હ્યુસ્ટન : અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર લઈ જતું અવકાશયાન (સ્ટારલાઈનર કેપ્સ્યુલ) આજે પૃથ્વી પર પાછું આવી રહ્યું છે. જોકે, આ અવકાશયાન ખાલી પરત ફરી રહ્યું છે. આ અવકાશયાન જૂન મહિનામાં બંને અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશન પર લઈ ગયું હતું, જ્યાં પાછળથી તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. બંને અવકાશયાત્રીઓ અવકાશમાં ફસાઈ ગયા હતા.
Join us for an orbital sunrise 🌍
— NASA (@NASA) September 5, 2024
Astronaut @dominickmatthew captured this time-lapse from the @Space_Station as the orbiting laboratory passed over Europe. pic.twitter.com/gEsallJm09
સ્ટારલાઇનર કેપ્સ્યુલ પૃથ્વી પર લેન્ડ કરશે : સ્ટારલાઈનર કેપ્સ્યુલ આજે સવારે પૃથ્વી પર ઉતરશે. લેન્ડિંગ ન્યૂ મેક્સિકોમાં કરવામાં આવશે. બોઈંગ કંપનીનું સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ મોડી રાત્રે સ્પેસ સ્ટેશનથી અલગ થઈ ગયું હતું. સ્ટારલાઈનર કેપ્સ્યુલ પૃથ્વી પર પરત ફર્યા બાદ તેની તપાસ કરવામાં આવશે. વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરશે કે હિલિયમ ગેસ કેવી રીતે લીક થયો, જેના કારણે સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અવકાશમાં ફસાઈ ગયા.
LIVE: @BoeingSpace's uncrewed #Starliner spacecraft is leaving orbit and touching down at New Mexico's White Sands Space Harbor. Landing is now targeted for 12:01am ET (0401 UTC) on Sept. 7. https://t.co/jlCEKXRhkx
— NASA (@NASA) September 7, 2024
અવકાશયાનમાં ટેકનિકલ ખામી : જૂનમાં સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈને લિફ્ટઓફ કર્યા પછી સ્ટારલાઈનર કેપ્સ્યુલ એક અઠવાડિયા પછી પૃથ્વી પર પરત આવવાનું હતું. પરંતુ સ્ટારલાઈનરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. કહેવાય છે કે સ્ટારલાઈનરમાં હિલીયમ ગેસ લીક થયો હતો. જોકે, આ ખામીઓ ઘણી હદ સુધી દૂર કરવામાં આવી હતી. પરંતુ સુરક્ષાના દૃષ્ટિકોણથી તેમને પાછા લાવવાનું યોગ્ય માનવામાં આવ્યું ન હતું. બંને અવકાશયાત્રીઓ 5 જૂને 8 દિવસ માટે અંતરિક્ષમાં જવા રવાના થયા હતા.
The uncrewed #Starliner spacecraft is backing away from the @Space_Station after undocking from the Harmony module's forward port at 6:04pm ET (2204 UTC). pic.twitter.com/uAE38ApiJw
— NASA (@NASA) September 6, 2024
શા માટે અવકાશયાન ખાલી પરત આવ્યું ? સ્ટારલાઈનર કેપ્સ્યુલ આજે પૃથ્વી પર લેન્ડ કરશે. લોકોના મનમાં એવો વિચાર આવે છે કે, તેને ખાલી કેમ ઉતારવામાં આવે છે ? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાસાના વૈજ્ઞાનિકો અગાઉના બે અકસ્માતથી ડરી ગયા છે. તેઓ નથી ઈચ્છતા કે આવો કોઈ અકસ્માત ફરીથી થાય. કોલંબિયા સ્પેસ શટલ અકસ્માત ફેબ્રુઆરી 2003માં થયો હતો, જ્યારે ચેલેન્જર અકસ્માત જાન્યુઆરી 1986માં થયો હતો. આ બંને દુર્ઘટનાઓમાં ભારતીય મૂળના કપલાના ચાવલા સહિત ઘણા અવકાશયાત્રીઓના મોત થયા હતા.