બાંગ્લાદેશી અખબાર ડેઈલી પોસ્ટ અનુસાર, સોમવારે ટોળાએ ઓછામાં ઓછા 27 જિલ્લાઓમાં હિન્દુઓના ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓ પર હુમલો કર્યો. આ ટોળાએ તેમનો કિંમતી સામાન પણ લૂંટી લીધો હતો. ડેઈલી પોસ્ટ અનુસાર, લાલમોનિરહાટ સદર ઉપજિલ્લામાં, સોમવારે સાંજે તેલીપારા ગામમાં એક ટોળાએ લાલમોનિરહાટ પૂજા ઉદ્યોગ પરિષદના સચિવ પ્રદીપ ચંદ્ર રોયના ઘરમાં તોડફોડ કરી અને લૂંટ કરી. તોફાની ટોળાએ થાણા રોડ પર જિલ્લાના પૂજા ઉદ્યોગ પરિષદના નગરપાલિકાના સભ્ય મુહીન રોયની કોમ્પ્યુટરની દુકાનને પણ નિશાન બનાવી હતી અને તોડફોડ કરીને લૂંટ ચલાવી. નાહિદે અન્ય બે સંયોજકો સાથે વિડિયોમાં કહ્યું કે અમે વચગાળાની સરકાર માટે ફ્રેમવર્કની જાહેરાત કરવામાં 24 કલાકનો સમય લીધો. જો કે, કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે હવે આની જાહેરાત કરી રહ્યા છીએ. અમે નક્કી કર્યું છે કે એક વચગાળાની સરકાર રચવામાં આવશે જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસ મુખ્ય સલાહકાર હશે.
બાંગ્લાદેશમાં સેનાનું શાસન, બ્રિટનમાં આશરો મળે ત્યાં સુધી શેખ હસીનાને ભારતમાં સહારો - bangladesh coup - BANGLADESH COUP
![બાંગ્લાદેશમાં સેનાનું શાસન, બ્રિટનમાં આશરો મળે ત્યાં સુધી શેખ હસીનાને ભારતમાં સહારો - bangladesh coup બાંગ્લાદેશમાં રાજકીય તંગદીલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-08-2024/1200-675-22137358-thumbnail-16x9-jpg-new.jpg?imwidth=3840)
![ETV Bharat Gujarati Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Aug 6, 2024, 8:57 AM IST
|Updated : Aug 6, 2024, 10:17 AM IST
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ 5 ઓગસ્ટના રોજ સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનને પગલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ તેઓ લંડન જવાની યોજનાના ભાગરૂપે ભારત આવ્યા અને ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ઉતર્યા. બાંગ્લાદેશ વાયુસેનાના C-130J મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં દિલ્હી નજીકના એરબેઝ પર ઉતર્યાના કલાકો પછી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તેમને મળ્યા, સૂત્રોએ જણાવ્યું હતું. બાંગ્લાદેશની પરિસ્થિતિ પર સતત અપડેટ્સ વાંચો...
LIVE FEED
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશને બાનમાં લીધું, 27 જિલ્લાઓમાં હિન્દુઓના ઘર, દુકાનો અને ધાર્મિક સ્થળોએ હુમલો
![પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશને બાનમાં લીધું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-08-2024/22137358_raj.jpg)
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ભારત-બાંગ્લાદેશ સીમા પર સુરક્ષા સઘન
શેખ હસીનાએ ભારતમાં લીધી શરણ લીધી છે, તેને જોતા ભારત સરકારે સતર્કતા વધારી છે. પશ્ચિમ બંગાળમાં જલપાઈગુડીમાં ભારત-બાંગ્લાદેશ સીમા પર ફુલબારીમાં એકિકૃત ચેક પોસ્ટ પર સુરક્ષા સઘન કરવામાં આવી છે.
બાંગ્લાદેશમાં અરાજકતા: શેખ હસીના દેશ છોડીને ભાગ્યા, સેનાએ કહ્યું વચગાળાની સરકાર સત્તા સંભાળશે
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલ-પાથલ બાદ અરાજકતાનો માહોલ છે, ત્યારે બાંગ્લાદેશમાં હવે સેનાએ મોરચો સંભાળ્યો છે અને શેખ હસીના દેશ છોડીને ભારત આવી ગયાં છે. બાંગ્લાદેશની સેનાએ કહ્યું વચગાળાની સરકાર સત્તા સંભાળશે.