ETV Bharat / bharat

દિલ્હીથી લંડન જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી, ફ્રેન્કફર્ટમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

દિલ્હીથી લંડન જઈ રહેલી વિસ્તારાની ફ્લાઈટને ગઈકાલે રાત્રે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારબાદ તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

ફ્લાઈટમાં બોમ્બની ધમકી
ફ્લાઈટમાં બોમ્બની ધમકી (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2024, 9:58 AM IST

નવી દિલ્હી : શુક્રવારના રોજ દિલ્હીથી લંડન જતી વિસ્તારાની ફ્લાઇટને બોમ્બની ધમકી મળી હતી. જે બાદ ફ્લાઈટને ફ્રેન્કફર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્રેન્કફર્ટમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. તાજેતરમાં વિમાનોને ઉડાવી દેવાની ખોટી નકલી ધમકીઓ મળી છે.

વિસ્તારાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી : એરલાઇનના પ્રવક્તાએ આજે શનિવારના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્લેન ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ તરફથી ક્લિયરન્સ મળ્યા બાદ પ્લેન તેના ગંતવ્ય સ્થાન માટે રવાના થશે. પ્રવક્તાએ કહ્યું કે 18 ઓક્ટોબરના રોજ દિલ્હીથી લંડન જતી વિસ્તારાની ફ્લાઈટ UK17ને સોશિયલ મીડિયા પર સુરક્ષા સંબંધિત ધમકી મળી હતી.

ફ્રેન્કફર્ટમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ : આ માહિતી તાત્કાલિક સંબંધિત અધિકારીઓને આપવામાં આવી હતી. સાવચેતીના પગલા તરીકે પાઈલોટે ફ્લાઇટને ફ્રેન્કફર્ટ તરફ વાળવાનું નક્કી કર્યું. દરમિયાન અકાસા એરએ જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ બેંગલુરુથી મુંબઈ જતી તેમની ફ્લાઇટ QP 1366 ને ટેકઓફના થોડા સમય પહેલા સુરક્ષા ચેતવણી મળી હતી. એરલાઈને ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું કે, સુરક્ષા પ્રક્રિયાઓ અનુસાર મુસાફરોને ઉતારવામાં આવ્યા અને વિમાનની તપાસ કરવામાં આવી હતી.

ખોટી ધમકીઓના કિસ્સા : તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં ઈન્ડિયન એરલાઈન્સ દ્વારા સંચાલિત લગભગ 40 ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ખોટી ધમકીઓ મળી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય એરલાઇન્સને બોમ્બની ખોટી ધમકીની ઘટનાઓને રોકવા માટે કડક નિયમો લાગુ કરવાની યોજના બનાવી રહ્યું છે. જેમાં આવું કરનારાઓને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાનો પણ સમાવેશ થાય છે.

  1. મુંબઈથી મધ્ય પૂર્વ જતી ઈન્ડિગોની બે ફ્લાઈટમાં બોમ્બની ધમકી
  2. મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.