નવી દિલ્હીઃ દિલ્હી ભાજપ શીખ સેલે રાહુલ ગાંધીના શીખ સમુદાય પરના નિવેદન પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી તેમના વિદેશ પ્રવાસ દરમિયાન ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના નેતાઓએ માંગ કરી હતી કે રાહુલ ગાંધીએ શીખ સમુદાયને લઈને કરેલી ટિપ્પણી માટે માફી માંગવી જોઈએ. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. જો કે આ દરમિયાન ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્યએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસ પાર્ટી હવે ભાજપ પર વળતો પ્રહાર કરી રહી છે.
ભાજપ નેતા તરવિંદર સિંહ મારવાહ (કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા)એ રાહુલ ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. કોંગ્રેસે તેની ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.
दिल्ली BJP का नेता और पूर्व विधायक, तरविंदर सिंह मारवाह ने आज प्रदर्शन के दौरान कहा:
— Congress (@INCIndia) September 11, 2024
“राहुल गांधी बाज आ जा, नहीं तो आने वाले टाइम में तेरा भी वही हाल होगा जो तेरी दादी का हुआ”
BJP का ये नेता खुलेआम देश के नेता प्रतिपक्ष की हत्या की धमकी दे रहा है.@narendramodi जी, अपने… pic.twitter.com/tGisA5dfNu
વીડિયોમાં શું છે
રાહુલ ગાંધીનો વિરોધ કરી રહેલા શીખ સમુદાયના ભાજપના નેતાઓ વીડિયોમાં રાહુલ ગાંધીને ખુલ્લી ધમકી આપી રહ્યા છે. આ ભડકાઉ નિવેદન પર કોંગ્રેસ આક્રમક બની છે. કોંગ્રેસે પોસ્ટ કરી છે @narendramodi જી, તમે તમારી પાર્ટીના આ નેતાની ધમકી પર ચૂપ ન રહી શકો. આ બહુ ગંભીર બાબત છે. આ તમારા પક્ષની નફરતની ફેક્ટરીની ઉપજ છે. આ અંગે પગલાં લેવા પડશે.
#WATCH | Delhi: Sikh Prakoshth of BJP Delhi holds protest against Lok Sabha LoP & Congress MP Rahul Gandhi outside his residence over his statement on the Sikh community. pic.twitter.com/JWateZ1J9B
— ANI (@ANI) September 11, 2024
શું છે રાહુલ ગાંધીનું નિવેદન, જેના પર ચાલી રહ્યો છે વિવાદ?
હાલમાં જ અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ વર્જીનિયામાં ભારતીય સમુદાયના મૂળ લોકને સંબોધિત કરતા કહ્યું હતું કે, 'સૌથી પહેલાં એ સમજવુ પડશે કે લડાઈ શું છે લડાઈ રાજનીતિ વિશે નથી..આ ઉપરછલ્લી છે. આપનું નામ શું છે ? લડાઈ એના વિશે છે કે શુ એક સિખ તરીકે તેમને ભારતમાં પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે એક સિખ તરીકે તેમને ભારતમાં કડા પહેરવાની મંજૂરી આપવામાં આવશે.. કે પછી એક સિખ ગુરૂદ્વારા જઈ શકશે. ખરા અર્થમાં લડાઈ આના વિશે છે જે માત્ર તેમના માટે નહી, પરંતુ તમામ ધર્મો માટે છે'