ETV Bharat / bharat

અજિત પવારને મોટો આંચકો !!! 4 નેતાઓએ NCPને કર્યુ અલવિદા - big jolt to ajit pawar - BIG JOLT TO AJIT PAWAR

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા અજિત પવારને મોટો આંચકો લાગ્યો છે. લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ NCP(અજીત જૂથ)ના 4 નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 17, 2024, 3:54 PM IST

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના 4 નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. જેના કારણે પાર્ટી રાજકીય વિઘ્નોનો સામનો કરી રહી છે. અજિત પવારની પાર્ટીને મંગળવારે મોટો ફટકો પડ્યો જ્યારે પિંપરી-ચિંચવડના તેના 4 ટોચના નેતાઓએ રાજીનામું આપ્યું અને વરિષ્ઠ નેતા શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાની સંભાવના તોળાઈ રહી છે.

આરએસએસ-સંલગ્ન મેગેઝિન ઓર્ગેનાઈઝરમાં પ્રકાશિત થયેલા એક લેખમાં, અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીને મહારાષ્ટ્રમાં ભાજપના ખરાબ પ્રદર્શન માટે જવાબદાર ગણવામાં આવી હતી. લેખમાં મહારાષ્ટ્રમાં બીજેપીના નબળા પ્રદર્શન માટે અજિત પવારના નેતૃત્વવાળી NCP સાથેના ગઠબંધન અને પાર્ટીના કાર્યકરો અને રાજ્યની NDA સરકાર વચ્ચે વાતચીતના અભાવને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે.

જે નેતાઓએ અજિત પવારને છોડવાનો નિર્ણય લીધો છે તેમાં પિંપરી-ચિંચવડ યુનિટના પ્રમુખ અજિત ગવહાણે, વિદ્યાર્થી નેતા યશ સાને અને 2 ભૂતપૂર્વ કાઉન્સિલર રાહુલ ભોસલે અને પંકજ ભાલેકરનો સમાવેશ થાય છે. અજિત ગવહાણેએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું, મેં ગઈ કાલે રાજીનામું આપ્યું હતું અને આજે અમે અન્ય વિધાનસભા મતવિસ્તારના તમામ ભૂતપૂર્વ કાઉન્સિલરો સાથે બેઠક કરીશું. અમે તે મુજબ અમારી ભાવિ રણનીતિ નક્કી કરીશું. અમે પવાર સાહેબ (શરદ પવાર)ના આશીર્વાદ લઈશું. અમે જઈએ છીએ. અમે સાથે મળીને નિર્ણય લઈશું. તેમણે આરોપ લગાવ્યો કે 2017થી ભાજપે પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC) પર કબજો કરવાનું શરૂ કર્યુ છે, જેના કારણે વિકાસ અટકી ગયો છે.

આ રાજીનામા એવા સમયે આવ્યું છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે અજિત પવાર કેમ્પના કેટલાક નેતાઓ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા શરદ પવારના જૂથમાં પાછા જવા ઇચ્છુક છે. નોંધનીય છે કે શરદ પવાર પહેલા જ કહી ચૂક્યા છે કે તેમની પાર્ટીને નબળી પાડનારાઓ માટે દરવાજા બંધ છે, જ્યારે જે નેતાઓ સંગઠનની છબીને નુકસાન પહોંચાડ્યા વિના તેને મજબૂત કરી શકે છે તેમનું સ્વાગત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અજિત પવારની પાર્ટીએ રાજ્યમાં 4 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી હતી અને માત્ર એક (રાયગઢ) જીતી હતી. જ્યારે તેમના કાકાના જૂથે મહારાષ્ટ્રમાં 8 બેઠકો જીતી હતી. હવે આ વર્ષના અંતમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જેના પર સૌ કોઈની નજર છે.

  1. સ્ટાર પ્રચારકોની યાદી અંગે શિવસેના અને ભાજપ વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરતી એનસીપી - NCP SP complains to EC
  2. Sharad pawar on bjp: શરદ પવારે કર્યા ભાજપ પર પ્રહાર, કહ્યું રાજકીય લાભ ખાટવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો કરાઈ રહ્યો છે દુરુપયોગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.