતી બુલેટ ટ્રેન્સ આપોઆપ રોકાઈ જશે.

28 સિસ્મોમીટર્સઃ ભૂકંપ જેવી કુદરતી આફતોમાંથી બચવા માટેની 'અર્લી અર્થક્વેક ડીટેક્શન સીસ્ટમ'માં કુલ 28 સિસ્મોમીટર્સ લગાવવામાં આવશે. જેમાંથી 22 સિસ્મોમીટર્સને એલાઈનમેન્ટ સાથે ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ 22માંથી 8 સિસ્મોમીટર્સ મહારાષ્ટ્રમાં હશે. જેમાં મુંબઈ, થાણે, વિરાર અને બોઈસર જેવા સ્ટેશનને સમાવી લેવામાં આવશે. જ્યારે 14 સિસ્મોમીટર્સ ગુજરાતમાં લગાડાશે. ગુજરાતના વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમદાવાદ અને અમદાવાદ જેવા શહેરોની આસપાસના વિસ્તારોમાં આ સિસ્મોમીટર્સ ઈન્સ્ટોલ કરાશે.

જાપાની નિષ્ણાતો દ્વારા સર્વેક્ષણઃ બાકીના 6 સિસ્મોમીટર્સ આંતરિક સિસ્મોમીટર્સ તરીકે કામ કરશે. જે ધરતીકંપની શક્યતા ધરાવતા વિસ્તારોમાં આવનારા ભૂકંપની માહિતી પૂરી પાડશે. જેમાં મહારાષ્ટ્રના ઘેડ, રત્નાગિરિ, લાતુર અને પાંગરી અને ગુજરાતના આડેસર અને જૂના ભુજનો સમાવેશ થાય છે. આ સીસ્ટમ અને સિસ્મોમીટર્સ છેલ્લા 100 વર્ષોમાં 5.5થી વધુ તીવ્રતાના ભૂકંપો આવ્યા છે તેમાં કાર્યરત કરવામાં આવશે. જાપાનના નિષ્ણાતો દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. સૂક્ષ્મ કંપન પરીક્ષણ દ્વારા વિગતવાર સર્વેક્ષણ અને માટીની યોગ્યતાના અભ્યાસ પછી, ઉપરોક્ત સ્થળોની પસંદગી કરવામાં આવી હતી.

  1. Surat News : જાપાનના પ્રતિનિધિમંડળે અંત્રોલીમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની મુલાકાત લઇ સમીક્ષા કરી
  2. દેશના પ્રથમ બુલેટ ટ્રેનના મોર્ડન રેલવે સ્ટેશન સાબરમતીનો પ્રથમ વીડિયો જાહેર થયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.