રૂદ્રપ્રયાગ (ઉત્તરાખંડ): કેદારનાથ પદયાત્રાના માર્ગ પર પહાડો પરથી પથ્થરો અને કાટમાળ પડવાને કારણે ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે અન્ય 5 ભાવિકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકો 2 મહારાષ્ટ્રના અને 1 ઉત્તરાખંડના રહેવાશી છે, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓમાં 3 ગુજરાતના અને 2 મહારાષ્ટ્રના છે. આ દૂર્ઘટના કેદારનાથ પદયાત્રી માર્ગ પર ચિરબાસા ખાતે થયો હતો. આ માહિતી રુદ્રપ્રયાગ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે આપી છે.
केदारनाथ यात्रा मार्ग के पास पहाड़ी से मलबा व भारी पत्थर गिरने से कुछ यात्रियों के हताहत होने का समाचार अत्यंत दुःखद है। घटनास्थल पर राहत एवं बचाव कार्य जारी है, इस सम्बन्ध में निरंतर अधिकारियों के संपर्क में हूं। हादसे में घायल हुए लोगों को त्वरित रूप से बेहतर उपचार उपलब्ध…
— Pushkar Singh Dhami (@pushkardhami) July 21, 2024
મૃતકોના નામ
- કિશોર અરુણ (31 વર્ષ), રહેવાસી- નાગપુર, મહારાષ્ટ્ર
- સુનિલ મહાદેવ (ઉંમર 24 વર્ષ), રહેવાસી- જાલના, મહારાષ્ટ્ર
- અનુરાગ બિષ્ટ, રહેવાસી- તિલવારા, રૂદ્રપ્રયાગ (ઉત્તરાખંડ)
ઈજાગ્રસ્તોના નામ
- ચેલાભાઈ ચૌધરી, રહેવાસી- ગુજરાત
- જગદીશ પુરોહિત, રહેવાસી- ગુજરાત
- હરદાનભાઈ પટેલ, રહેવાસી- ગુજરાત
- અભિષેક ચૌહાણ, રહેવાસી- મહારાષ્ટ્ર
- ધનેશ્વર દાંડે, રહેવાસી- નાગપુર, મહારાષ્ટ્ર
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને સવારે લગભગ સાડા સાત વાગે માહિતી મળી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેદારનાથ યાત્રાના માર્ગ પર ચિરબાસા નજીક પહાડી પરથી કાટમાળ અને ભારે પથ્થરો પડતા આ ઘટના બની અને જેના કારણે કેટલાક મુસાફરો કાટમાળ નીચે દટાયા છે. આ માહિતી મળતા જ NDRF, DDRF, YMF અને પ્રશાસનની ટીમો સહિત યાત્રાના રૂટ પર તૈનાત સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે રેસ્ક્યુ ટીમે કાટમાળમાંથી 3 મુસાફરોને બહાર કાઢ્યા છે, જેઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે એક ઘાયલ મુસાફરને બચાવી લેવામાં આવ્યો છે. હાલમાં રાહત અને બચાવ માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આજે હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આવી સ્થિતિમાં પહાડો પર પથ્થરો અને પથ્થરો પડતા નદી-નાળાઓ છલકાઈ જવાનો ખતરો વધી ગયો છે. તેથી, વરસાદની મોસમમાં ખાસ કાળજી લેવાની જરૂર છે.
નોંધનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ ગૌરીકુંડમાં એક મોટો અકસ્માત થયો હતો. જ્યાં પહાડીઓનો અમુક ભાગ ધસી પડતા ત્રણ દુકાનો ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ગુમ થયા હતા. મંદાકિની નદીમાંથી લગભગ એક ડઝન લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.