અમદાવાદ : આજે 30 મે, 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્રનું ભ્રમણ આજે કુંભ રાશિમાં છે જે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજે આપ સમાજ અને મિત્રો તેમજ તેમની સાથે સંકળાયેલા કામમાં વ્યસ્ત રહેશો. તેમાં રૂપિયાનો ખર્ચ પણ થઇ શકે છે. પણ આપને અચાનક નાણાંનો લાભ થતા આપ ખુશ થઇ જશો. સરકારી કામકાજ સારી રીતે પાર પડશે. આપ જેમને માન આપતા હોવ તેવી વ્યક્તિઓને મળવાનું થાય. સંતાનો તરફથી સારા સમાચાર આવશે. પ્રવાસ થઇ શકે છે. લગ્નવાંછુઓ લગ્નગ્રંથિથી જોડાય તેવી શક્યતા છે.
વૃષભ: ચંદ્રનું ભ્રમણ આજે કુંભ રાશિમાં છે જે આપની રાશિથી દશમ ભાવમાં છે. આજે આપ નવા કામની શરૂઆત કરી શકશો. નોકરી કરનારા લોકો માટે દિવસ સારો છે, તેમની આવક વધે અને નોકરીમાં બઢતી મળે તેવી પણ શક્યતા છે. આપ સરકાર તરફથી પણ લાભ મેળવી શકશો. આપના લગ્નજીવનમાં સુમેળ જળવાઇ રહેશે. ઉપરી અધિકારીઓ આપના કામની સરાહના કરીને આપનો ઉત્સાહ વધારશે. જે કાર્યો વિલંબમાં પડ્યા હોય તે પુરા કરી શકશો. પતિ-પત્નીના સંબંધો વધુ ગાઢ બને.
મિથુન: ચંદ્રનું ભ્રમણ આજે કુંભ રાશિમાં છે જે આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે આપને થોડી મુશ્કેલીઓનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. આપ થાક અને સુસ્તી ટાળવા માટે કામથી વિરામ લઇને આપ્તજનો સાથે ક્યાંક નજીકના સ્થળે પિકનિકનું આયોજન કરી શકો છો. આપના મન ચિંતાનું સ્તર નીચું લાવવા માટે વધુ પડતા વિચારો કરવાનું ટાળીને વ્યવહારુ અભિગમ અપનાવવો. ઓફિસમાં સાથી કર્મચારીઓ પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખવી નહીં. ઉચ્ચ અધિકારીઓ સાથે દલીલ કે ચર્ચા ટાળવી. વિરોધીઓથી પણ બચીને રહેજો.
કર્ક: ચંદ્રનું ભ્રમણ આજે કુંભ રાશિમાં છે જે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. ઉગ્રતા અને નકારાત્મકતા દૂર કરીને શાંત ચિત્ત રાખીને વ્યવહારુ અભિગમ સાથે કામ કરવાની સલાહ છે. આમ કરવાથી આપ મન પર કાબુ રાખી શકશો અને સંબંધોમાં પણ ઘનિષ્ઠતા રહેશે. ખાનપાનમાં અતિશયોક્તિ ટાળવાથી સ્વાસ્થ્ય સુખાકારી ભોગવી શકશો. પરિવારમાં થોડી શાંતિ અને સુલેહ સ્થપાઇ રહે તે માટે તમારે વાણી અને વર્તનમાં ઉગ્રતા ટાળવી પડશે. ખર્ચ વધતા નાણાંકીય કટોકટી વધવાની શક્યતા છે. નવા સંબંધો શક્ય હોય ત્યાં સુધી શરૂ ના કરવામાં મજા છે. આજે આપે કોઇ કાર્ય આરંભ ન કરવું જોઇએ.
સિંહ: ચંદ્રનું ભ્રમણ આજે કુંભ રાશિમાં છે જે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આપના લગ્નજીવનમાં થોડા મતભેદો હોય તો અત્યારે શાંતિથી ચર્ચા દ્વારા તે દૂર કરવા. પતિ અથવા પત્ની એકબીજા સાથે વધુ સમય વિતાવીને અને એકબીજાની જરૂરિયાતો સંતોષની સુખી દાંપત્યજીવનની મજા માણી શકશે. તેના કારણે આપ સાંસારિક બાબતોમાં પણ વધુ સકારાત્મક અહેસાસ કરશો. વેપાર ધંધામાં ભાગીદારો સાથેના વ્યવહારમાં પારદર્શકતા રાખવી. સમાજમાં આપની પ્રતિષ્ઠા અચાનક વધી જાય તેવી ઝંખના રાખવી નહીં. વિજાતીય લોકોને મળીને આપને ઘણી ખુશી અનુભવાશે.
કન્યા: ચંદ્રનું ભ્રમણ આજે કુંભ રાશિમાં છે જે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે પરિસ્થિતિ દરેક રીતે આપને અનુકૂળ છે. આપના ઘર-પરિવારમાં સુખ શાંતિ રહેશે અને તેના કારણે માનસિક પ્રસન્નતા પણ આપ અનુભવશો. આપના જીવનમાં કેટલાંક સુખદ પ્રસંગો બનશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. જે બિમાર હોય તેમનુ સ્વાસ્થ્ય સારું થતું જશે. નાણાંકીય ફાયદો થવાની શક્યતા છે. કામમાં આપ બધાનો સહકાર મેળવી શકશો. આપ વિરોધીઓનો સામનો કરી શકશો.
તુલા: ચંદ્રનું ભ્રમણ આજે કુંભ રાશિમાં છે જે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજે બુદ્ધિપૂર્વકના કામ અને ચર્ચા આપના માટે મહત્વના રહેશે. આજે આપ કલ્પના અને સર્જનશીલતાનો સારો ઉપયોગ કરી શકશો. આપ આપના બાળકોની સારી પ્રગતિથી સંતોષનો અનુભવ કરી શકશો. આપે ખોટા સંઘર્ષ કે વિવાદમાં ન પડવું જોઇએ. આપને પેટની તકલીફ થઇ શકે. પ્રિયપાત્રને મળીને આપ ખુશી અનુભવશો.
વૃશ્ચિક: ચંદ્રનું ભ્રમણ આજે કુંભ રાશિમાં છે જે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આપને શરીર અને મનમાં અજંપો ટાળવાની સલાહ છે. તેના માટે તમે પોતાની રુચિના કાર્યો કરી શકો છો અથવા ધાર્મિક અને સેવાકીય બાબતોમાં પણ ભાગ લઈ શકો છો. સગાં સ્નેહીઓ સાથે સંઘર્ષ ટાળીને સહકારની ભાવના વધારવી પડશે. આપને નાણાંકીય ખેંચ ના આવે તે માટે અગાઉથી આવક અને ખર્ચનું આયોજન કરવું. આજે જમીન, મિલકત કે વાહનનો સોદો ન કરવો જોઇએ. સ્ત્રીઓ તેમજ જળથી નુકસાન થઇ શકે માટે તેનાથી દૂર રહેવું જોઇએ.
ધન: ચંદ્રનું ભ્રમણ આજે કુંભ રાશિમાં છે જે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આપ ગૂઢ વિદ્યાઓ અને આધ્યાત્મમાં વિશેષ રૂચિ ધરાવશો, તેમ જ તે દિશામાં સંશોધનમાં પણ રસ લેશો. આપ માનસિક શાંતિ અને આનંદ મેળવી શકશો. સહોદરો સાથેનું જોડાણ વધુ ગાઢ બનશે. આજે આપ નવા કામનો પ્રારંભ કરી શકશો. આપને ત્યાં મહેમાન રૂપે મિત્રો અને સગા સંબંધી આવતા આનંદ અનુભવાશે. આપ ટૂંકી મુસાફરી પર જાઓ તેવી પણ શક્યતા છે. આપ વધુ નસીબદાર બનશો.
મકર: ચંદ્રનું ભ્રમણ આજે કુંભ રાશિમાં છે જે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. વાણી પર સંયમ રાખશો તો ઘણી તકલીફોને વારી શકશો. પરિવારજનો સાથે નાના-મોટા મતભેદ હોય તો અત્યારે તેમની સાથે ચર્ચા દ્વારા દૂર કરી શકશો. આમ કરવાથી સહોદરો તરફથી સહકાર વધશે. આપે કામના ભારણની સાથે સાથે સ્વાસ્થ્યની પણ કાળજી લેવી પડશે. શેર કે સટ્ટામાં આપ મૂડી રોકાણ કરી શકશો પરંતુ આંધળું સાહસ કરવાનું ટાળજો. સ્ત્રીઓને મનથી અજંપો અને અસંતોષ અનુભવાય તો તમારી અપેક્ષાઓ અને તમને મળેલા પરિણામનું આકલન કરવાથી ઘણી રાહત થશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકાગ્રતા વધારવાની સલાહ છે.
કુંભ: ચંદ્રનું ભ્રમણ આજે કુંભ રાશિમાં છે જે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજે આપ શારીરિક અને માનસિક સ્ફૂર્તિનો અનુભવ કરશો. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ ફાયદો કરાવનારો નિવડશે. આપ મિત્રો અને સગાં વ્હાલાઓ સાથે સ્વાદિષ્ટ ભોજનની મજા માણી શકશો. આપ પ્રવાસ પર જાવ તેવી પણ શક્યતા છે. આધ્યાત્મિકતા અને ધ્યાન તથા ચિંતનમાં શું શક્તિ રહેલી છે તે આપ જાણી શકશો. નકારાત્મકતાથી પોતાની જાતને દૂર રાખશો તો ફાયદો થશે.
મીન: ચંદ્રનું ભ્રમણ આજે કુંભ રાશિમાં છે જે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપનું મન શક્ય હોય એટલું વધુ એકચિત્ત રહે અને તમે વધુમાં વધુ ધ્યાન આપીને કામ કરી શકો અથવા કોઈની સાથે શાંતિથી વાટાઘાટો કરી શકો તેની કાળજી લેવી પડશે. આપ ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ કરો તેવી પણ શક્યતા છે. આપ પ્રિયજનોને અપેક્ષા કરતા ઓછો સમય આપી શકશો. કાનૂની બાબતોમાં કે કોઇના જામીન બનવામાં આપે સાવચેત રહેવું પડશે. વાણીમાં સૌમ્યતા અને મીઠાશ રાખવાની આપના ઘણા કાર્યો સૂપેરે પાડ પડશે. ઝડપથી ટૂંકાગાળાનો ફાયદો જોવાનું વલણ આપને તકલીફમાં મૂકી શકે.