ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોએ લલચામણી ઓફરોમાં સપડાવ નહીં તેનું ધ્‍યાન રાખવું - Aajnu Rashifal - AAJNU RASHIFAL

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv Bharat28 JUNE RASHIFAL
Etv Bharat28 JUNE RASHIFAL (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 28, 2024, 5:01 AM IST

અમદાવાદ : આજે 28 જૂન, 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવાની સલાહ છે. ખાસ કરીને શરદી, કફ, તાવની પીડા જેવી ઋતુગત સમસ્યાઓ થઈ શકે છે. બીજાની પળોજણોમાં પડવાનું ટાળીને પોતાના કામથી મતલબ રાખવો. જરૂર ખર્ચને ધ્યાનમાં રાખીને નાણાંની જોગવાઇ અગાઉથી કરવી. લલચામણી ઓફરોમાં સપડાવ નહીં તેનું ધ્‍યાન રાખવું. જમીન મકાન વગેરેના દસ્‍તાવેજોમાં સતર્ક રહેવું. માતાનું સ્‍વાસ્‍થ્‍ય સંભાળવાની આપને સલાહ આપવામાં આવે છે. કોઇના જામીન ના થવાની ખાસ સલાહ છે.

વૃષભ: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. પરિવારમાં સુખશાંતિ જળવાશે. કુટુંબ અને મિત્રો સાથે આનંદની પળો માણશો, આપની આવક અને વેપાર ધંધામાં વૃદ્ધિ થશે. રમણીય સ્‍થળે પર્યટનનું આયોજન થાય. સ્‍ત્રી વર્ગ તરફથી લાભ અને આદર મળે. વેપારક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણોથી લાભ થાય. પુત્ર અને પત્‍નીથી આનંદદાયક સમાચાર મળે. શ્રેષ્‍ઠ દાંપત્‍યસુખની અનુભૂતિ થાય.

મિથુન: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપનું દરેક કાર્ય સરળતાથી પાર પડશે. ઘર ઓફિસ તેમજ સામાજિક ક્ષેત્રે અનુકૂળ વાતાવરણ સર્જાતા પ્રસન્‍નતા અનુભવશો. માન સન્‍માનમાં વૃદ્ધિ થાય. ઉપરી અધિકારીઓના સહકારભર્યા વલણને કારણે આપની પ્રગતિનો માર્ગ મોકળો થશે. ગૃહસ્‍થજીવનમાં આનંદ છવાશે, અને ઉત્તમ સાંસારિક સુખ મેળવી શકશો. સરકારી કાર્યોમાં આવતા અવરોધો દૂર થઇ જશે અને માર્ગ આસાન બનશે.

કર્ક: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપના માટે અનુકૂળતાભર્યો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. આપનું દરેક કાર્ય આજે સરળતાપૂર્વક પાર પડે. નોકરીમાં ઉપરી અધિકારીઓ ખુશ રહેશે. બઢતી મળવાના યોગ છે. ઉપરી અધિકારીઓ સાથે મહત્ત્વની બાબતે ચર્ચાવિચારણા થાય. કુટુંબના સભ્‍યો સાથે નિખાલસતાપૂર્વક ચર્ચાવિચારણા થાય. ગૃહસજાવટમાં રસ લઇ કંઇક નવું કરશો. ઓફિસના કામકાજ અર્થે બહારગામ જવાનું થાય. માતા સાથેના સંબંધો સારા રહે. સરકાર તરફથી લાભ મળે. આરોગ્‍ય સારું રહે.

સિંહ: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે સૌથી મહત્વની વાત આપના આરોગ્‍યની સંભાળ લેવાની છે. કારણ કે તબિયત પાછળ ધનખર્ચ સંભવિત છે. બહારનું ખાવાનું ટાળવું. આપના મનમાં આજે નિષેધાત્‍મક વિચારોને પ્રવેશવા દેવા નહીં તેમજ શક્ય હોય ત્યાં સુધી વિચારશૈલીમાં ઉદાર તેમજ સકારાત્મક રહેવું. ઇષ્‍ટદેવનું ધ્‍યાન, જપ તેમજ આધ્યાત્મિક વિચારો તમને સાચો માર્ગ દેખાડશે અને ચિંતા હળવી કરશે.

કન્યા: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ આપના માટે શુભ છે. દાંપત્‍યજીવન શ્રેષ્‍ઠતમ પળો આપના માટે શુભ છે. જાહેર જીવનમાં યશકીર્તિ પ્રાપ્‍ત થાય. વિજાતીય વ્‍યક્તિઓ પરત્‍વે આકર્ષણ વધશે. વેપાર ઉદ્યોગમાં ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. સારાં વસ્‍ત્રો ઘરેણાં પહેરવાનો કે ખરીદવાનો મોકો મળે. મિત્રો સાથે પર્યટનનું આયોજન કરો.

તુલા: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનું તન મનનું આરોગ્‍ય સારું રહેશે. નોકરિયાત વર્ગને લાભની શક્યતા છે. સહકાર્યકરો આપને સાથ સહકાર આપશે. ઘરમાં કુટુંબીજનો સાથે આપ સુખપૂર્વક સમય પસાર કરશો. વાણી પર સંયમ રાખવો. સામાન્‍ય ખર્ચ વધુ રહે. કાર્યમાં યશની પ્રાપ્તિ થાય. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.

વૃશ્ચિક: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપને વાદવિવાદમાં ન પડવાની સલાહ છે. સંતાનોની બાબતોમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. વિદ્યાર્થીઓને વિદ્યાભયાસમાં સફળતા મળે. શેરસટ્ટામાં સાહસ ન કરવાની સલાહ આપવામાં આવે છે. યાત્રા- પ્રવાસ મોકૂફ રાખવા. ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે સમય સારો છે. આપને ખંતપૂર્વક કામ કરવાથી સફળતા મળશે.

ધન: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપનામાં ચેતના અને સ્‍ફૂર્તિનું સ્તર જાળવી રાખવા માટે રોજિંદા કાર્યોમાંથી થોડો વિરામ લઈને આપ્તજનો સાથે સમય વિતાવવાની સલાહ છે. શરીર અને મનની શાંતિ જાળવવા માટે મેડિટેશનનો સહારો લઈ શકો છો. કુટુંબના દરેક સભ્યોની લાગણી વધુ સમજવાનો પ્રયાસ કરવો અને તેમની જરૂરિયાતો સંતોષવા માટે પણ પોતાના તરફથી પ્રયાસો કરવા. સ્‍થાવર મિલકતના દસ્‍તાવેજો કરવામાં ખાસ ધ્‍યાન રાખવું. જાહેર જીવનમાં વધુ પડતી સક્રિયતાના બદલે પોતાની દુનિયામાં મસ્ત રહેવાથી આપ ખુશ રહેશો.

મકર: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. પરિવારમાં ભાઇબહેન તેમજ મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. તેમની સાથે આપ કોઇ પર્યટનનું પણ આયોજન કરો. સંપત્તિને લગતા કામકાજોનો ઉકેલ મળશે. નોકરિયાતોને સમય અનુકૂળ રહે. ગૃહસ્‍થ જીવનના પ્રશ્નો હલ થાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રિયપાત્ર સાથે પ્રણય માટે સાનુકૂળ દિવસ છે. પ્રતિસ્‍પર્ધીઓ પર વિજય મેળવી શકો. શારીરિક આરોગ્‍ય અને મનની સ્‍વસ્‍થતા જળવાઇ રહેશે. આર્થિક લાભ થાય. નવા કાર્યોનો શુભારંભ કરી શકશો.

કુંભ: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે વધુ પડતા વિચારોમાં અટવાયેલા રહેવાના બદલે દરેક બાબતને વ્યવહારું અભિગમથી જોવાની સલાહ છે. આમ કરવાથી તમે કોઇ બાબતે ચોક્કસ નિર્ણય પર સરળતાથી આવી શકો છો. બિનજરૂરી ખર્ચથી સંભાળવું પડશે. આજે વાણી પર સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે. પરિવારના સભ્‍યો સાથે ખટરાગ ટાળવા માટે તમારી વાણીમાં મીઠાશ રાખવી. વિદ્યાર્થીઓ માટે સમય થોડી મહેનત માંગી લે તેવો છે. કામમાં ઈચ્છિત સફળતા માટે પણ પરિશ્રમ વધારવો પડશે.

મીન: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજના દિવસે આપનું શરીર અને મન સ્‍વસ્‍થ તાજગીપૂર્ણ રહેશે. મનમાં ઉત્‍સાહ હશે તેથી નવા કાર્યનો પ્રારંભ કરવા પ્રેરાશો. પારિવારિક વાતાવરણ સુખશાંતિભર્યું રહે. મિત્રો સાથે કે કુટુંબના સભ્‍યો સાથે ભોજન અને પર્યટન પર જવાનું થાય. ધનલાભ થાય. ધાર્મિક કાર્યો કે પ્રવાસ થાય. પારિવારિક આનંદનો અનુભવ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.