જયપુર: જયપુર એરપોર્ટ પર ફરી એક વાર વિમાનમાં બોમ્બની ધમકી પછી ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. શુક્રવારની રાતે એર ઇન્ડિયા એક્સપ્રેસ IX 196 નો આ મામલો છે. જ્યારે દુબઇથી રાતે 12:45 વાગે જયપુર આવનારા વિમાનની ફુલ ઇમર્જન્સીમાં લેન્ડિંગ કરવામાં આવી હતી. દુબઇથી રાતે 12: 45 વાગે જયપુરથી આવનારી ઇન્ટરનેશનલ ફલાઇટમાં બોમ્બની ધમકી મળ્યા પછી એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. આ વિમાન રાતે 1:20 વાગે જયપુર પહોંચ્યુ હતું. જ્યાં તેની ફુલ ઇમર્જન્સીમાં લેન્ડિંગ કરવવામાં આવી હતી. વિમાનમાં કુલ 189 યાત્રીઓ સવાર હતા. લેન્ડિંગ પછી સુરક્ષા દળોએ વિમાનની ઝીણવટભરી તપાસ કરી હતી. પરંતુ તપાસ દરમિયાન વિમાનની ઝીણવટભરી તપાસ કર્યા પછી કાઇ પણ શંકાસ્પદ મળ્યું નહી.
સવારે 5:00 વાગ્યે આપવામાં આવ્યું ક્લિયરન્સઃ દુબઈથી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બની ધમકી બાદ સુરક્ષા દળોએ પ્લેનની તપાસ કરી. તપાસ દરમિયાન પ્લેનમાં કંઈ મળ્યું ન હતું. આ પછી, સવારે 5 વાગ્યે તપાસ પૂર્ણ કર્યા પછી, ફ્લાઈટને મંજૂરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઈટ જયપુરથી દુબઈ જાય છે. ધમકીઓ મળવાને કારણે ફ્લાઇટ મોડી પડી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર IX-195 સવારે 6:10 વાગ્યે જયપુરથી દુબઈ માટે રવાના થાય છે. બોમ્બની ધમકીની સઘન તપાસમાં લગભગ 3:30 કલાકનો સમય લાગ્યો હતો. જેના કારણે ડિપાર્ચર ફ્લાઈટ દોઢ કલાકથી વધુ મોડી પડી હતી.
15 ઓક્ટોબરે મળી હતી 5 ધમકીઓ: થોડા દિવસો પહેલા જયપુર એરપોર્ટથી આવનારી ફ્લાઇટોમાં સતત વિસ્ફોટની ધમકીઓ મળી હતી. થોડા દિવસો પહેલા 15 ઓક્ટોબરે જયપુરથી જોડાયેલી 2 ફ્લાઇટો સહિત સમગ્ર દેશની 5 ફલાઇટોમાંથી બોમ્બની ધમકીઓ મળી હતી. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી. દમામ સાઉદી અરબથી લખનૌ જઇ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ-6E98ની સાથે સાથે જ્યપુરથી અયોધ્યા થઇને બેંગ્લુરુ જતી એર ઇન્ડીયાની ફ્લાઇટ- IX765 દરભંગાથી મુંબઇ જતી સ્પાઇસજેટની ફ્લાઇટ- SG116,સિલીગુડીથી બેંગ્લુરુ જતી અકાસાની ફ્લાઇટ-QP1373 અને દિલ્લીથી શિકાગો જતી એર ઇન્ડીયાની ફ્લાઇટ-AI127ને લઇને ધમકીઓ મળી હતી.
આ પણ વાંચો: